મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ

0
39

માનસ કંદરા’ મહેશ એન.શાહ.  કથા ક્રમાંક-૯૪૨

દિવસ-૧ તા-૭ સપ્ટેમ્બર.

“આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે”

“આ કંદરાઓ કારીગરોએ નહીં,પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે”

કથા ચમત્કાર નથી,સાક્ષાત્કાર છે.

“બધું જ છોડજો,ક્યારેય કથા ન છોડશો”

બીજ પંક્તિ:

એહિ બિધિ કથા કહહિ બહું ભાંતિ;

ગિરિ કંદરા સુની સંપાતી

તુરત ગયઉં ગિરિબર કંદરા;

કરૌં અજય મખ અસ મન ધરા

શ્રી સદ્ગુરુ જનાર્દન સ્વામી મહારાજ સંસ્થાન,ઇલોરા ગુફા પાસે,વેરુલ-,છત્રપતિ સંભાજીનગર, ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)ની પાવન ભૂમિ પર મંગલમૂરતિ ગણપતિબાપાનાં તહેવાર ગણેશ ચોથથી રામકથાનો મંગલ આરંભ થયો.

આરંભે બાપુએ પરમાત્માની અસીમ અને અહેતુ કૃપાથી આ પાવનભૂમિ ઉપર સમસ્ત પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરી અને મનોરથી રાજેશ અને એના પરિવાર તરફ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું કે:૧૨૦૦-૧૩૦૦ વર્ષ જૂની આ ગિરિ કંદરાઓ છે. આ બધી ગુફાઓનું દર્શન કરીને સંવાદ કરીશું.આ ભૂમિ અને આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે.કલા તો આજની ટેકનોલોજીથી પણ ઉત્પન્ન થઈ શકે છે પણ આ નીચેથી ઉપર નથી બનાવી પણ કહેવા દો-આસમાં સે ઉતારા ગયા હૈ!બાપુએ કહ્યું કે

અહીં વિશેષ સમન્વય થયો છે.અહીં કૈલાશ પણ છે, શિવજી,મહાભારત,રામાયણનો ઇતિહાસ, બૌદ્ધકાલીન અને મહાવીર કાલીન ગુફા ઉપરાંત આજે ગણેશ ચતુર્થી.ગણેશનો ઉત્સવ મહારાષ્ટ્રની આત્મા છે.ત્રીજું આજે સંવત્સરી પર્યુષણ પર્વ અને આ જ દિવસોમાં ઋષિ પંચમી પણ આવી રહી છે. વિષય તો મેં પહેલેથી કહી રાખેલો.રામચરિત માનસમાં કંદરા,ગુહા,ગુફા,ખોહ,બીબર,કંદર વગેરે શબ્દ તુલસીજીએ પ્રયોજ્યા છે.બધાના અર્થ અલગ અલગ છે અને કંદર અથવા તો કંદરા શબ્દ રામચરિત માણસમાં નવ વખત આવ્યો છે.બુદ્ધ અને મહાવીરને ૨૫૦૦ વર્ષ થયા એ પછી ૧૫૦૦ વર્ષ પછી આ ગુફાઓ બની છે.

ઓશોએ તો એવું કહ્યું કે આ કંદરાઓ કારીગરોએ નહીં પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે.આપણે ત્યાં ગુફાઓમાં યજ્ઞ,ધ્યાન,સમાધિ થતી હોય છે, સાધના પણ થતી હોય છે,યોગ પણ થતો હોય છે. ઇલોરાનો એક અર્થ પ્રકાશ અથવા તો ઈશ્વરનો પ્રકાશ એવો થાય છે.અહીં આપણે મહત્વની ચાર ગુફાઓને કેન્દ્રમાં રાખીને સંવાદ કરીશું.એક ગુફા

હિમગિરિ ગુહા એક અતિપાવની;

બહત સમીપ સુરસરિ સુહાવની.

બીજી એક વ્યાસ ગુફા છે.બદ્રીનાથમાં નારદ જાય છે નારદને શ્રાપ હોય છે કે ક્યાંય સ્થિર રહી શકશે નહીં પણ અહીં જઈને ગંગાજીમાં સ્નાન કર્યા પછી નારદ પણ સ્થિર બને છે,એને સમાધિ લાગે છે.

સુમિરત હરિહિ સાપ ગતિ બાંધી;

સહજ બિમલ મન લાગી સમાધિ.

અહીં એના શ્રાપની ગતિ અટકી જાય છે.અહીં મન શબ્દ આવ્યો છે એટલે આ મનની ગુફા છે.એક ગુફા જ્યાં રામ લક્ષ્મણ ચાતુર્માસ કરે છે.એક ગુફામાં વાલી અને સુગ્રીવ માયાવીને મારવા માટે જાય છે. એક આ સંપાતીની ગુફા છે.આ રીતે એક મનની,એક બુદ્ધિની,એક ચિતની,એક અહંકારની અને એક એ બધાથી પર એવી ગુફા છે.ગુફામાંથી જ નિર્વાણ, સમાધિ,ધ્યાન,યોગસિદ્ધિ,યજ્ઞ વગેરે આવ્યા છે. ગુફાઓ રહસ્યપૂર્ણ છે.બાપુએ વારંવાર કહ્યું અહીં પણ યાદ કરાવ્યું કે બધું જ છોડજો પણ ક્યારે કથા ન છોડતા. કારણ કે ક્યારેક એવી ટીકા થાય છે કે આવડી મોટી કથાઓ કરવાને બદલે પ્રવચનો કરો! બાપુએ કહ્યું કે આપના પ્રવચનોની અમે ટીકા કરતા નથી આપ પ્રવચન પણ કરો.કથાઓ અમે કરીશું અહીં જે બે પંક્તિ લીધેલી છે એમાં એક સંપાતી અને બીજું મેઘનાથનો પ્રસંગ છે.બંનેમાં જામવંત મુખ્ય પાત્ર છે.એક કિષ્કિંધા કાંડ અને એક લંકાકાંડનો સંદર્ભ અહીં જોવો પડશે.

