કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ
તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે.
રામાયણે આપણને અધિકારી કે બિનઅધિકારી જોયા વગર સ્વિકાર્યા એ એનું ઔદાર્ય છે.
રામચરિત પંચગવ્ય છે,પંચતીર્થ પણ છે,પંચ સરિતા છે અને પંચામૃત છે.
ગોકર્ણ-કર્ણાટક ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે કથાનાઆરંભેનીતિનવડગામા દ્વારા સંપાદિત માનસ કથાઓનીપુસ્તિકાના ક્રમમાં બે પુસ્તિકાઓ-માનસ ગુરુપૂર્ણિમા(કાનપુર કથા)અને માનસ ગંગોત્રી(ગંગોત્રી ધામ કથા)નું વ્યાસપીઠને, બ્રહ્માર્પણ કરવામાં આવ્યું અને નીતિનભાઈએ પોતાનો ભાવ રાખ્યો.
વિવિધ પત્રો અને વિવિધ જિજ્ઞાસાઓની વચ્ચે મનોરથી પરિવાર રાજુભાઈ અને તેના પરિવારે એ વાત પણ કરી કે ભોજન પ્રસાદ તો ચાલે જ છે,પણ સાથે-સાથે આ બાજુ રહેતા અનેક લોકો ભોજન લેવા પહોંચી ન શકતા હોય તેઓ માટે કીટ બનાવી અને પ્રસાદના રૂપમાં ઘર બેઠા પણ એને જમવાનું બનાવી શકે એ પ્રકારનો પ્રસાદ પહોંચાડીએ.બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.
મહિસાસુરનાઆતંકને કારણે ઇન્દ્રાસન ડોલ્યું.બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે વિનંતીઓ પહોંચી અને ત્રણેયમાંથી એક જ્વાળા નીકળી જેને આપણે મહાકાલિ કહીએ છીએ.ગઈકાલેકાલિકાનીઆઠભુજા,આઠ વસ્તુની વાત થઈ હતી.માનસ પણ એક કાલિકા છે.અનેરામચરિતમાનસની કાલિકા આઠ ભુજાઓમાંથી એક છે- ખુશ્બુ:સદગુરુના હાથની ખુશ્બુ.એ જ રીતે બીજો હાથ છે જ્યાંથી ધાતુ નીકળે છે.માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કે મહત્વનું સોનું.એ છે કનકભૂધરાકાર શ્રી હનુમાનજી. બાપુએ અહીં લંકાકાંડને યાદ કરીને માલ્યવંત રાવણ અને મેઘનાદ સંવાદની રસિક વાતો કરતા કહ્યું કે તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે.લંકાકાંડમાં સ્થૂળ રૂપમાં લડાઈ છે પણ ઊંડાઈ ખૂબ છે.અહીંયુદ્ધકાંડ નહીં પણ બુદ્ધકાંડ છે જે યુધ્ધ બધાને નિર્વાણ પદ આપે એને બુદ્ધ કહીએ તો કોઈને વાંધો ન હોવો જોઈએ.બૌદ્ધ ધર્મ સૌથી પ્રથમ લંકામાં ગયેલો છે.માનસનો એક હાથ વનસ્પતિ છે. એમ એક હાથે ઉદારતા છે.રામાયણ આપણો અધિકારી કે બિન અધિકારી એવું જોયા વગર સ્વીકાર કર્યો છે એ એની ઉદારતા છે.ઋણ-કરજા વિશે વાત કરતા બાપુએ કહ્યું કે ચાર વસ્તુ દેખાય છે લોકો કરજો લે છે,કરજો આપે છે,કરજ ચુકવે છે અને કોઈના માથા ઉપરથી કરજ ઉતારે પણ છે. કમજોર હોય એ કરજ લે છે,જેની પાસે ખૂબ અધિક છે એ કરજો આપે છે,ઋણ આપે છે.ઈમાનદાર હોય એ ઋણ ચૂકવે છે અને એ કેવો છે જે કરજ ઉતારે છે! જિંદગીભર આભાર માને છે.
રામાયણમાં ત્રણ લોકોએ હનુમાન પાસેથી કરજ લીધું છે: સુંદરકાંડમાં મા નો સંદેશો લઈ ચુડામણિ લઈ લંકાને ખાક કરી હનુમાન પાછા આવે છે ત્યારે જામવંત રામ પાસે એ વાત કરે છે અને રામ કહે છે કે હનુમાન! તારા કરજમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાઉં.ભરતજી પાસે હનુમાન લંકા વિજયની ખબર લઈને આવે છે ભરત રામ રામ રટણ કરે છે એ વખતે ભરત કહે છે કે તારા કરજમાંથી હું મુક્ત નહીં થાઉં. અને યુદ્ધ પૂરું થયા પછી હનુમાન લંકામાં જાય છે રાક્ષસીઓ પણ એની પૂજા કરે છે.ત્યારે સીતા કહે છે કે તારી વાણીએ જે ઉપકાર કર્યો એમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું.
