માય વ્યાસપીઠ ઇઝ ઓલવેઝ વીથ યોર પ્રોગ્રામ્સ.

0
24

વ્યાસપીઠનું કામ આજ છે-દિલ સુધી જવાનું.

ચોપાઇઓ મંત્રાત્મક,સૂત્રાત્મક,સત્યાત્મક, સ્નેહાત્મક છે.

છઠ્ઠા દિવસની કથાનાં આરંભે બાપુએ કહ્યું કેઅહીંના જનરલ સેક્રેટરી-જે મુખ્ય છે-એ પોતાના કાર્યક્રમ સંદર્ભે અમેરિકાની બહાર છે,પણ ડેપ્યુટી જનરલ સેક્રેટરી-જે બહેન છે-એની સાથે ગઈકાલે ઓફિસિયલ મુલાકાત થઈ.એણે ભારતીય શાસ્ત્ર વિશે બહુ સરસ વાત કરી.એણે કહ્યું કે:બાપુ! અમે સાંભળ્યું છે કે તમે આ વિશ્વ સંસ્થાની પરિક્રમા કરી. પણ એ તો બહાર-બહારથી હતી.હવે આપ અમારા હૃદયમાં આવી ગયા છો.

બાપુએ કહ્યું કે વ્યાસપીઠનું કામ આજ છે-દિલ સુધી જવાનું.

બાપુ એ પણ જણાવ્યું પછી મેં તૂટી-ફૂટી મારી અંગ્રેજીમાં પાટીમાં લખીને કહ્યું કારણ કે મારે મૌન હતું.મેં લખ્યું:”માય વ્યાસપીઠ ઇઝ ઓલવેઝ વીથ યોર પ્રોગ્રામ્સ.વર્લ્ડપીસ,પ્રોગ્રામ એટસેટરા..”

બાપુએ કહ્યું કે આ કોઈ પહેલો પ્રયાસ નથી.કથાના રૂપમાં જરૂર નિમિત બની ગયા છીએ.આ સંસ્થાના ૧૭ કાર્યક્રમ હેતુ છે,અને ગુરુકૃપા,ભગવત કૃપા, ભારતવાસીઓની શુભકામનાથી આમાંની ૧૬ કથાઓ થઈ છે.જેની યાદી પણ બાપુ કહે મારી પાસે છે.

ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે:

વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી,માથે ધરુ ધૂળ વસુંધરાની;

વિશ્વ માનવ બનવા માટે જોઈએ મોકળું મન,વિશાળ હૈયું,જેમાં સહુને સ્થાન હોય.

એ ડેપ્યુટી સેક્રેટરી બહેને એમ પણ કહ્યું કે વિશ્વ શાંતિના કાર્યક્રમો લઈ અમે જઈએ છીએ.પણ હજી પણ ઘણા લોકો એનો સ્વિકાર કરતા નથી.સારું થયું કે આપની કથા આવી,અમને પણ બળ મળશે બાપુએ કહ્યું હતું કે:અહીં નરસિંહ મહેતાની મૂર્તિ પણ હોવી જોઈએ.મહાત્મા,મંડેલા અને મહેતા,બાપુ કહે આ સિંહ રાશિ વાળા જ આવા કામ કરી શકે.

યુનોના ૧૭ કાર્યક્રમો-હેતુઓ માટે જાણે-અજાણ્યે ૧૬ કથાઓ થઇ છે એની યાદી બાપુએ જણાવી:

૧-ગરીબી હટાવ-માનસ ગરીબ નવાઝ(અજમેર)

૨-કૃષિ,પરમારથ-માનસ પરમારથ(બિહાર)

૩-કલ્યાણ,ઔષધિ-માનસ ઔષધ(મુંબઇ)

૪-શિક્ષા,કલા-માનસ વિદ્યાભવન(ભવન્સ ક્લબ)

૫-જાતિ,લિંગ સમાનતા-માનસ કિન્નર(થાણે)

૬-સ્વચ્છતા અભિયાન-માનસ સ્વચ્છતા(અમદાવાદ)

૭-શક્તિ-ઉર્જા-માનસ આદિશક્તિ(માતાનો મઢ)

૮-સેવા માટે-માનસ સેવાધરમ(નડીઆદ)

૯-સંવાદ

૧૦-ભાઇચારા માટે-માનસ સંવાદ(ઇંદોર)

૧૧-બધાનું જોડાણ-માનસ સેતુબંધ(કોટેશ્વર)

૧૨-શહેર-ગ્રામ્ય જોડાણ માટે-માનસ વિચરતિ જાતિ(એંગ્લા).

૧૩-સુશાસન માટે-માનસ સુરાજ(તર્ણાવતી ક્લબ-અમદાવાદ).

૧૪-એકતા માટે-માનસ સેતુબંધ(સ્ટીમર કથા)

૧૫-નવા જીવન માટે-માનસ નવજીવન(અમદાવાદ)

૧૬-શાંતિ વિસ્તાર માટે-માનસ શાંતિ નિકેતન(પશ્ચિમ બંગાળ).

અને આ ચાલી રહી છે એ સત્તરમી.

મારા માટે માનસની ચોપાઇઓ મંત્ર છે.મંત્ર ત્રણ પ્રકારનાં પરિણામ આપે છે:વ્યાધિની માત્રા ઓછી કરે,વિપત્તિની માત્રા ઓછી કરે,અપમૃત્યુ ન થવા દે.અરે માણસનાં ખરાબ લેખ પણ બદલી નાંખે છે.

ચોપાઇઓ મંત્રાત્મક,સૂત્રાત્મક,સત્યાત્મક,સ્નેહાત્મક છે એનો વારંવાર પાઠ-ઘનપાઠ કરવાથી એની ગુણવત્તા વધી જાય છે.

રામજન્મ બાદ એક મહિનાનો દિવસ થયો.શિવજી રામલીલાનું દર્શન કરવા કોઇને કહ્યા વગર અયોધ્યા ગયા.એક મહિના સુધી રોકાયા.પાર્વતીને થયું કે ર્યાં ગયા હશે?ગણ આદિને પૂછ્યું તો બતાવાયું કે અયોધ્યા જવાનું કહેતા હતા.નંદીને પણ સાથે નથી લઇ ગયા.પાર્વતીએ ત્રણ દેવીને તૈયાર કરી.એક હિમાલયથી-પોતે,બીજા છીર સાગરથી- લક્ષમીજી,ત્રીજા બ્રહ્મલોકથી-સરસ્વતીજી.ત્રણે અગાઉથી અયોધ્યા પહોંચી-એ સમગ્ર બાળલીલાનો પ્રસંગ વિસ્તારથી કહ્યો.નામકરણ અને વિદ્યા સંસ્કાર

ચારે ભાઇઓનાં નામ ગુરુ વસિષ્ઠ દ્વારા રાખવામાં આવ્યા.વિશ્વામિત્ર સાથે વનગમન અને રસ્તામાં તાડકા આદિનો વધ કરી અહલ્યા ઉધ્ધારની માર્મિક કથાનું ગાન કરી જનકપુરમાં સુંદર સદનમાં નિવાસ સુધીની કથાનો સંવાદ કરી આજે કથાને વ્રામ આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here