મુંબઈ, ભારત | ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ | તાપમાનમાં નરમાશ આવતાં જ દુબઈના દરિયાકિનારા, પાર્ક, ટ્રેલ્સ અને ઓપન-એર સ્થળો શહેરમાં એક અલગ જ ઊર્જા ભરી રહ્યાં છે. દરિયાકાંઠે વહેલી સવારની દોડ અને બીચ પરનાં ફિટનેસ સેશનથી લઈને વીકએન્ડ માર્કેટ, પહાડી સાહસો અને ખુલ્લા આકાશ તળે ડિનર સુધી, ઠંડા મહિનાઓ પ્રવાસીઓને દુબઈને આઉટડોર માણવાની વધુ અનેક રીતો આપે છે. પરિવાર સાથે સક્રિય દિવસ વિતાવવો હોય કે પાણીના કિનારે અચાનક બનેલી કોઈ સાંજ, શહેરના આઉટડોર કૅલેન્ડરમાં માણવા જેવું ઘણું બધું છે.
- કાઇટ બીચ પર વિતાવો આખો દિવસ: રનિંગ ટ્રૅક, વૉટર સ્પોર્ટ્સ, બીચ વૉલીબૉલ કોર્ટ અને કૅઝ્યુઅલ ડાઇનિંગ સ્પૉટ્સ સાથે કાઇટ બીચ જુમેરાહ દરિયાકાંઠે દુબઈની અનેક મનપસંદ આઉટડોર પ્રવૃત્તિઓને એક સાથે લાવે છે. પ્રવાસીઓ દરિયાકિનારે દોડથી દિવસની શરૂઆત કરી શકે છે, કાઇટસર્ફિંગ કે પૅડલબોર્ડિંગ અજમાવી શકે છે અથવા બીચફ્રન્ટ કૅફેમાંથી કોઈ એકમાં નિરાંતની બપોર વિતાવી શકે છે. તેની 22મી સીઝન માટે કાઇટ બીચ માર્કેટનું પુનરાગમન આ અનુભવને વધુ ખાસ બનાવે છે, જેમાં બીચવેર, ઍક્સેસરીઝ અને ગિફ્ટિંગ વિકલ્પો ધરાવતા 15 કિઓસ્ક છે. બુર્જ અલ અરબના નજારા અને દરિયાકાંઠાથી આગળ પણ કરવા જેવું ઘણું હોવાથી, કાઇટ બીચ પોતાનામાં જ એક સંપૂર્ણ ડેસ્ટિનેશન છે.
- દુબઈ ફિટનેસ ચેલેન્જ સાથે બનો સક્રિય: 31 ઑક્ટોબરથી 29 નવેમ્બર 2026 દરમિયાન પરત ફરી રહેલી દુબઈ ફિટનેસ ચેલેન્જ તેની દસમી આવૃત્તિમાં આખા શહેરને 30 દિવસ સુધી દરરોજ 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવાનું આમંત્રણ આપે છે. આ કાર્યક્રમ કમ્યુનિટી હબ, ક્લાસ અને રમતગમતના કાર્યક્રમો દ્વારા ફિટનેસને જાહેર સ્થળો સુધી લઈ આવે છે. કાઇટ બીચ પર ડીપી વર્લ્ડ 30×30 ફિટનેસ વિલેજમાં યોગ, પિલાટેસ, સ્પિનિંગ, પાડેલ અને ટીમ સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ હશે. 1 નવેમ્બરે દુબઈ રાઇડ, 7–8 નવેમ્બરે હત્તા ડૅમ ખાતે દુબઈ સ્ટેન્ડ અપ પૅડલ, 22 નવેમ્બરે દુબઈ રન અને 29 નવેમ્બરે દુબઈ યોગા જેવા મુખ્ય કાર્યક્રમો રહેવાસીઓ અને પ્રવાસીઓને શહેરની આ સક્રિય સીઝનનો ભાગ બનવાની તક આપશે.
- શહેરની ઝાકઝમાળ છોડી ચાલો પહાડી કેડીઓ પર: શહેરથી દૂર આઉટડોર સફર માટે, હજર પર્વતમાળાની વચ્ચે આવેલું હત્તા એક બદલાયેલું દૃશ્ય રજૂ કરે છે. પ્રવાસીઓ હત્તા ડૅમમાં કયાકિંગ કરી શકે છે, હાઇકિંગ ટ્રેલ્સ ખૂંદી શકે છે અથવા હત્તા વાદી હબ ખાતે માઉન્ટન બાઇકિંગ અને ઍડવેન્ચર પ્રવૃત્તિઓ અજમાવી શકે છે. લાંબો બ્રેક ઇચ્છતા લોકો અહીંના કૅમ્પિંગ અને ગ્લૅમ્પિંગ વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે. દુબઈની વધુ નજીક, અલ કુદરા સાઇકલ ટ્રૅક રણપ્રદેશમાંથી પસાર થતો માર્ગ આપે છે, જ્યારે અલ કુદરા લેક્સ પક્ષીદર્શન અને બહાર સમય વિતાવવાની તકો પૂરી પાડે છે.
