Home ગુજરાત પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ
અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.
પૃથ્વી પરના ઇન્સાન માટે જે જે સદ્દગુણો જરૂરી હોય એ આ ઈન્સાને આત્મસાત કરેલા, ધન્ય છે. આપની વિદાયને વંદન, શ્રદ્ધાંજલિ. પરિવારજનોને દિલસોજી પાઠવું છું.