સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ
ગુજરાત, અમદાવાદ 12 જાન્યુઆરી 2025: ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં કામ કરતા 34 શિક્ષક ભાઈ બહેનોના નામની ઘોષણા કરવામાં આવી છે.
પ્રમુખશ્રીદિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીન કુમાર પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં34 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. આ દરેક શિક્ષકોને ચિત્રકૂટ ધામ તલગાજરડા તરફથી રૂપિયા 25,000 નો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલા અને શાલ સાથે અર્પણ કરવામાં આવશે.
આગામી તા. 15 ને બુધવારના રોજ સવારે 9.30 કલાકે તલગાજરડા ખાતે યોજાનારકાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પૂ. સીતારામબાપુઅધેવાડા આશ્રમ દ્વારા પણ શિક્ષકોને આશીર્વાદ સાથે સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના બે લાખ જેટલા પ્રા.શિક્ષકોમાં અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતોગણાતો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ પૂ.મોરારીબાપુ દ્વારા છેલ્લા 25 વર્ષથી એનાયત થાય છે.
અત્રેનોંધનીય છે કે આ પારિતોષિકની શરૂઆત સને 2000 ની સાલથી કરવામાં આવી છે.જેની પસંદગીનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ દ્વારા થાય છે. આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવશે.
— ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદ થયેલ શિક્ષકો —
1, મનહરભાઈ પટેલ વાંકન પ્રાથમિક શાળા જી. ડાંગ
2, લતાબેન પટેલ રાનીપરજ પ્રાથમિક શાળા જી. વલસાડ
3, દિનેશભાઈગાયકવાડગણધા જી. નવસારી
4, જયંતીભાઈ પટેલ વાંસવા જી. સુરત
5, સંજયભાઈ ચૌધરી ઊંચા માળા જી. તાપી
6, કિશોરભાઈ પટેલ રાજપારડી જી. ભરૂચ
7, શાંતિલાલ ભોઈગોરા જી. નર્મદા
8, કામાંગીનીબેન પટેલ અલવા જી. વડોદરા
9, અરજણભાઈડીંડોરનસવાડીવાઘજ જી. છોટાઉદેપુર
10, નરેન્દ્રગીરી ગોસ્વામી સિંહોજ જી. ખેડા
11, રીનાબેન શાહ મોટી સંખ્યા જી. આણંદ
12, જીગ્નેશભાઈ પટેલ ચેખલા જી. ગાંધીનગર
13, રઘુભાઈ ભરવાડ ટીંબા ગામ જી. પંચમહાલ
14, ઉમેશભાઈપુવારકણજરા જી. મહીસાગર
15, મુકેશનીનામા લીમડી જી.દાહોદ
16, રમેશકુમાર સાધુ વેટલા જી. સાબરકાંઠા
17, પ્રકાશભાઈ તરલ જી. અરવલ્લ
18, નયનાબેન સુથાર ભાન્ડુપરા જી. મહેસાણા
19, ગોવિંદભાઈ દેસાઈ વાગડોદજી.પાટણ
20, અમરાભાઇ પટેલ ગગાણા જી. બનાસકાંઠા
21, કૃપાબેન નાકર ભુજ જી. કચ્છ
22, કૌશિકભાઇ પ્રજાપતિ ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર
23, અનિલભાઈવૈષ્ણવનીમાખાવડ જી. રાજકોટ
24, અનિલકુમારભટાણીયામોરબી
25, હિંમતભાઈ રાઠોડ ધ્રુપકાજી. ભાવનગર
26, વિનોદભાઈ શિયાળ ગઢડા જી. બોટાદ
27, લાખાભાઈ છગનભાઈ કાતરીયા કોટડીપરા જી. અમરેલી
28, બહાદુરસિંહવનરાજસિંહ વાળા અલિન્દ્રાજીલ્લોજુનાગઢ
29, મણીબેન કરંગીયાદેદા જી. ગીર સોમનાથ
30, દર્શનાબેનમાવદીયા છાયા જી. પોરબંદર
31, દેવાંગીબેનબારૈયા હરિયાણા જી. જામનગર
32, ડો.રણમલપરમારજુવાનપુર જી. દેવભૂમિ દ્વારકા
33, અરવિંદભાઈ પટેલ ગાંગરેટીયા વડોદરા
34, પ્રહલાદભાઈ ગજ્જર રાજવાળા જી. અમદાવાદને આ એવોર્ડ અર્પણ કરીને પૂ.મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.