રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ટ્રેઝર હન્ટ 2.0 સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી

0
11

અમદાવાદ 15 ઓગસ્ટ 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનેક રોમાંચક કાર્યક્રમો સાથે કરી, જેમાંથી સૌથી વધુ આકર્ષક હતો ટ્રેઝર હન્ટ 2.0. આ કાર્યક્રમમાં 135થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દિવસ સાહસ, મિત્રતા અને સેવાભાવનો રહ્યો હતો.

સ્કાયલાઇન સમુદાયે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ વિશેષ દિવસની ઉજવણી કરી. તેઓએ સ્વતંત્રતા દિવસની ઉત્સવની ભાવનાને વધારતા સાથી નાગરિકો સાથે નૃત્ય કર્યું અને ઉજવણી કરી. અન્ય પ્રવૃત્તિઓમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ અને મીઠાઈઓનું વિતરણ, વંચિત બાળકોને સ્કૂલ બેગનું વિતરણ, ગાયોને ખવડાવવા અને પોલીસ કર્મચારીઓને રોટરી સ્કાયલાઈન રાખડીઓ બાંધવાનો સમાવેશ થાય છે. ભાગ લેનારાઓએ સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો અને બાળમજૂરી સામે જાગૃતિ લાવવાનું કામ પણ કર્યું.

ટ્રેઝરહન્ટ 2.0માં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સઓને શહેરભરમાં છુપાયેલા ખજાનાની શોધમાં મોકલવામાં આવ્યા હતા. અનોખા અને ઇન્ટરેક્ટિવ અનુભવમાં પાર્ટિસિપન્ટ્સઓ શહેરભરમાં વિવિધ ચેકપોઇન્ટ્સ પર નેવિગેટ કરતા, ચેલેન્જીસને પૂર્ણ કરતા અને અન્ય લોકો સાથે આનંદ વહેંચતા જોવા મળ્યા.

ટ્રેઝર હન્ટ 2.0 ના ચેર વંદના નટાણીએ જણાવ્યું હતું કે, “ટ્રેઝર હન્ટ 2.0 એ માત્ર શોધના રોમાંચ વિશે જ નહોતું, પરંતુ આપણા સમુદાય સાથે જોડાવા, આપણા વારસાની ઉજવણી કરવા અને સહભાગીઓમાં સમુદાય અને સહાનુભૂતિની લાગણી કેળવવાનું હતું. સામેલ દરેક વ્યક્તિના જબરજસ્ત રિસ્પોન્સ અને એનર્જીએ આ ઇવેન્ટને ખરેખર ખાસ બનાવી છે.”

હન્ટ પછી, ભાગ લેનારાઓ એક ભવ્ય લંચ માટે એકઠા થયા, જ્યાં વિજેતાઓ અને ભાગ લેનારાઓને તેમના યોગદાન બદલ પુરસ્કારો આપવામાં આવ્યા.

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રમુખ સૌરભ ખંડેલવાલે જણાવ્યું કે, “આપણા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને ટ્રેઝરહન્ટ 2.0ની સફળતા રોટરી સમુદાયની ભાવના અને આપણા સભ્યોના સમર્પણનું આદર્શ ઉદાહરણ છે. અમે એક એવો કાર્યક્રમ યોજવા બદલ ગર્વ અનુભવીએ છીએ જેણે માત્ર આનંદ અને ઉત્તેજના જ નહીં પરંતુ સમાજને પાછું આપવાની અમારી પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.”

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન સ્પોન્સર્સ અક્ષય કુમાર (બ્રોઘર), રાજ લાલચંદાણી (રાજુ જાપાન) અને ડૉ. વિવેક મહેતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેમના ઉદાર સહયોગથી આ કાર્યક્રમ શક્ય બન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here