ઝાંસી હોસ્પિટલમાં માર્યા ગયેલા બાળકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિજનોને સહાય

0
15

અમદાવાદ 16 નવેમ્બર 2024: પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે અત્યંત કરુણ બનાવ બનવા પામ્યો છે જેમાં એક હોસ્પિટલની અંદર 10 નવજાત શિશુઓ જીવતા મૃત્યુ પામ્યા છે. ગઈકાલે મઘરાતે બનેલા આ બનાવમાં ઝાંસી સ્થિત રાણી લક્ષ્મીબાઈ હોસ્પિટલના ચીલ્ડ્રનવોર્ડમાં ભયાનક આગ લાગી હતી. એ વોર્ડમાં 39 જેટલાં શિશુઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આગ વિકરાલ બની હતી અને તે કરુણ ઘટનામાં 10શિશુઓના દુઃખદ મોત નીપજ્યા હતા.

પૂજ્ય મોરારીબાપુને આ સમાચાર પ્રાપ્ત થતા તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા તમામ નવજાત શિશુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળીને રૂપિયા, 1,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે વારાણસી સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here