જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

0
27

સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે.

“હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ.

એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ.

સ્પેનનીમાર્વેલાની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો આજે આઠમો દિવસ,આરંભે એક પત્ર હતો, ૩૫ વર્ષના માનસવાટિકાનાંફ્લાવર-ક્ષત્રિય શ્રોતાએ પૂછેલું કે ગુરુકૃપાથીસાધુભાવ ઉતાર્યો છે,સાધુ નથી પણ સાધુનો આશ્રિત છું એનો આનંદ છે.પણ ક્યારેક સ્વભાવ આવી જાય છે ત્યારે બીક લાગે છે કે મારા કારણે સાધુને દાગ ન લાગે.

બાપુએ જણાવ્યું કે ખૂબ જૂનું નિવેદન મારું છે: જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.દયાનંદસરસ્વતિને એના સાધકોની પ્રશ્નોત્તરીની નાનકડી પુસ્તિકામાં પૂછાયેલું ત્યારે દયાનંદસરસ્વતિ કહે છે કે આ તમામ પ્રકારના ભેદ-જેમાં મનુષ્ય,કીટક,વૃક્ષ, પાણી,ભમરો-આ બધું તો પરમાત્માએ બનાવ્યું છે પણ જાતિ-પાતીની વ્યવસ્થા માનવ નિર્મિત છે.એ ગુણ અને કર્મ દ્વારા વર્ણવ્યવસ્થા કરવામાં આવેલી છે.પણ હવે જગતમાં સાધુબ્રાહ્મણ,સાધુવૈશ્ય,સાધુ ક્ષત્રિય અને સાધુસેવક શબ્દ આવવો જોઈએ. બાપુએ જણાવ્યું કે શાસ્ત્રમાં એક અનુસ્વાર,એક કાના-માત્રની ભૂલથી,નાનકડી એકાદ ક્ષણિક ભૂલથી પણ સદીઓ સુધી જમાનાને એ ભૂલ,શૂલની જેમ ખટકતી હોય છે.

એ પછી બાપુએ શૂન્ય પાલનપુરીને યાદ કરીને એના શેર વિશેની વાત કરી અને કહ્યું કે ક્ષત્રિયના બે લક્ષણ સાધુ થવા માટે પર્યાપ્ત છે:શૌર્ય અને ધૈર્ય.અને સાથે સાથે વિનમ્રતા હોય.સૌથી વધારે મોટો શૃંગાર એ સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર એ વિનમ્રતા છે. બાપુએ એ વિવાદાસ્પદ ચોપાઈ વિશે કહ્યું કે પહેલા એ પણ જોવું જોઈએ કે બોલ્યું કોણ છે?અહીં એ ચોપાઇ સમુદ્ર બોલે છે,એવો માણસ બોલે છે જેને કંઈ ખબર નથી.પાણી ઘણું છે,પણ બધું જ ખારું છે જેમ મોરનો સ્વભાવ બોલે ત્યારે મીઠો લાગે પણ એનો ખોરાક સાપોલિયા છે.

તન બિચિત્ર કાયર બચન,અહિ આહાર ચિત્ત ઘોર; જબ પ્રભુ ભયે પક્ષ ધર તબ ભયા યે મોર.

આ એ સમુદ્ર છે જેની સામે રામે સાત પ્રસ્તાવ રાખ્યા પણ સમુદ્ર માન્યો નથી.

સૌપ્રથમ વિનય કર્યો છે,એ પછી પ્રીત કરી,પછી નીતિશાસ્ત્ર રાખ્યું,જ્ઞાનની વાત કરી,વૈરાગ્યનો પ્રસ્તાવ રાખ્યો,શાંતિનો સંદેશ આપ્યો,હરિકથા કરી-બધા જ પ્રસ્તાવ વિફળ ગયા છે.

ક્ષત્રિયના ધર્મ વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે રામની વિનમ્રતા જુઓ!યુદ્ધમાં રાવણ ઘાયલ થયો ત્યારે રામે યુદ્ધ રોકીનેરાવણને આરામ કરવાનું કહ્યું. કોઈ સાધુ સ્ત્રીની નિંદા કરી શકે?નિંદક સાધુ જ ન હોઈ શકે.

કોઈએ લખેલું કે દરેક કથા પછી અમૂલ્ય પ્રસાદ મળે છે અને એ છે:આગલી કથાનો ઇન્તજાર.સુભાષ ભટ્ટ જેને ઝૂરાપો કહે છે.અહીંશબરીનોઝૂરાપો અને રાધાનોઝૂરાપો-રાધાને શ્યામ મળી ગયા,પછી નીકળી ગયા છે,જેમાં એક ચીખ છે,શબરીને મળ્યા જ નથી!

વિરહમાં પરમાત્મા ત્રણ પ્રકારે અતિથિ બને છે: સપનામાં આવીને મનના અતિથિ,ગુરુ દેખાય ત્યારે નયનના અતિથિ અને ગુરુ આપણે ત્યાં આવે એ ભવનનાઅતિથિ.ગોપીના એક આંસુમાં કેટલાય કબીર ડૂબી જાય એમ બાપુએ કહ્યું.આશ્રિત પોતાના સદગુરુ પાસે હોય કે સદગુરુ આશ્રિત પાસે?બાપુએ કહ્યું કે આપણી કોઈ ઓકાત નથી,ગજુ નથી;સદગુરુ જ આશ્રિતની પાસે હોય છે.

બાપુએ કહ્યું કે મને કોઈ વિશેષણ કે આચાર્ય કે કંઈ ખપનું નથી.હું માત્ર પંચાક્ષરીછું:મોરારીબાપુ.

