રાજ્યના રક્તરંજિત શહેરોમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

0
18

ગુજરાત, અમદાવાદ ૧૭ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે રાજ્યના કેટલાય શહેરો રક્તરંજિત બન્યા હતા. રાજકોટ ગાંધીધામ જૂનાગઢ અને ગાંઘીનગર ખાતે અકસ્માતમાં ૯ લોકોના મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં બેકાબૂ બનેલી સીટી બસે ચાર લોકોનાં પ્રાણ હરી લીધા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ગાંધીનગર ખાતે મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. તેના પરિવારને ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ત્રણ આશાસ્પદ યુવાનોનું મોત થતાં તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવી છે. ગાંધીધામ નજીકના ગામે બેકાબૂ બનેલી એસ ટીની બસ હેઠળ એક યુવતીનું મોત નિપજયું હતું તેના પરિવાર ને પણ ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ તમામ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ઉપરોક્ત ઘટનાઓમાં માર્યા ગયા છે તેની વિતજા સેવા કથાના શ્રોતા શ્રી નિલેશભાઈ જસાણી દ્વારા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here