ગુજરાત, અમદાવાદ, જુલાઈ 2024: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ની પ્રેરણાથી પર્યાવરણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું- ભૂપેશભાઈ પ્રજાપતિ પ્રમુખ NPP સેવા ટ્રસ્ટ
સહકારી ક્ષેત્રના આગેવાન બીપીનભાઈ ગોતા ની પ્રેરણા પણ અન્ન સેવા અને પર્યાવરણ સેવા માટે હંમેશા અગ્રેસર રહી – ભુપેશભાઈ પ્રજાપતિ
અમદાવાદના શહેરીજનો માટે હર હમે કાર્ય કરતું એવું એન પી પી સેવા ટ્રસ્ટ જન સુધી અન્ન પહોંચે તે માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વખતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રમિક વસાહતોમાં રહેતા લોકો સુધી અન્ન પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી. 17મી તારીખે ન્યુ વાસણા રોડ ઉપર આવેલા વિવિધ શ્રમજીવી વસાહતોમાં તેમજ 18 મી તારીખે ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં શ્રમિક વસાહતોમાં લોકોને અન્નનું વિતરણ કરવામાં આવ્યું. આ સમયે એનપીપી સેવા ટ્રસ્ટના આગેવાનો સૌ સાથે રહ્યા હતા અને અન્ન વિતરણ થકી આશીર્વાદનો લહાવો લીધો હતો.
આગામી સમયમાં પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે પણ એનપીપી સેવા ટ્રસ્ટ હરહમેશ કાર્ય કરતું આવ્યું છે. ત્યારે આ વખતે પણ દેશને હરિયાળો બનાવવા ગુજરાતને હરિયાળુ બનાવવા તરફ કાર્ય કરવા જઈ રહ્યું છે. રાજ્યનું વાતાવરણ શુદ્ધ થાય અને ગરમીથી લોકોને ઠંડક મળી રહે તેને લઈને એનપીપી સેવા ટ્રસ્ટના પ્રમુખ ભૂપેશભાઈ પ્રજાપતિ તેમજ અન્ય કાર્યકર્તાઓ આ વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવાના છે. એનપીપી સેવા ટ્રસ્ટના પ્રમુખ ભુપેશભાઈ પ્રજાપતિએ સૌ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે તેમણે વધુમાં કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ આના માટે તેમને હંમેશા પ્રેરણા આપતા આવ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ તેઓ ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ ગ્રીન ઇન્ડિયા બનાવવા તરફ હંમેશાં તત્પર રહે છે. અને આ સેવામાં સહકારી ક્ષેત્રના અગ્રણી એવા બીપીનભાઈ ગોતાનું પણ વિશેષ પ્રદાન રહ્યું છે સૌના માર્ગદર્શન હેઠળ અમે આ ભગીરથ કાર્ય સતત કરતા રહીએ છીએ. દેશને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા અને વધુમાં વધુ ઝાડ વાવવા માટે ભુપેશભાઈએ તમામ લોકોને અપીલ પણ કરી છે.
જય જય ગરવી ગુજરાત જય ભારત