ફ્રાન્સમાં આવેલ વિનાશક વાવાઝોડામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

0
10

તાજેતરમાં જ ફ્રાન્સનામેયોટ ટાપુ પર વિનાશક ચીડો વાવાઝોડું આવ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. હિંદી મહાસાગરમાં આવેલા આ ટાપુ મેયોટ પર છેલ્લા ૯૦ વર્ષોમાં ન ફૂંકાયું હોય તેવું પ્રચંડ વાવાઝોડું આવ્યું હતું જેમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે તેવી આશંકા સેવાઈ રહી છે. હજારો લોકો બેઘર બન્યા છે. ૨૨૦ કીમીની ભયંકર સ્પીડમાં પવન ફૂંકાયો હતો અને જાનમાલની ભારે ખુવારી થઈ છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિના મતે આ સદીનું સૌથી વિનાશક વાવાઝોડું ફૂંકાયું છે. જે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા મેયોટ ટાપુ પર બેઘર બનેલા તેમજ માર્યા ગયેલા લોકો તરફ સંવેદના વ્યક્ત કરી છે. આ ટાપુ પર ૭૫ ટકા  લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. જેઓ બેઘર બન્યા છે તેમના પૂનઃ:વસન માટે તેમજ  તત્કાલ સહાયતા અર્થે વર્લ્ડ સેન્ટ્રલ કિચન સંસ્થાને ૨૫,૦૦,૦૦૦ રુપિયા પચ્ચીસ લાખની સહાય અર્પણ કરી છે. આ રાશિ લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પરિવારજનો દ્વારા સેવા રુપેવિતરીત કરવામાં આવશે. યુરોપિયન કરન્સી અનુસાર આ રકમ ૨૮,૦૦૦ યુરો થવા જાય છે. પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here