શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે.

આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે.
નવરાત્રી ના છેલ્લા અને નવમાં નોરતે બૉલીવુડ મ્યુઝિક જગત ની ફેમસ જોડી સાજીદ-વાજીદના સાજીદ ખાને હાજરી આપી અને ખેલૈયાઓને મન મૂકી ને ગરબે નચાવ્યા હતા. 10000 થી વધારે ખેલૈયાઓની કેપેસીટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે. ત્યારે છેલ્લા નોરતે સાજીદ ખાને પણ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.