જ્યાં બ્રહ્મસૂત્ર મારુ સત્ય,ઉપનિષદ મારો પ્રેમ અને ભગવત ગીતા કરુણા છે.

એ પછી ભુશુંડિનાં ન્યાયથી અતિ સંક્ષિપ્તમાં કથા ગાયન કરતા અયોધ્યામાં વિવાહ પછી અતિ સુખ ભોગવ્યા પછી વનગમનનો પ્રસંગ આવ્યો.દશરથમહારાજનું મૃત્યુ થયું અને છ વખત શા માટે રામ બોલે છે એની વાત કરી અને ભરત મિલાપના પ્રસંગમાં રામ દ્વારા પાદુકા મળે છે.એ પછી સીતા હરણનો પ્રસંગ કહેતા બાપુએ કહ્યું કે કૃષ્ણાવતારમાં હરણ ઘણી વખત થયું છે,પણ અપહરણ નથી થયું. અપહરણ ખતરનાક છે.એ પછી જટાયુનું બલિદાન અને સીતાશોધ વખતે ગીધની ઉત્તરક્રિયા પછી શબરીની મુક્તિ કરી અને સીતાનીશોધમાં ટુકડી ઉપડેછે.અંગદસંધિનો પ્રસ્તાવ લઈને જાય છે, નિષ્ફળ જાય છે.રામરાવણનું ભીષણ યુદ્ધ થાય છે અને રામરાજ્યાભિષેકની કથા બાદ પૂર્ણાહુતિની કથા આવતીકાલે સવારે સ્થાનિક સમય ૮:૦૦ વાગે કથા શરૂ થશે.

Box

કથા વિશેષ:

વર્ષોથી એક ચોપાઈને લઈને જે વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે એ ચોપાઈ:

ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી;

યે સકલ તાડના કે અધિકારી.

બાપુએ કહ્યું કે આ ચોપાઈ વિશે અનેક વખત ખુલાસાઓ કર્યા છે,પણ લોકો માનવા તૈયાર નથી. અને જાણે હું તુલસીની વકીલાત કરતો હોય એવું સમજે છે.તુલસીને કોઈની વકીલાતની જરૂર નથી. બાપુએ જણાવ્યું કે હું જે રામચરિતમાનસથીશીખ્યો છું ત્યાં આ પ્રકારનો પાઠ છે જ નહીં.

ત્યાં એવો પાઠ છે:

ઢોલ ગંવારશુદ્ર પશુ નારી;

સકલ તાડન કે અધિકારી.

ત્યાં ‘તાડના’ શબ્દ નથી.૩૦૦ વર્ષ પહેલાની હસ્તલિખિત પોથી-આજે પણ મારી પાસે છે.પણ આજે જે બધા પાઠ છે એ ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી મળે છે અને એ વખતે ખેમરાજવેંકટેશપ્રેસના પુસ્તકમાં મારા દાદા પાસેથી હું આ ભણેલો છું.

આ રીતે અત્યારના લોકો વગર વિચાર્યેપાઠભેદનેસમજ્યા વગર રામચરિતમાનસની ભયંકર ખરાબ ટીકા કરે છે.’તાડના’ ભાષાનો શબ્દ છે અને ‘તાડન’ સંસ્કૃતનો શબ્દ છે.તુલસીદાસ બંને ભાષાઓનો સંગમ કરે છે.તાડનાનો અર્થ છે:ફટકારવું,મારવું.પણ તાડન એટલે શિક્ષણ,શીખવવું,કોઈને અભણ ન રાખવું-એવું છે.ઢોલની શિક્ષા એટલે ઢોલને તાલમાં મેળવવો.ગંવાર એટલે જે અભણ છે એને ભણાવવું. અહીં શિક્ષણનો વૈશ્વિક સંદેશો છે.સેવકને વિદ્યાનો અભ્યાસ કરાવવો.પશુને શિક્ષિત કરવા,પલોટવા પડે છે.અનેસાધુમુખથીજાણ્યા વગર નિંદા શરૂ થઈ ગઈ તુલસીના સમયે શિક્ષણ ખૂબ ઓછું હતું અને ત્યારે તુલસીદાસે આ ક્રાંતિકારી કદમ,શિક્ષિત કરવા માટે આ લખેલું છે.પણ:

લમ્હોંને ખતા કી થી,સદીઓંને સજા પાઈ હૈ! રત્નાવલી ખૂબ જ ભણેલી હતી અને એ તુલસીજીનેશીખવે છે એવી વાત બાપુએ ઉદાહરણ સાથે આપી.

Box 2

આપણું શરીર એક પરિવાર છે.

આંખ મા પાસેથી મળે છે.

આપણો અવાજ આપણા બાપ પાસેથી મળે છે. આપણું હૃદય આપણાં ગુરુ પાસેથી મળે છે.

પીઠ એ પત્ની છે.

પુરુષને જ્યારે-જ્યારે મુશ્કેલીઓ આવી છે ત્યારે પીઠબળ નારીએ આપ્યું છે.

નારી કોઈ દિવસ લીડ કરવા માટે કૂદતી નથી પરંતુ પુશ કરવા માટે આવે છે.

જ્ઞાન ભક્તિને પુશ કરે છે અને ઈલમને ઇશ્ક પુશ કરે છે.

આપણા પગ એ પુત્ર છે,ગતિ પુત્ર કરાવે છે.

રક્ષા એ બહેન છે.

આપણો હાથ એ ભાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here