પૂજ્ય ડોંગરેજી મહારાજના ત્યાગ ના તુલે કોઈ ના આવી શકે -પૂજ્ય મોરારીબાપુ

0
20
પૂજ્ય મોરારીબાપુ એ બ્રહ્મલિનડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ એ ભાવાંજલિઅર્પિત કરી

અમદાવાદ ૨૧ નવેમ્બર ૨૦૨૪: પૂજ્ય બ્રહ્મલીનશુકદેવજી અવતાર એવા ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરેમહુવા ના સેવા સંસ્કાર આશ્રમ ના સત્સંગ હોલ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા ભાવાંજલિસ્મારણજલી અર્પણ કરવામા આવી હતી

પૂજ્ય બ્રહ્મલીન કરુણાઅવતાર એવા શ્રી ડોંગરેજી મહારાજ  1990 કારતક વદ છઠ્ઠ ના દિવસે દેહ નો ત્યાગ કરી શ્રીજી ચરણ પામેલા ત્યાર થી લઇ પુરા દેશ મા આ દિવસે પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથી ધાર્મિક આયોજન સાથે પૂજા અર્ચન સાથે ઉજવવામાં આવતી હોય છે ત્યારે મહુવા મા પણ દર વર્ષે પૂજ્ય ડોંગરેજી મહારાજ ના આશીર્વાદ સાથે શરૂ થયેલ મહુવા ના કુબેર નાથ મહાદેવ મંદિર મા આવેલ સેવા સંસ્કાર ના આશ્રમ ખાતે પૂજા અર્ચન સાથે વિશાળ ભક્તજનો ની હાજરી મા પૂજ્ય મહારાજશ્રી ની પુણ્યતિથિ મહોત્સવ પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા મા ઉજવાતો રહ્યો છે તેવી જ રીતે આજે પણ પુણ્યતિથી મહોત્સવ પૂજ્ય બાપુ ની ભાવાંજલિ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભાવાંજલિ વ્યક્ત કરતા પૂર્વે પૂજ્ય બાપુ  દર વર્ષ ની જેમ મહુવા ના અખંડ રામધૂન સંકીર્તન મંદિર ખાતે પધાર્યા હતા અને દર્શન કરી સમૂહ કીર્તન નો લાભ લઇ પૂજ્ય બાપુ સેવા સંસ્કાર આશ્રમ ખાતે પધારી પૂજ્ય ડોંગરેજી મહારાજ નું ભાવ પૂજન કર્યું હતું તો સંસ્થા વતી ટ્રસ્ટીશ્રીજયપ્રકાશભાઈ દોશી દ્વારા પૂજ્ય બાપુ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ  પૂજ્ય બાપુ એ સંસ્થા દ્વારા વર્ષો થી થતી મૂક સેવા અને મૂક સેવકો ને યાદ કરી વરિષ્ઠ વડીલ સેવક શ્રી રામકૃષ્ણભાઈ મહેતા નું સન્માન પૂજ્ય બાપુ એ શાલ અર્પણ કરી  ને કર્યું હતું સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા

તો ભાવંજલિ વ્યક્ત કરતા પૂજ્ય બાપુ એ ડોંગરેજી મહારાજ સાથે ના સંસ્મરણો ને યાદ કરી પૂજ્ય ડોંગરેજી મહારાજ ના જીવન ભર ના ત્યાગ ની અને સિદ્ધાંત ની વાત કરી  પૂજ્ય ડોંગરેજી મહારાજ ના જીવન મા મુખ્યત્વે ત્યાગ, તપ, તેજ ખાસ જોવા મળેલા જેની કોઈ તુલના ના કરી શકે તેમ કહી આગળ પૂજ્ય બાપુ એ કહેલ તેમની દરેક કથા લોક કલ્યાણ અર્થે અને સમાજ ના કલ્યાણ અર્થે રહી હતી અન્નક્ષેત્ર અને સંસ્કૃત પાઠશાળા ના નિર્માણ મા ખુબ મહત્વનું યોગદાન મહારાજશ્રી નું રહ્યું છે તેમ વાત કરતા પૂજ્ય બાપુ એ કહેલ કે મારા પ્રત્યે ખુબ જ સ્નેહ અને પ્રેમ મહારાજશ્રી નો છેલ્લે સુધી રહ્યો હતો તે મારા માટે એક આશીર્વાદ સમાન છે, અને કીર્તન ના મહિમા અને કથા મા મહારાજ શ્રી દ્વારા થતા કીર્તન થી શ્રાવક ભાઈઓ બહેનો જે ભાવ વિભોર બનતા તે પ્રિય કીર્તન ને યાદ કરી પૂજ્ય બાપુ એ આદરભાવ સાથે વંદન પ્રણામ સાથે પૂજ્ય મહારાજશ્રી કીર્તન નું સમૂહ ગાન કરી પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ ના અવસરે પૂજ્ય બાપુ દ્વારા ભાવાંજલિઅર્પિત કરવામાં આવી હતી

આ પ્રસંગે મહુવા ના ભક્તજનો સાથે મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઑ એ ખાસ ઉપસ્થિત રહી ભાવંજલિ નો ધાર્મિક લાભ લીધો હતો તો સમગ્ર કાર્યક્રમ ના મંચ સંચાલન ની સેવા ડૉ.ઉમેશભાઈજૉષી એ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here