માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

0
17

“મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે”

શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો.

વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી સમગ્ર દેશને લીલોછમ કરવાનો વિરાટ સંકલ્પ એક્ટીવ થયો

આ કથા માટે તલગાજરડીવ્યાસપીઠે ૧ કરોડ રૂપિયા તુલસીપત્ર રૂપે આપવાનો સંકલ્પ કર્યો.

રાજકોટનાં ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ અને અ-મૂલ્ય રીતે સેંકડો લોકો એક જ સ્થળે એકઠાં થયા.

*નિરાધાર માટેનાં આધાર વરસ્યા અનરાધાર,

૧૫૧ કરોડ વૃક્ષોનાંઉછેરનો સંકલ્પ સાર્થક થશે.*

કથા બીજ પંક્તિઓ:

બ્યાપકુએકુ બ્રહ્મ અબિનાસી;

સત ચેતન ઘન આનંદ રાસિ

-બાલકાંડ

જિન્હકિ રહી ભાવના જૈસી;

પ્રભુ મુરતિતિન્હદેખહિતૈસી.

-બાલકાંડ

આ બીજ પંક્તિ સાથે બાપુએ કહ્યું કે બાર વર્ષ પછી શુભ હેતુ માટે:સર્વજનહિતાય,સર્વજનપ્રીતાય અને સર્વજનસુખાય કથા ગાવાનો આનંદ છે.એવૃદ્ધોને પ્રણામ,વૃક્ષો૦જે ઓલરેડીઉજરી ગયા છે-એને પ્રણામ,રમણરેતીથીપધારેલા ગુરુ શરણાનંદજી, મંગલ કાર્યના સંરક્ષક સાધુ પુરુષ પરમાત્માનંદજી અને લોકેશ મુનિને પણ પ્રણામ.

આ કથાનું બીજ બે વર્ષ પહેલાં લાઠીમાં કથા હતી ત્યારે વૃદ્ધાશ્રમ માટે સતત મહેનત કરતા વિજયભાઈએ સંકલ્પ કરેલો.બાપુએ કહ્યું કે એમેઝોનના જંગલમાં કથા કરતો ત્યાં અત્યંત મોટું જંગલ છતાં પણ પાંચ-પાંચ વૃક્ષો રોપેલા.એટલે સાંખ્ય મહત્વનું નથી,સ્નેહ મહત્વનો છ. કથામાં મની કેટલા એના કરતાં મેસેજ કેટલે પહોંચે એને મહત્વ આપજો.

રાજકોટની અખબારીઆલમના તમામ મિડિયાઓ બહુ મોટી આહૂતિ આપી રહ્યા છે એની બાપુએ વિશેષ નોંધ પણ કરી.મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે.આ વૈશ્વિક નહીં ત્રિભુવનીય કથા થઈ રહી છે એટલે બાપુએ કહ્યું કે હું પહેલા સંકલ્પ કરું કે મારી વ્યાસપીઠ,મારા ફ્લાવર્સ,કબૂતરો,મારા સૂકાં-લીલાં સમિધ એક અઠવાડિયામાં એક કરોડ રૂપિયા ભેગા કરી આપશે. કારણ કે કથા વચનાત્મક જ નહીં રચનાત્મક પણ થવી જોઈએ.સ્વામીજીના હાથમાં એક કરોડ રૂપિયા તુલસીપત્ર રૂપે અમે મૂકશું.અને પછી હું અપીલ કરું કે આપ બધા પણ આપની રીતે વરસજો.અન્નકૂટ ગામ ભેગો કરે,પૂજારીજી સાધુ એમાં તુલસીપત્ર અર્પણ કરે ત્યારે એ પ્રસાદ બને છે.

બાપુએ રણછોડદાસજીમહારાજને પણ આ તકે યાદ કર્યા અને વિશેષ યાદ કરતા ફૂલછાબ પરિવાર એમ પૂછતો હતો કે બાપુ હવે બીજા ૧૨ વર્ષ નહીં કરતા એ વાત પણ કરી.

માણસ પોતાની આવકનોદસમો ભાગ આપી દે તો પણ લીલાલ્હેર થઈ જાય.ધરમની ઘણી વ્યાખ્યાઓછે:ધર્મને કોઈ સત્ય સમાન,કોઈ દયા સમાન,કોઈ બીજાનું હિત કરનાર એવું કહે છે.તુલસીદાસજીલખે છે:

આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના;

સેવા ધરમ કઠિન જગ જાના.

સેવાનો ધર્મ અત્યંત કઠિન છે.દાન આપીને દાતાર બની શકાય,સેવક બનવું વધારે કઠિન છે.

