યુએન ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદે પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત કરી

0
77

યુનાઇટેડ નેશન્સના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના જે મોહમ્મદે ન્યુ યોર્કમાં યુએન મુખ્યાલય ખાતે જાણીતા આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત કરી હતી જ્યાં પૂજ્ય બાપૂ 27 જુલાઇથી 04 ઓગસ્ટ દરમિયાન રામકથાનું સંબોધન કરી રહ્યાં છે. પહેલીવાર એક આધ્યાત્મિક ગુરૂએ યુનાઇટેડ નેશન્સમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

પૂજ્ય બાપૂએ પ્રભુ શ્રીરામ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારમાં તેમનું જીવન સમર્પિત કર્યું છે અને તેમણે યુનાઇટેડ નેશન્સમાં કથાનું નામ વસુધૈવ કુટુમ્બકમ રાખ્યું છે, જે વસુધૈવ કુટુમ્બકમના પરંપરાગત ભારતીય સિદ્ધાંતોને દર્શાવે છે. તેનો મતલબ વિશ્વ એક પરિવાર છે. પૂજ્ય મોરારી બાપૂએ યુક્રેન અને રશિયા તથા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવા વારંવાર અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here