ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.