બાપુએ અપીલ કરી કે પરિવારનો માણસ એક-એક વૃક્ષ દત્તક લઈ લઈએ તો જગત હરિયાળું થઈ જાય. વિષય પહેલેથી નક્કી હતો એની બંને પંક્તિઓ બાલકાંડમાંથીલીધેલીછે.જનકપુરમાં બધાને રામ એવો દેખાય છે જેને પોતાના હૃદયમાં જેવી ભાવના રાખેલી છે.ગુરુકૃપા,ગૌરીશંકરની કૃપા અને ગ્રંથકૃપા જેના ઉપર ઉતરે એ બરાબર સેવા કરી શકે. રામચરિતમાનસનાસાતેસોપાનમાંવૃદ્ધોથી ભર્યા છે સાતેસોપાનોવૃક્ષોથી ભર્યા છે.રામની સાથે કયા કયા વૃક્ષો જોડાયેલા છે એવું આજે અખબારોએ પણ લખ્યું.તરુ જ નહીં રામચરિતમાનસમાં મને કલ્પતરુ દેખાય છે.સંત પછી કોઈ ઉપકારક હોય તો એ વૃક્ષ,એ પછી સરિતા,ચોથો પર્વત અને પાંચમી ધરતી ઉપકારક છે.રાવણ અસુર હોવા છતાં વૃક્ષોનું જતન કરે છે.સારું બોલવું બહુ સહેલું છે સાચું બોલવું કઠિન છે એમ બાપુએ કહ્યું.

બાપુએ કહ્યું કે ગાંધીજી કદાચ પ્રભાવક વક્તા નહીં હોય પણ આચારક વક્તા હતા.

એ પછી ગ્રંથ મહાત્મ્યવર્ણવતા કહ્યું કે રામચરિત માનસ પુસ્તક નથી ગ્રંથ નથી પણ સદગ્રંથ છે.રામચરિત માનસ ભગવાન કૈલાશપતિ શિવનું મસ્તક છે.સાતસોપાનો,પ્રથમ સોપાનમાં સાત શ્લોકમાંવંદના અને એ પછી લોક બોલીમાં અલગ અલગવંદનાપ્રકરણ.સદગુરુનીવંદના અને હનુમંતનીવંદના સાથે આજની કથાને વિરામ આપ્યો

Box:

માય ડીઅર!તમે અહેસાન નથી કરતા,વૃધ્ધો-વૃક્ષોની સેવાથી વિદ્યા,યશ,બળ,બુધ્ધિનીવૃધ્ધિનો અવસર પામ્યા છો:ગુરુશરણાનંદજી

રામકથાનાઆરંભે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો વૃદ્ધાશ્રમ,કદાચ એના માટે કોઈની અલગ માનસિકતા હશે,પણ નિરાધાર,લાચાર,નિ:સંતાન વડીલો માટે, ૩૦૦ કરોડનાં ખર્ચે,૧૪૦૦ જેટલા ઓરડાઓ યુક્ત બાંધકામ અને ૧૫૧ કરોડની વસતી માટે-ભારતને એક લીલી ચાદર જેવા ૧૫૧ કરોડથી વધારે વૃક્ષો વાવીને લીલુંછમ કરવાના સંકલ્પ સાથે-જ્યાં ગુજરાતમાં ૩૦ લાખ વૃક્ષો તો વવાઈ પણ ચૂક્યા છે એવી રામકથાનાઆરંભે,

વિશેષ સંતો-મહંતો,આ કથાના સંરક્ષણ અને મંચસ્થપરમાત્માનંદસરસ્વતિ તેમજ રમણરેતીવૃંદાવનનાં, સંત પરંપરાનું ગૌરવ,કાર્ષ્ણિપીઠનાંમહામંડલેશ્વર ગુરુ શરણાનંદજી અને એક પણ શાંતિ પુરસ્કાર કદાચ બાકી નહીં હોય એવા જૈનાચાર્યદિલ્હીથી આવેલા લોકેશમુનિજીએ પોત-પોતાનો ભાવ રાખ્યો.

વિશેષ સંતો મહંતો અને સંસદ સભ્યો રમેશભાઈટીલાળા,રામભાઈમોકરિયા,પુરુષોત્તમ રૂપાલા, ખોડલધામનાનરેશભાઈ પટેલ અને આ વૃદ્ધાશ્રમ માટે સતત યુવાન બનીને દોડી રહેલા વિજયભાઈડોબરીયા,એની ટીમ સૌ લોકોએ પોતપોતાનો ભાવ રાખ્યો.સાથે-સાથે એ પણ કહેવામાં આવ્યું કે મીડિયાજગતે ખૂબ જ મોટું પ્રદાન આપ્યું છે. ફૂલછાબનાં મેનેજર નરેન્દ્રભાઈઝીબા,ફૂલછાબના તંત્રી જવલંતભાઈ છાયા તેમજ જન્મભૂમિ ટ્રસ્ટ માટે મુંબઈથીપધારેલાહાર્દિકભાઈ સૌએ વ્યાસપીઠનું વંદન કર્યું.

