કુંભ ક્ષેત્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

0
15

ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫:પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં છતીસગઢનાં ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે તેમની બોલેરો જીપ બસ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. છત્તીસગઢના કોરબા જીલ્લાના ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે મિરઝાપુર પ્રયાગરાજ હાઇવે પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સામેથી આવતી બસ સાથે બોલેરો ગાડી અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ ૧૦ યાત્રીકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને છતીસગઢ મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહેલી રામકથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here