પૂર્વાનું વાયરલ ગરબા ” #AavatiKalay “માટે ગુજરાતના સીએમએ કર્યું સન્માન

0
23
  • પીએમએ લખેલા અને પૂર્વાએ ગાયેલા ગરબા ” #AavatiKalay ” માટે ગુજરાત સીએમએ કર્યું સન્માન
  • ગુજરાતના સીએમએ પૂર્વા મંત્રીનું વાયરલ ડાકલા ગરબા ” #AavatiKalay” માટે કર્યું સન્માન
  • પીએમ મોદી દ્વારા લખાયેલ  ગરબો#AavatiKalay  પૂર્વાએ ગાઇને તેની પ્રસ્તુતિ પણ પોતે કરી છે

ગુજરાત 18 ઓક્ટોબર 2024: અંકલેશ્વરનવરાત્રિમાં તેના અદભૂત ગરબા ગાયનથી ખૈલેયાઓને મંત્રમુગ્ધ કરનાર ભારતની પોપ સ્ટાર પૂર્વા મંત્રીનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમા ગરબા નાઇટ કાર્યક્રમ દરમિયાન પૂર્વાને આ સન્માન તેના વાયરલડાકલા ગરબા  #AavatiKalay માટે મળ્યું હતું જે પીએમમોદીએ લખ્યું છે.

તાજેતરમાં પૂર્વાએ તેના અનોખા ગરબા ટ્રેક ” #AavatiKalay “ ગાઈને રાષ્ટ્રીય ઓળખ મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેક બીજા કોઈએ નહીં પરંતુ માનનીય વડાપ્રધાન મોદીએ પોતે લખ્યો છે. પૂર્વા પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેને આ તક મળી અને બધાએ તેના ખૂબ વખાણ પણ કર્યા છે.

નવરાત્રિનીસિઝનમાંપૂર્વાના આ નવા રિલીઝ થયેલા ગરબા ઝડપથી ખૈલેયાઓના પ્રિય બની ગયા .  દેશભરના મુખ્ય ગરબા કાર્યક્રમોમાં તે વગાડવામાં આવતા હતા.

આ ટ્રેકની ખાસ વાત એ છે કે વડાપ્રધાનેટ્વિટર (એક્સ) પર પૂર્વાના ગાયનની વ્યક્તિગત રીતે પ્રશંસા કરી છે. પોતાના ટ્વીટમાંપીએમમોદીએ કહ્યું, “હું પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આ ગરબાને ખૂબ સુરીલી રીતે ગાઇને રજૂ કરવા બદલ આભાર માનું છું.”

વડા પ્રધાનના આ વખાણ માત્ર નવરાત્રિના સાંસ્કૃતિક મહત્વને જ નહીં પરંતુ આ ગરબા ગાવામાંપૂર્વાનું અસાધારણ યોગદાન પણ દર્શાવે છે.

આ સન્માન પર બોલતા, પૂર્વા મંત્રીએ કહ્યું, “શરદ પૂર્ણિમાના શુભ અવસર પર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી સન્માન મેળવીને હું  ખુશ થવાની સાથે ખૂબ નમ્રતા અનુભવું છું. નવરાત્રિમાં આ ગરબા ગાવા બદલ હું ધન્યતા અનુભવું છું. આ ગરબાને ઘણા લોકોએ પસંદ કર્યો છે.

” #AavatiKalay “ માટે પૂર્વા મંત્રીએ માત્ર પોતાનો અવાજ  જ નથી આપ્યો નથી, પરંતુ તે પોતે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યા છે. તે ભારતીય સંગીત ઉદ્યોગમાં એક સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે. તેમને એક પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખવામાં આવે છે જેઓ આધુનિક સંગીતને પરંપરાગત લોકગીતો સાથે અનોખી રીતે મિશ્રિત કરે છે. ” #AavatiKalay “એ તેમને ભારતીય સંગીત જગતમાં અગ્રણી કલાકાર તરીકે સ્થાપિત કરવામાં મોટો ફાળો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here