જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

0
17

સમય પર મૌન રહેવું તપ છે.

વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે.

પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે.

તપ અને ઋત પર સૃષ્ટિ ટકી છે.

ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાંચોથા દિવસે બાપુએ તુલસીદાસજીની મહત્વની વાત કળિયુગમાં અનેક પ્રપંચીઓ દ્વારા અનેક ખોટા પંથો,સંપ્રદાયોનાં નામે સમાજને ગેરમાર્ગેદોરાશે એ વાત પર વ્યાસપીઠ અને તલગાજરડા વિશેની માન્યતાઓ બાબત સ્પષ્ટતા કરી.

શાસ્ત્રો તેમજ નીજઅનુભવથીલાધેલી સમજ મુજબ દસ પ્રકારનાં તપ વિશે વાત કરી.ટીકાઓ,અપશબ્દો,સારું-નરસું સહન કરવું એ તપ છે. તપ અને ઋત પર સૃષ્ટિ ટકી છે.

તપએ આધાર છે,ઋત એ વ્યવસ્થા છે.

સાથે એ પણ જણાવ્યું કે પ્રત્યેક દેવતાઓનાં ત્રણ રૂપ હોય છે:આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક.

જેમ કે વરૂણનું જલ રૂપ,પાણી એ ભૌતિક રૂપ,વરૂણ દેવતા પણ છે અને કોઇનું નામ લેતા જ આંખમાં પાણી આવે,આંસુ આવે એ આધ્યાત્મિક રૂપ થયું.પૃથ્વિધરારૂપે ભૌતિક,માતા રૂપે દેવ અને સહનશીલતા,ધીરજ રૂપે આધ્યાત્મિક રૂપ.

અગ્નિનું જ્વાળા રૂપે,સાત રંગ રૂપે ભૌતિક,યજ્ઞ રૂપે દેવ અને પ્રેમાગ્નિ,જ્ઞાનાગ્નિ,વિરહાગ્નિ એ આધ્યાત્મિક રૂપ થયું.

પૂછાયું હતું કે બુધ્ધપુરુષ,ગુરૂનાં પગ પ્રક્ષાલનથી એનો અભિષેક કરાય?બાપુએ જણાવ્યું કે શાસ્ત્રોનાં આધારે ચોક્કસ યોગ્ય ગુરનાં ચરણ પ્રક્ષાલન કરાય પણ આમાં વ્યક્તિપૂજાનો ડર છે,પછી એ નામે પ્રપંચો પણ શરૂ થાય.પછી દંભ-પાખંડથી    ઘેલછા,પરંપરા,ખોટો પ્રવાહ શરુ થાય.

શ્રીમદ ભાગવત મહાપાદરજૌભિષેક-ગુરચરણનીરજને અભિષેક કહે છે.

કળિયુગમાં અનેક પંથ પ્રગટશે એ તુલસીજીની વાત પણ યાદ કરી.

આપણા કૂળદેવતા કે કૂળદેવી વિશે ખબર ન હોય

તોકૃષ્ણનેકૂળદેવતા અને રૂક્મિણીનેકૂળદેવી માની શકાય.

વિવિધ તપમાં:સત્ય-અસત્યનો વિવેક એ તપ છે,તમામ ઇન્દ્રીયો પર વિવેકથી સંયમ એ તપ છે.

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે,સમય પર મૌન રહેવું તપ છે,વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે.પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે.

સત્ અને ઋતમાંથી રાત્રિ,ને રાત્રિમાંથી સમુદ્ર પ્રગટ્યો એમ જણાવી આગામી દિવસોમાં સમુદ્રનાં રત્નો વિશેની વાત થશે એમ કહ્યું.

દુર્ગા-ભગવતીની ૧૬ ઉર્જાઓછે.અમુક રજોગુણી,અમુક સત્વગુણી,કોઇ તમોગુણી છે.એ ભવ વિભવ પરાભવ કારિણીછે.આઉર્જાઓમાં: ક્ષમા,કૃપા,કીર્તિ,શ્રી-વૈભવ-ઐશ્વર્ય,વાક્,સ્મૃતિ,મેધા-બુધ્ધિ-પ્રજ્ઞા,ધૃતિ-ધૈર્ય,વરદા,શુભદા વગેરે ગણાવી.

