ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

0
27
યોગ્યાકાર્તા (ઇન્ડોનેશિયા), 17 ઓગસ્ટ, 2024: સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે પ્રખ્યાત શહેર યોગ્યાકાર્તા પ્રતિષ્ઠિત ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂ દ્વારા જ્ઞાનવર્ધક રામાયણ પ્રવચનનું આયોજન કરવા જઇ રહ્યું છે. આ કાર્યક્રમ 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન મેરિયટ હોટલમાં યોજાઇ રહ્યો છે, જે ઐતિહાસિકરૂપે હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા શહેરમાં ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસના ગહન સંશોધનની ખાતરી આપે છે.
ઇન્ડોનેશિયા મુખ્યત્વે મુસ્લિમ દેશ હોવા છતાં યોગ્યાકાર્તામાં અદભૂત પ્રમ્બાનન મંદિર પરિસર છે, જે ઇન્ડોનેશિયામાં સૌથી પ્રતિષ્ઠિત હિંદુ મંદિરો પૈકીનું એક છે. આ ઐતિહાસિક સ્થળ સદીઓથી હિંદુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકનું સંરક્ષક રહ્યું છે. પ્રમ્બાનનું જટીલ નકશીકામ રામાયણના દ્રશ્યોને દર્શાવે છે, જે આ પ્રતિષ્ઠિત મહાકાવ્ય સાથે યોગ્યાકાર્તાનો ગાઠ સાંસ્કૃતિક સંબંધ દર્શાવે છે.
યોગ્યાકાર્તા વિશે વાત કરતાં પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, તેઓ મુખ્યત્વે બે કેન્દ્રિય ચોપાઇઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશેઃ Bal Kaand Chaupai 148: Chhabi Samudra Hari Roopa Biloki I Ektak Nayan Pat Roki II Ayodhya Kaand Chaupai 156: Bipra Jeevai Dehi Din Dana I Siv Abhishek Karhi Bidhi NanaII કથાના ઉદઘાટન પ્રસંગે પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, તેઓ આ કથાનું નામ માનસ સમુદ્ર અભિષેક રાખવાનું પસંદ કરશે. તેમણે કહ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસમાં અભિષેક શબ્દ 16 વખત આવે છે અને સમુદ્ર શબ્દ 7 વખત આવે છે. વિશ્વમાં સાત સમુદ્ર છે અને તેની સાથે આ શબ્દ સંકળાયેલો છે.
ત્યારબાદ તેમણે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી આ વાર્તા સંભળાવી હતી, જેમાં તેમણે ધાર્મિક નેતાઓના વિરોધ વચ્ચે પણ કહેવાતી અસ્પૃશ્ય જાતિના વ્યક્તિનો અભિષેક કર્યો હતો. ભગવાન બુદ્ધનું માનવું હતું કે સ્વિકૃતિનો એકમાત્ર માપદંડ વ્યક્તિની યોગ્યતા હોવી જોઇએ, નહીં કે તેની જાતિ.
બાપુએ કહ્યું કે પરંપરાગત રીતે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ સહિત પાંચ ચીજો સાથે અભિષેક કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગોસ્વામી તુલસીદાસની પાંચ શીલ (સારા આચરણના ચિહ્નો) વિવેક (વિવેકની શક્તિ), પ્રકાશ (અજ્ઞાનમાં ન જીવવા), વિશાળતા (ઉદારતા), વિશ્વાસ (વિશ્વાસ) અને શ્રદ્ધા (ભક્તિ) છે.
પૂજ્ય બાપૂએ ઇન્ડોનેશિયા દેશને તેના સ્વતંત્રતા દિવસ પર પણ શુભેચ્છા પાઠવી હતી અને બહુસાંસ્કૃતિક વારસો ધરાવવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. તેમણે દેશ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો કે જ્યાં લગભગ 80 ટકા મુસ્લિમ વસ્તી છે.
બાપૂએ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદમાં હિંદુ સંતોએ બાપુને સનાતન ધર્મના અનુયાયીઓનું રક્ષણ કરવાની જરૂરિયાત અંગેનો મેમો સંયુક્ત રાષ્ટ્રને મોકલવા માટે અપીલ કરી હતી કે જ્યાં બાપૂએ તાજેતરમાં કથા સમાપ્ત કરી છે.
યોગ્યાકાર્તાના હિંદુ મૂળ
મધ્ય જાવામાં સ્થિત યોગ્યાકાર્તાનો ઇતિહાસ પ્રાચીનકાળથી સમૃદ્ધ છે. આ પ્રદેશ એક સમયે માતરમ સામ્રાજ્યનો ભાગ હતો, જે 8મી અને 15મી સદીની વચ્ચે હિંદુ-બૌદ્ધ સંસ્કૃતિના વિકાસ માટે જાણીતો હતો. જાવામાં હિન્દુ ધર્મનો ફેલાવો સામાન્ય રીતે ભારતીય વેપારીઓના પ્રભાવ અને ટાપુના ભારત સાથેના દરિયાઈ સંબંધો સાથે સંકળાયેલો છે.
માતરમ સામ્રાજ્યના સંજય રાજવંશ દ્વારા આ સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા પ્રમ્બાનન અને બોરોબુદુર મંદિરો, ઇન્ડોનેશિયાના સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળોમાંના એક છે, જે જાવામાં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યની ઊંચાઈને પ્રતિબિંબિત કરે છે.માતરમ્ સામ્રાજ્ય આખરે બે ભાગમાં વિભાજિત થયું – એક હિંદુ-બૌદ્ધ અને એક ઇસ્લામિક.
યોગ્યાકાર્તામાં આ વિશેષ પ્રવચન, એક શહેર જ્યાં હિન્દુ વારસો તહેવારો, કળા અને ઐતિહાસિક સ્થળો દ્વારા ઉજવવામાં આવે છે, તે આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ બનવાનું વચન આપે છે. ઉપસ્થિત લોકો માત્ર રામાયણના જ્ઞાન સાથે જ નહીં પરંતુ યોગ્યાકાર્તાના જીવંત સાંસ્કૃતિક વારસા સાથે પણ જોડાશે.પ્રવચનો દરરોજ સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે યોજવામાં આવશે અને ત્યારબાદ તમામ ઉપસ્થિત લોકો માટે શાકાહારી ભોજન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here