બાપુએ કહ્યું કે કથા ચમત્કાર નથી,કથા સાક્ષાત્કાર છે.

મંગલાચરણનો આરંભ કરતા રામચરિત માનસના સાત સોપાનો અને પ્રથમ સોપાન બાલકાંડનો મંત્ર અને એ દ્વારા વંદના પ્રકરણનો આરંભ થયો.સાત શ્લોકમાં ગણપતિવંદન,વાણી અને વિનાયકની વંદના થઇ.ક્રમમાં ભવાની શંકર,મધ્યમાં શંકરરૂપી ગુરુ અને પછી સિતારામની વંદના,ગ્રંથવંદના બાદ લોકબોલીમાં સોરઠાઓમાં પંચદેવની વંદના થઇ.એ જ ક્રમમાં ગુરુવંદના બાદ હનુમંત વંદના પર કથા અટકી.

Box

કથા વિશેષ:

જનાર્દન સ્વામી સંસ્થા અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇલોરા ગુફાઓ

જનાર્દન સ્વામી સંસ્થાન એ ઔરંગાબાદ(મહારાષ્ટ્ર) ભારતના યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇલોરા ગુફાઓ પાસે સ્થિત એક ધાર્મિક સંસ્થા છે.આ સંસ્થા ૧૯મી સદીમાં થયેલા સંત જનાર્દન સ્વામીની ફિલસૂફીને સમર્પિત છે.

ઈલોરા ગુફાઓ તેમના પ્રભાવશાળી રોક-કટ આર્કિટેક્ચર અને શિલ્પો માટે જાણીતું એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે.અહીં કુલ ૩૪ગુફાઓ છે,જે બૌદ્ધ,હિંદુ અને જૈન ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે.આ ગુફાઓ ૫મી થી ૧૦મી સદી-ઇસવીસન પૂર્વની છે અને તેને પ્રાચિન ભારતીય કલા અને સંસ્કૃતિનું નોંધપાત્ર ઉદાહરણ માનવામાં આવે છે.

જનાર્દન સ્વામી સંસ્થાન ઇલોરા ગુફાઓની નજીક આવેલું છે,જે જનાર્દન સ્વામીના ઉપદેશોને પ્રોત્સાહન આપવા અને સમુદાયની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે.

જનાર્દન સ્વામી (૧૭૭૦-૧૮૩૫)મહારાષ્ટ્ર,ભારતનાં એક સંત અને આધ્યાત્મિક નેતા હતા.તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ ઝૂકાવ હતો.તેમણે ભગવદ્ ગીતા,ઉપનિષદો અને પુરાણો સહિત વિવિધ શાસ્ત્રો અને દાર્શનિક ગ્રંથોનો અભ્યાસ કર્યો.

જનાર્દન સ્વામીના ઉપદેશોમાં

૧-ભગવાન પ્રત્યે ભક્તિ (ભક્તિ).

૨-ગુરુ-શિષ્ય પરંપરા(ગુરુ-શિષ્ય સંબંધની પરંપરા)

૩-માનવતા માટે નિઃસ્વાર્થ સેવા (સેવા).

૪-સાદું જીવન અને ભૌતિકવાદથી અલગતા(સાદગી).

૫-આંતરિક શુદ્ધિકરણ અને આધ્યાત્મિક વૃદ્ધિ.(આધ્યાત્મિકતા)

તેમણે ભગવાન વિઠ્ઠલ (ભગવાન કૃષ્ણનું સ્વરૂપ)ની ઉપાસનાની હિમાયત કરી અને તેમના અનુયાયીઓને આધ્યાત્મિક મુક્તિ મેળવવા માટે “ઓમ વિઠ્ઠલ” મંત્રનો જાપ કરવા પ્રોત્સાહિત કર્યા.

જનાર્દન સ્વામીના વારસામાં:

૧-ઈલોરા (ઔરંગાબાદ)માં જનાર્દન સ્વામી સંસ્થાનની સ્થાપના

૨-મહારાષ્ટ્રમાં અનેક મંદિરો અને મઠ (મઠો)ની સ્થાપના

૩-ઘણા શિષ્યોને તેમની આધ્યાત્મિક પરંપરામાં દીક્ષા આપવી

૪-મરાઠીમાં ભક્તિ ગીતો અને સાહિત્યની રચના

તેમના ઉપદેશો અને ફિલસૂફીએ શેગાંવના પ્રખ્યાત સંત શ્રી ગજાનન મહારાજ સહિત ઘણા સાધકો અને સંતોને પ્રેરણા આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here