Home ગુજરાત આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની...
આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યાં છે. અહીં સભ્યો ઘ્વારા પરંપરાગત રીતે ગરબા, ટીમલી અને રાસનો આનંદ લઇ રહ્યા છે. સોસાયટી ઘ્વારા રોજ અલગ-અલગ થીમ પર ગરબાનું ખાસ આયોજન થાય છે . જેમાં નાના બાળકોથી લઈને વડિલો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.