- વીકએન્ડ કરો આઉટડોર માર્કેટના નામે: દુબઈનાં સીઝનલ માર્કેટ ખાણીપીણી, શૉપિંગ, સ્વતંત્ર વ્યવસાયો અને પારિવારિક પ્રવૃત્તિઓનો સમન્વય રજૂ કરે છે. ઍકેડમી પાર્ક ખાતેનું ધ રાઇપ માર્કેટ તાજી પેદાશો, કારીગરીની વસ્તુઓ, ફૅશન, ઘરેણાં અને ફૂડ સ્ટૉલ્સની સાથે બાળકો માટેની પ્રવૃત્તિઓ પણ એક જ સ્થળે લાવે છે. કાઇટ બીચ પરનું સીઝનલ માર્કેટ દરિયાકિનારે સ્થાનિક વસ્તુઓ નિહાળવાનો વધુ એક માહોલ પૂરો પાડે છે. સવારની કૉફી માટે રોકાવું હોય, સ્વતંત્ર બ્રાન્ડ્સ શોધવી હોય કે આખા વીકએન્ડની સહેલ ગોઠવવી હોય, આ માર્કેટ થોડા કલાકો બહાર વિતાવવાની સરળ રીત છે.
- શોધો દોડવા માટેનો નવો મનપસંદ માર્ગ: પગપાળા ફરવાનું પસંદ કરતા પ્રવાસીઓ માટે દુબઈ એવા માર્ગો ધરાવે છે, જે આઉટડોર કસરતને દરિયાકાંઠા અને રણનાં દૃશ્યો સાથે જોડે છે. કાઇટ બીચનો રનિંગ ટ્રૅક વહેલી સવારના જૉગિંગ કે પાણીના કિનારે સાંજની લટાર માટે યોગ્ય છે, જ્યારે જુમેરાહનો વિશાળ દરિયાકાંઠો નિરાંતે ટહેલવા માટે લાંબા પટ્ટા પૂરા પાડે છે. સાઇકલસવારો રણમાં લાંબી રાઇડ માટે અલ કુદરા સાઇકલ ટ્રૅક તરફ જઈ શકે છે, જ્યાં જુદાં જુદાં અંતર અને ફિટનેસ સ્તરને અનુરૂપ રૂટ ઉપલબ્ધ છે.
- ખુલ્લા આકાશ તળે માણો ભોજનની મજા: બહાર સમય વિતાવવા માટે મોસમ વધુ અનુકૂળ બનતાં, દુબઈનાં બીચફ્રન્ટ કૅફે, ગાર્ડન ટેરેસ અને વૉટરફ્રન્ટ રેસ્ટોરાં વર્કઆઉટ પછીના નાસ્તાથી લઈને દરિયાકિનારે ડિનર સુધી, દરેક પ્રસંગ માટે માહોલ પૂરો પાડે છે. કાઇટ બીચ પર પ્રવાસીઓ કિનારે લટાર મારવાની સાથે હળવા નાસ્તાનો સ્વાદ માણી શકે છે, જ્યારે શહેરની વ્યાપક ડાઇનિંગ દુનિયા વૉટરફ્રન્ટ અને સ્કાયલાઇનનાં દૃશ્યો ધરાવતા ઓપન-એર વિકલ્પો આપે છે. પ્રવૃત્તિઓથી ભરપૂર સાંજ માટે, ગ્લોબલ વિલેજ ઓપન-એર શૉપિંગ, આંતરરાષ્ટ્રીય વાનગીઓ, સાંસ્કૃતિક પેવેલિયન અને લાઇવ મનોરંજનને એક સાથે લાવે છે, જેની 31મી સીઝન ઑક્ટોબર 2026થી મે 2027 સુધી ચાલશે.
દરિયાકિનારે સક્રિય સવારથી લઈને પહાડોની સફર, વીકએન્ડ માર્કેટ કે તારાઓ ભરેલા આકાશ તળે ડિનર સુધી, દુબઈ પ્રવાસીઓને આઉટડોરનો ભરપૂર આનંદ માણવાની વિવિધ રીતો આપે છે. ફિટનેસ, પ્રકૃતિ, ખાણીપીણી અને ફુરસદની પળોને આવરી લેતી સીઝનલ પ્રવૃત્તિઓ અને અનુભવો સાથે, આ શહેર પ્રવાસીઓને આ સીઝનમાં બહાર નીકળીને દુબઈનું એક અલગ પાસું શોધવાનું આમંત્રણ આપે છે.
== સમાપ્ત ==

