ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

0
104

17મી ડિસેમ્બર 2024: ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાંઉભું હતું તેની સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. અકસમાત થયો તે સમયે હાઈવે ચિચિયારીઓ થી ગાજી ઊઠ્યો હતો. આ અત્યંત દુઃખદ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ સિવાય થોડા દિવસ પહેલાં નારી નજીક અકસ્માતમાં એક સાધુ યુવકનું મોત નિપજ્યું હતું તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ પૂજ્ય બાપુએ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here