રામાયણ કાલિકામાં ધીરજ ધૈર્ય પણ છે.આજે નહીં તો કાલે પરિવર્તન આવશે જ એવું ઈચ્છેછે.સ્થિરતા પણ આપે છે.
મહાકાલિનીભુજાઓમાં આજાન ભુજા છે દરેકને પોતાની અંદર સમાવી શકે એવી.અને એક દંડ ભુજા છે અહીં દંડ એટલે લાઠી નહીં પણ આધાર.એક બળ ભુજા છે.એક છાંયો આપનારી ભુજા,એક ભગવત ભુજા,એક વરદ ભુજા,એક અભય ભુજા આ પ્રકારની ભુજાઓ અષ્ટભુજા તરીકે આપણે ગણી શકીએ.
રામચરિતપંચગવ્ય પણ છે.પંચતીર્થ પણ છે,પંચ સરિતા છે અને પંચામૃત છે.જ્યાં શ્લોક ઘૃત-ઘી છે. છંદ એ મધ છે.સોરઠા સાકર છે.ચોપાઈઓ દૂધ છે અને દોહાઓ એ સારી રીતે જમાવેલું દહીં છે.
કથા પ્રવાહમાં શિવચરિત્ર પછી રામકથાના પાંચ મહત્વના કારણોનીવિષદ ચર્ચા કરીને શિવ,પાર્વતીને સુંદર રામ જન્મ તરફ લઈ જાય છે એ પહેલા રાવણનાજન્મની કથા કહે છે.રાવણનો આતંક જોઈ ને ધરતી ગાયનું રૂપ લઈને ભગવાનની પુકાર-પ્રાર્થના કરે છે અને ઈશ્વર કહે છે કે હું અયોધ્યામાં અવતાર ધારણ કરું છું.એ પછી અયોધ્યાનારાજાનું વર્ણન અને દશરથ પોતાની ખૂબ મોટી ઉંમર પછી યજ્ઞ કરે છે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞમાં ખીરનો પ્રસાદ મળે છે વિવિધ રાણીઓને યથા યોગ્ય વહેંચાય છે અને અયોધ્યામાં રામ જન્મ માટેની તમામ પરિસ્થિતિ ઉભી થાય છે. બપોર વેળાએ રામનું પ્રાગટ્ય અને એ પછી ઇશ્વરને મા કૌશલ્યા બાળ રામ બનાવે છે.રામનો આ અવતાર સુંદર રીતે ગાયન દ્વારા બાપુએ વર્ણન કરીને અહીંની વ્યાસપીઠથી સમગ્ર ત્રિભુવનને રામ જન્મની વધાઈ આપી.
Box
કથા વિશેષ:
રામકથાએબલિપ્રથા બંધ કરાવી.
એક વ્યક્તિએ ચિઠ્ઠી લખીને કહ્યું કે હું શિક્ષક પણ છું અને તાંત્રિક પરિવારથીજોડાયેલોછું.ઘણા વખત પહેલાં સોથી વધુ સંખ્યામાં પશુ બલિ ચડાવવામાં આવતી.પરંતુ છેલ્લા ૧૬ વર્ષથી કથા અને વ્યાસપીઠ સાથે જોડાયેલોછું.બલિ બંધ થઈ ગઈ છે અને હવે તાંત્રિક વિધિમાં પણ સાત્વિક પૂજા કરીએ છીએ. ઓડિશાના આ ભાઈના સંકલ્પ અને એના નિર્ણયની બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે રાવણેવેદોનું ભાષ્ય તો કર્યું જ પણ,એ ઉપલબ્ધ નથી.ઘણી કોશિશ કરી પણ એ ભાષ્ય અપ્રાપ્ય છે પણ એના સિવાય રાવણના ત્રણ ગ્રંથો છે:એક કુમાર તંત્ર, બીજો દત્તાત્રેય નામનો ગ્રંથ એ સ્વતંત્ર છે,એમાં પણ મને રસ નથી પણ એક રાવણ સંહિતા છે-જે ક્યારેક મળે તો એનું અવલોકન કરવું છે.રાવણ પણ ખૂબ જ તંત્ર પ્રયોગ કરતો હતો.તંત્ર વિદ્યા જાણતો હતો. બાપુએ કહ્યું કે તાંત્રિકોની અંતિમ અવસ્થા સારી નથી હોતી એ જોયેલું છે.આ કળિયુગમાં કોઈ સિદ્ધપુરુષ મળી જાય તો કદાચ શક્ય બને.આમ કહીને બાપુએ કહ્યું કે તંત્રવિદ્યામાં ન જાવું.