હવે તમારું સપનું થશે સાકાર: આ દિવાળીએ જાવા, યઝદી અથવા બીએસએની ટેસ્ટ રાઇડ લો અને મોટરસાઇકલ જીતવાની તક મેળવો

0
7

આ દિવાળીએ જાવા, યઝદી અથવા બીએસએની ટેસ્ટ રાઇડ લો અને મોટરસાઇકલ જીતવાની તક મેળવો. આ સાથે જ, ફાઇનાન્સના આકર્ષક વિકલ્પોનો લાભ પણ મેળવો, જેમાં દર લાખે ₹1,888થી શરૂ થતા ઇએમઆઈ, 4.75%થી શરૂ થતો વ્યાજદર અને ₹4,999થી શરૂ થતાં ડાઉન પેમેન્ટનો સમાવેશ થાય છે 

મુંબઈ | ૦૨ નવેમ્બર ૨૦૨૬ | આ દિવાળીએ જાવા યઝદી મોટરસાઇકલ્સ તહેવારોમાં ફાઇનાન્સની આકર્ષક ઑફર્સ અને ‘ટેસ્ટ રાઇડ એન્ડ વિન યોર ડ્રીમ બાઇક’ કેમ્પેઇન દ્વારા મોટરસાઇકલ ખરીદવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. ગ્રાહકો હવે તહેવારો નિમિત્તે ફાઇનાન્સની આકર્ષક ઑફર્સનો લાભ મેળવવાની સાથે-સાથે ‘ટેસ્ટ રાઇડ એન્ડ વિન યોર ડ્રીમ બાઇક’ કેમ્પેઇનમાં ભાગ લઈને જે મોટરસાઇકલની પોતાની બનાવવાનું સપનું જોયું હતું, તેને સાકાર કરવાની તક પણ મેળવી શકશે. ગ્રાહકો ફાઇનાન્સના વિવિધ વિકલ્પોમાંથી પસંદગી કરી શકશે, જેમાં દર એક લાખે ફક્ત ₹1,888થી શરૂ થતાં ઇએમઆઈ, 4.75%થી શરૂ થતો વ્યાજદર અને ₹4,999થી શરૂ થતાં ડાઉન પેમેન્ટનો સમાવેશ થાય છે.

આ વિકલ્પો મોટરસાઇકલની ખરીદીનું આયોજન કરવામાં વધુ ફ્લેક્સિબિલિટી આપે છે, જેથી મોટરસાઇકલના શોખીનો જેને ઘણાં લાંબા સમયથી પોતાની બનાવવાનું સપનું જોતા હતા, તે મોટરસાઇકલને સરળતાથી ઘરે લઈ જઈ શકે. જાવા, યઝદી અથવા બીએસએની મોટરસાઇકલ ખરીદવી એટલે આગવી ઓળખ ધરાવતી મોટરસાઇકલ પસંદ કરવાની સાથે તેની વિકાસયાત્રાને પોતાની વિકાસયાત્રાનો હિસ્સો બનાવવો. જાવાની સદાબહાર સ્ટાઇલ હોય, યઝદીનો સાહસિક અંદાજ અને બિન્દાસ્ત મિજાજ હોય કે પછી બીએસએની વિશ્વવિખ્યાત બ્રિટિશ કારીગરી, દરેક બ્રાન્ડ રાઇડર્સને પોતાની આગવી ઓળખ વ્યક્ત કરવાની અને પોતાની પસંદગી મુજબ રાઇડિંગનો આનંદ માણવાની અનોખી તક આપે છે. ‘ટેસ્ટ રાઇડ એન્ડ વિન યોર ડ્રીમ બાઇક’ કેમ્પેઇનની સાથે આ તહેવારોની સીઝન બાઇક ખરીદવાનું સપનું જોનારા શોખીનો માટે તેમની નજીકની ડીલરશિપની મુલાકાત લઇને આ મોટરસાઇકલ્સનો રૂબરૂમાં અનુભવ મેળવવાની વધુ એક ખાસ તક લઈને આવી છે.

ક્લાસિક લેજેન્ડ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘ઘણાં લોકો માટે મોટરસાઇકલ ખરીદવાનું સપનું મનમાં ત્યારે આકાર લે છે, જ્યારે તેઓ રસ્તા પર કોઈ મોટરસાઇકલને જુએ છે, ઑનલાઇન તેના વિશે જાણકારી મેળવે છે અથવા કોઈ મિત્રની મોટરસાઇકલ ચલાવે છે. આ દિવાળીએ અમે તેમના આ સપનાને સાકાર કરવાનું વધુ સરળ બનાવવા માગીએ છીએ. અમારી તહેવારોની સીઝનની આ પહેલનો હેતુ મોટરસાઇકલ ખરીદવાના આ સપનાને સાકાર કરવાનું વધુ સરળ બનાવવાનો અને જે રાઇડર્સ લાંબા સમયથી આ મોટરસાઇકલને પોતાની બનાવવા માગે છે, તેમની ઇચ્છા પૂરી કરવાની તક ઊભી કરવાનો છે. આ દરેક બ્રાન્ડની પોતાની આગવી ઓળખ છે અને રાઇડર્સ સાથે તેનો મજબૂત ભાવનાત્મક સંબંધ છે. અમે આ મોટરસાઇકલ્સની આગવી ઓળખ અને તેને આકર્ષક બનાવતી તમામ વિશેષતાઓ જાળવી રાખવાની સાથે, તેને ખરીદવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહ્યા છીએ.’

આ દિવાળીએ જાવા, યઝદી અથવા બીએસએની મોટરસાઇકલ ખરીદવાનું સપનું હવે પહેલાં કરતાં વધુ સરળતાથી સાકાર કરી શકાશે. તમારી નજીકની અધિકૃત જાવા યઝદી મોટરસાઇકલ્સ ડીલરશિપની મુલાકાત લો, ટેસ્ટ રાઇડ લો, તહેવારો નિમિત્તે ફાઇનાન્સની આકર્ષક ઑફર્સ વિશે જાણો અને તમારી મનપસંદ મોટરસાઇકલ જીતવાની તક મેળવો.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here