નવી દિલ્હી | ૨૦મી ઓક્ટોબર ૨૦૨૬ | TECNO SPARK 50s 5G આજે સમગ્ર ભારતમાં રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે, જેની કિંમત રૂ. 19,999 થી શરૂ થાય છે. એવા સમયે જ્યારે વધતા મેમરી ખર્ચને કારણે 5G ફોન ગ્રાહકોની પહોંચથી દૂર થઈ રહ્યા છે, ત્યારે TECNO તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હાથમાં આક્રમક રીતે કિંમત નક્કી કરેલ 5G સ્માર્ટફોન પ્રદાન કરી રહ્યું છે.
આ ફોન પાછળનો વિચાર સરળ છે. મોટાભાગના લોકો એવું 5G ઈચ્છે છે જે વાસ્તવિક જગ્યાએ કામ કરે જ્યાં તેઓ પોતાનો દિવસ વિતાવે છે, પછી ભલે તે ભીડભાડવાળું બજાર હોય, વ્યસ્ત રેલવે સ્ટેશન હોય કે માંડ સિગ્નલ આવતું હોય તેવું બેઝમેન્ટ હોય. SPARK 50s 5G બરાબર આવી જ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યો છે. તે 82%* સુધી ઝડપી ડાઉનલોડ્સ આપે છે, અને સિગ્નલ-બૂસ્ટિંગ ટેક્નોલોજી UPI પેમેન્ટ્સને 2X સુધી ઝડપી બનાવે છે. જ્યારે બિલકુલ નેટવર્ક ન હોય, ત્યારે ‘ ફ્રીલિંક ફિચર યુઝર્સને અવરોધ-મુક્ત વાતાવરણમાં (લેબ ટેસ્ટેડ) 1.5 કિમી સુધીના અંતરે રહેલા લોકો સાથે કૉલ કરવા, સંદેશાઓ મોકલવા અને ઇમેજ શેર કરવાની મંજૂરી આપે છે.
આ ફોન દેખાવમાં સારો અને ટકી રહે તે રીતે બનાવવામાં આવ્યો છે. તે બે રંગોમાં ઉપલબ્ધ છે — બર્ગન્ડી રેડ અને બ્રીઝ બ્લુ. MIL-STD-810H મિલિટરી-ગ્રેડ પ્રોટેક્શન અને IP64 પ્રો ડસ્ટ અને સ્પ્લેશ પ્રોટેક્શન તેને અકસ્માતે નીચે પડી જવા સામે, ધૂળવાળા મુસાફરીના રસ્તાઓ અને અચાનક પડતા વરસાદ સામે સરળતાથી રક્ષણ પૂરું પાડે છે.
લાંબા સમય સુધી ઉપયોગ માટે, 45W ફાસ્ટ ચાર્જિંગ સાથેની 6500mAh ની બેટરી એટલે કે ચાર્જર પાસે જવાની ઓછી જરૂર પડશે, અને 120Hz ડિસ્પ્લે સ્ક્રોલિંગને એકદમ સાધારણ અને સ્મૂથ રાખે છે. AI ફીચર્સ જેવા કે AI નોઈઝ કેન્સલેશન, જેમિની અને સર્કલ ટૂ સર્ચ કૉલ્સ અને રોજિંદા કાર્યોને વધુ સરળ બનાવે છે.
SPARK 50s 5G ની કિંમત 6GB + 128GB વેરિઅન્ટ માટે ₹19,999 અને 8GB + 128GB વેરિઅન્ટ માટે ₹22,999 છે. તે સમગ્ર ભારતમાં માત્ર ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકો આ તહેવારોની સિઝનમાં સીધા સ્ટોર પર જઈને તેને જોઈ શકે અને ખરીદી શકે છે.
== સમાપ્ત ==

