અમદાવાદમાં શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન થયું

0
39

અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪:  અમદાવાદમાં નાના ચિલોડા પાસે આવેલા રાયસણ ગામમાં શ્રી રામ રામદેવજી મંદિર ખાતે શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત 12 નવેમ્બરના રોજ તુલસીજી સંગ શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ ઉત્સવ અંતર્ગત 6 નવેમ્બરના રોજ શ્રી ગણેશ સ્થાપના, અને તેમજ 10 નવેમ્બર સોમવારના રોજ મેળ, કળશ અને કંદોળી અને અગિયારસ ઉદ્યાપન હવન અને કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ તુલસી વિવાહ ઉત્સવ અંતર્ગત 11 નવેમ્બરના રોજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આ ભજન સંધ્યામાં કલાકાર રૂપજી લુહાર, કલાકાર સિંગર સુનિલ કુમાવત, કલાકાર બદ્રીદાસજી વૈષ્ણવ ઉપસ્થિત રહી તેમના ભજન અને સંગીત થી ભક્તો ને આનંદિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 નવેમ્બરના રોજ વિધિવધ શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ની જાનનું સ્વાગત કરવામાં આવશે અને શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) અને તુલસીજી ના લગ્ન વિધિ અને પારિગ્રહણ સંસ્કારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) અને તુલસીજી વિવાહ ઉત્સવ આયોજન અંતર્ગત તા. 12 નવેમ્બરના રોજ અમદાવાદના નાના ચિલોડા પાસે આવેલ રામદેવજી મંદિર ખાતે આયોજકો શ્રી છગનલાલ લુહાર, ગણેશજી પુરબીયા, રૂપસિંહજી રાજપૂત અને સમસ્ત આયોજકો તરફ થી શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here