કથા પ્રવાહમાં યાજ્ઞ વલ્ક્યભરદ્વાજને રામકથા પહેલા શિવ ચરિત્ર સંભળાવે છે.

એક બાર ત્રેતાજુગમાંહિ;

સંભુ ગયે કુંભજરિષિપાંહિ.

કથા પછી એ ત્રેતાયુગના રામની લીલા ચાલતી હતી,રામનેસિતાનાવિરહમાં ફરતા,રડતાં જોઇ સતીને સંશય થયો,એણે સિતાનું રૂપ લઇ રામની પરીક્ષા કરી,નાપાસ થયા.નેશિવે પ્રતિજ્ઞા કરી,શિવ અલગ થયા,કૈલાસ પર આવીને સમાધિસ્થ થયા.સતીદુ:ખીથયાં.આ પ્રસંગનું ગાન કરી વિરામ અપાયો.

Box:

અમૃતબિંદુઓ:

મારે ત્રણ જ પર્યાપ્ત છે:પગમાં દાદાની પાદૂકા,મધ્યમાં ત્રિભુવનીય પોથી અને માથા પર દાદાની પાઘડી

બાપુએ બેરખો,માળા,પાદૂકા આપવા પાછળનો દ્રષ્ટિકોણ,માનસિકતા સ્પષ્ટ કરીને ગેરમાન્યતાઓ તરફ જાગૃત કર્યા.

કોઇએપૂછેલું કે આપ પાદૂકા,બેરખો અને રૂદ્રાક્ષની માળા આપો છો,આપના સ્વભાવથી જુદું લાગે,તો બાપુ આપનો દ્રષ્ટિકોણ શો છે?

બાપુએ કહ્યું કે સ્પષ્ટતા કરી દઉં જેથી આને કોઇ વ્યક્તિપૂજા ન સમજી લ્યે.મારી પાસે આવીને કોઇ પાદૂકા,માળા,બેરખો કે શાલ માંગે ને હું આપુંછુ.પાદૂકાનું મહત્વ હું સમજું છું,એનો મહિમા ગાયો છે,ગાયો જ નહિ જીવ્યો છું.

શંતરાચાર્યજી કહે છે:રાજા સાક્ષી ભાવાત્-કોઇ રાજાની ઉપસ્થિતિ માત્રથી બધા ક્રિયા કલાપ ચાલે,પરિવારમાં કોઇ એકનીહાજરીમાત્ર પર્યાપ્ત છે.પાદૂકા મારા ત્રિભુવનદાદાનીછે.બેરખો દાદાની પ્રસાદી છે,આપ બધાની ભ્રાંતિ તૂટવીજોઇએ.હું ખાલી પ્રતિનિધિ રૂપે આપુંછું.માંગે એને આપુંછું.માળાવિષ્ણુદેવાનંદગિરિજીની પ્રસાદી છે.જેમ શ્રીનાથજી બાવાનો પ્રસાદ મુખિયાજી આપે છે,દ્વારિકાધીશનો પ્રસાદ ગૂગળી બ્રાહ્મણો આપે છે એમ.

હું બેરખાવહેંચવા કે માળા,કંઠી પહેરવા નથી નિકળ્યો.મારું કોઇ મિશન નથી.સ્વભાવ પણ નથી.સાથે એ પણ ભાર દઇને ઉમેર્યું કે મારા નામથી કે મારી નજીક ગણાતા કોઇ તરફથી બેરખા કે કંઇ વહેંચાતું હોય તો બંધ કરજો.ઘણા સૂંડલાઓ ભરીને બેરખાઓ લાવે,વહેંચેછે.આ મારા સ્વભાવથી ખૂબ દૂર છે.

ખોટી પરંપરા શરૂ થશે.બાપુએ કહ્યું કે મારે કોઇની જરુર નથી,આને મારો અહંકાર ન સમજતા.

મારે ત્રણ જ પર્યાપ્ત છે:પગમાં દાદાની પાદૂકા,મધ્યમાં ત્રિભુવનીય પોથી અને માથા પર દાદાની પાઘડી.બાકી આવા કાર્યોથી હું દૂર જવા માંગુ છું,મને એમાં ન ભેળવો,મને બીજાઓથી અલગ રાખો!

ભવિષ્યમાં આ નામથી નવા પંથો ને વ્યક્તિપૂજા શરુ થશે.મારેશેનીયજરુર નથી,આ સંગીત વગેરે પણ ક્યારેક બોજ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here