મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

0
27
તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી
કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યોનો લાભ મળી રહ્યો છે. તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે, તેમ શ્રી મિથલેશ નંદિનીશરણજી દ્વારા જણાવાયું.
બુધવારથી કૈલાસ ગુરૂકુળ મહુવામાં કથાકાર વિદ્વાનોની ઉપસ્થિતિમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠી ચાલી રહેલ છે, જેમાં ત્રીજા દિવસે સવારનાં સત્રમાં અયોધ્યાનાં શ્રી મિથલેશ નંદિનીશરણજી દ્વારા શાસ્ત્ર ચિંતન સભાર વક્તવ્યમાં જણાવ્યું કે, ગોસ્વામી તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. તેઓ પરમાચાર્ય છે, કોઈ એક સંપ્રદાયનાં આચાર્ય નહિ, જે સંકુચિત કે અમુક મર્યાદામાં હોય પરંતુ વેદ, પુરાણ અને તમામ શાસ્ત્ર લોક ભાષામાં આપનાર પરમ આચાર્ય છે.
આ સાથે વકતાઓમાં બરસાનાનાં શ્રી શ્યામસુંદરજી દ્વારા શાસ્ત્રીય રાગ રાગણી સાથે વૃંદાવનકથા કેન્દ્ર રાખી કાશી, અવધ અને વ્રજની વાત જણાવી આ ક્ષેત્રનાં વક્તાઓ શ્રી મોરારિબાપુની પ્રેરણાથી મહુવામાં મિલન થઈ રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો.
અયોધ્યાનાં શ્રી મનમોહન શરણજી દ્વારા સંગીતમય પ્રસ્તુતિ સાથે વાલ્મીકિ અને તુલસીજી વિશે વાત કરી.
પ્રારંભિક પ્રસ્તાવના કરતાં શ્રી હરિશ્ચંદ્ર જોષીએ આ ઉપક્રમ અને વક્તાઓ અંગે ઉલ્લેખ કર્યો.
પ્રથમ સત્રમાં શ્રી પ્રકાશચંદ્ર વિદ્યાર્થીમાં સંચાલન સાથે કથાકાર વક્તાઓ શ્રી વિષ્ણુકાંત શાસ્ત્રીજી (ભદોહી), શ્રી રામપ્રતાપ શુક્લાજી (બાંદા), શ્રી વીરેન્દ્ર ચોબેજી (મઉ), સાધ્વી શ્રી લીલાભારતીજી (ગ્વાલિયર), શ્રી અરુણ ગોસ્વામીજી (ઝાંસી) તથા શ્રી રુચિ રામાયણીજી (ઉરઈ) દ્વારા ઉદબોધનો રહ્યાં.
બપોર બાદ બીજા સત્રમાં શ્રી પિયુષ મિશ્રાનાં સંચાલન સાથે શ્રી વેદપ્રકાશ મિશ્રાજી (ભદોહી), શ્રી નિખિલ પાંડેજી (ગાજીપુર), શ્રી રણધીર ઓઝાજી (બકસર), શ્રી રાજકુમાંરીદેવીજી (મહોબા), શ્રી ગોવિંદ શાસ્ત્રીજી (આઝમગઢ), શ્રી આનંદ ભૂષણજી (ચિત્રકૂટ), શ્રી અરુણાંધતી મિશ્રાજી (વારાણસી), શ્રી હરિકૃષ્ણ ઠાકુરજી (બરસાના), શ્રી રામહૃદયદાસજી (ચિત્રકૂટ) અને શ્રી શશીશેખરજી (મહુરાનીપુર) દ્વારા મનનીય કથા પ્રસંગ વર્ણન સાથે ચિંતન રજૂ થયાં. 
સંગોષ્ઠીમાં જોડાયેલ કથાકાર વક્તાઓને શ્રી મોરારિબાપુનાં હસ્તે ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ, જેનો સૌને રાજીપો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here