પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી

0
16
અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પારકર સમાજનું ૨૦૨૪નું સૌથી મોટું સામાજિક સ્નેહ મિલન યોજવામાં આવ્યું.આ દરમિયાન બાપાની પૂજન વિધિ પ્રથમા બ્લડ બેંક દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ, સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય જન્મોત્સવ, શ્રી થરપારકર લોહાણા મહાજન અમદાવાદ દ્વારા ભવ્ય સંગીતમય સરસ્વતી સન્માન સમારંભ, અન્નકૂટ દર્શન, તેમજ કર્ણાવતી નગર સેટેલાઈટ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. તેમજ સાંજે શ્રી જલારામ બાપાની સમૂહમાં ભવ્ય મહા આરતી, ધીરજભાઈ પુજારા દ્વારા અગ્નિહોત્ર યજ્ઞ, દીકરાઓ અને દીકરીઓ દ્વારા માતૃ- પિતા વંદના કાર્યક્રમ, મહા ભોજન પ્રસાદ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here