પરમાત્માનંદજીએ પોતાનો ભાવ રાખતા કહ્યું કે અહીંના પાયાના પથ્થર જેવા લોકોનું સન્માન ખાસ કરજો કારણ કે એ એવા વડીલોની સેવા કરે છે કે જે ઉભા પણ થઈ શકતા નથી,વડીલોનાડાયપરબદલાવે છે,આમ તો ૨૦૨૬માં કથા હતી પણ વિનંતીને માન આપીને બાપુએ આટલી વહેલી કથા આપી છે.અહીં ૨૦૦ અપંગ વૃદ્ધો છે,૬૦ કરોડ રૂપિયા તો બાપુની હાજરીમાં ભૂતકાળમાં આ વૃદ્ધાશ્રમ માટે ઊભા થઈ ગયા.બીજા ૪૦-૫૦ કરોડ રૂપિયા પણ વિવિધ દાતાઓએ આપ્યા અને હજી ૩૦૦ કરોડનો પ્રોજેક્ટ એ જોઈને જ હાથમાં લીધો છે.સગા મા-બાપને જેમ રાખે એનાથી પણ વધારે આદરપૂર્વક રાખીએ છીએ.જેને કારણે રાજ્યપાલ પણ આવા પાયાનાકાર્યકરોને સત્કારવા માટે આવી રહ્યા છે.

ગુરુ શરણાનંદજીએ એક શ્લોક રાખીને પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે આવા વૃદ્ધોની સેવા કરવી એ આપણે ઉપકાર કરતા નથી.આ આદેશ પણ નથી પ્રેરણા પણ નથી,પણ સ્વાભાવિક ચેષ્ટા હોવી જોઈએ.અન્ય કાર્ય કરતા-કરતા વૃદ્ધો અને વડીલોનો આદર કરવો એમ કરવાથી આયુષ્ય,વિદ્યા,યશ અને બળ વધે છે.આયુષ્ય એટલે મનનો વિવેક સ્વસ્થ રહે છે,વિદ્યા વ્યાપક બનશે અને વિધિ અને નિષેધનો વિવેક થશે,યશ એટલે શત્રુ પણ વખાણ કરશે અને બુદ્ધિરૂપીબળનુંવર્ધનથશે.આપણે સેવા કરીને કોઈ અહેસાન નથી કરતા પણ વૃદ્ધોએ આપણને આવો અવસર આપ્યો છે એવું જણાવ્યું.

લોકેશ મુનિએ મહાન સનાતની પરંપરાને જોડવાની વાત સાથે બાપુની કથા છે એ વાત પર પોતાનો ભાવ દર્શાવ્યો.

વિશાળ કથા મંડપમાં સેંકડો શ્રોતાઓમાં દેશ-વિદેશનાં મહેમાનો,દાતાઓ, આમંત્રિતો, રાજપીઠ,ધર્મપીઠ,વ્યાસપીઠ અને તમામ પીઠ જાણે રામપીઠ બની હોય,રાજકોટ અયોધ્યાપુરમ્ બન્યું હોય એવું દ્રશ્યરચાયું.

આ કથાની સમાંતરે ભક્તિ,ભજન,ભોજન,સેવા, સંકલ્પો પણ વહેશે.

Box:

કથા વિશેષ:

વૃધ્ધો અને વૃક્ષો સમાજને કઇ રીતે ઉપકારક છે?

વૃધ્ધોનાંમૂળિયા ઊંડા હોય એમ વૃક્ષોનાંમૂળિયા પણ ઊંડા હોય છે.

*વૃધ્ધો પરિવારને છાંયો આપે છે એમ વૃક્ષો સમાજને છાંયો આપે છે.#

વૃધ્ધો સાફલ્ય,સુ-ફળ આપે છે એમ વૃક્ષો પણ ફળ આપે છે.

વૃધ્ધોની પણ અનેક શાખા-પ્રશાખાઓ છે એમ વૃક્ષોની પણ શાખાઓ છે.

વૃધ્ધો સુવાસ,સુગંધ આપે છે એમ વૃક્ષો પણ ફૂલોની સોડમ આપે છે.

વૃધ્ધો જીવનરસ,વાત્સલ્ય રસ આપે છે એમ વૃક્ષો પણ રસ આપે છે.

વૃધ્ધો આપણને જીવન સાફલ્યની,અનુભવની ઔષધિ આપે છે,વૃક્ષો પણ ઔષધિ આપે છે.

વૃધ્ધો ધીરજનો ધરતીકંપ અટકાવે એમ વૃક્ષો પણ ધરતીકંપ અટકાવે છે.

વૃધ્ધોની આંખમાં સ્નેહનાં આંસુ હોય એમ વૃક્ષોની આંખમાં આભારનાંઆંસુઓ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here