પૂજ્ય મોરારી બાપૂએ આતંકવાદના ખાત્મા માટે દેશવાસીઓને અભિનંદન આપ્યાં

0
6

નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૭ મે ૨૦૨૫: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને આતંકવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે આતંકવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ પ્રયોગ (ઓપરેશન) કરાયો હતો. હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું. તેમણે દેશની જનતાને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી કામગીરી કોઇ દેશ, તેની સેના ઉપર નથી, માત્રને માત્ર આતંકવાદ અને આતંકવાદના આકાઓ ઉપર છે. ફરી એકવાર દરેકને અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here