જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવ છે:માયા,ઇશ અને હું કોણ એ.

0
4

જેવા કર્મ કરે એવું બંધન કે મુક્તિ આપે એ ઈશ્વર. બધાથી પર જે સાક્ષી બનીને માયાને પ્રેરણા આપે એ તત્વ ઈશ્વર છે.

સુખ અને દુઃખની માત્રા હંમેશા સમાન જ હોય છે.

સુખ અને દુઃખ જીવનનો હિંચકો છે.

હરિ ઉદ્ધાર કરે,હરિજન સુધાર કરે અને સાધુ સ્વિકાર કરે.

કચ્છની પવિત્ર ધરા કોટેશ્વર ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે પારંભે કચ્છમાં વેલજીભાઈ (ગજ્જર)-જેના પરમમિત્રશાહબુદ્દીનરાઠોડ (ગુરુજી)આવ્યા એની નોંધ લઇને મૂળ બે પંક્તિઓ વિશે કહ્યું કે ઈશ્વર અંશ અને જીવ અવિનાશી છે.એક અંશ છે,એક અંશીછે.ભજન કરતાં-કરતાં કે કોઈ સાધનાની પદ્ધતિથી આ અંશ અંશીમાં ભળી શકે,જેમ બુંદ સાગરમાં ભળી જાય, એટલે જીવ પણ અવિનાશી છે.પરમતત્વથી છૂટી પડેલી વસ્તુ પણ એટલી જ શાશ્વત હોય છે.ઈશ્વર નિર્મલ તો જીવ પણ નિર્મલ થવો જોઈએ.ઈશ્વર સહજ છે.જીવનો સ્વભાવ કુસંગથી દબાયો છે એટલે અસહજ થયો.બાકી ભૂખ,તરસ,નિદ્રા,જાગૃતિ વગેરે જીવના સહજ સ્વભાવ છે.

મહાપુરુષોના મહાન વચનો ઘણી વખત પ્રાસંગિક ન પણ હોય.ભગવાનબુદ્ધે આર્ય સત્યો કહ્યા કે સંસારમાં દુઃખ છે,દુઃખના કારણ છે,એનાં નિવારણ પણ છે.પણબુદ્ધનું નિવેદન આજના દેશ,કાળ અને પાત્ર પ્રમાણે કદાચ પ્રાસંગિક ના પણ હોય.આપણે કહી શકીએ સુખ પણ છે.જો સુખ ના હોત તો ઝૂંપડામાં બાળકનો જન્મ થાય ત્યારે થાળીઓ ન વાગતી હોત!ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે:જન્મ, મૃત્યુ,જરા અને વ્યાધિ આ ચારે દુઃખદાયક છે.

સાધુદ્રષ્ટિ પડે તો આ ચારેયમાં સુખ પણ દેખાય. આટલા અનુભવથી એવું કહી શકું કે સુખ અને દુઃખની માત્રા હંમેશા સમાન જ હોય છે.હિંચકા ઉપર બેસીને આ શીખ્યોછું.સુખ અને દુઃખ જીવનનો હિંચકોછે.હિંચકો જેટલો આગળ જાય એટલો જ પાછળ જતો હોય છે.

હરિ,હરીજન અને સાધુજન આ ત્રણેયનું કાર્યક્ષેત્ર જુદું પડે છે.હરિ ઉદ્ધાર કરે,હરિજન સુધાર કરે અને સાધુ સ્વિકારકરે.જેટલું બને એટલું સ્વિકારો.પોતાના સ્વભાવનો પણ આનંદ હોવો જોઈએ.

જેમ ઈશ્વર-શંકર અષ્ટમૂર્તિ છે એમ આપણો  બુધ્ધપુરુષ એ પણ અષ્ટમૂર્તિ હોય તો એના આઠ મુખ કયા?

આપણા બુધ્ધપુરુષના આઠ મુખમાં પહેલું છે:ઐશ્વર્ય ત્રણ પ્રકારના ઐશ્વર્ય છે:સ્વભાવનું,પ્રભાવનું અને અભાવનુંએશ્વર્ય.અભાવનું ઐશ્વર્ય ભગવાન શંકરમાં દેખાય છે.

અગુણ,અમાન,માતુ-પિતુહિના,ઉદાસીન,બધા જ સંશયો જેના ક્ષીણ થઈ ગયા છે,જોગી,જટિલ, અકામ મન,નગન,અમંગલ વેશ-આ બધાય શિવનાં અભાવ છે.પણ પોતાના સ્વભાવનો આનંદ હોવો જોઈએ.

બુદ્ધપુરુષનું બીજું ઐશ્વર્ય જ્ઞાન છે.જ્ઞાન,વેદ અને બોધ-આ ત્રણ પ્રકાર છે.જ્ઞાન અન્યને અપાય,બોધ પોતાના માટે હોય.ત્રીજું વૈરાગ્ય દેખાય.વૈરાગ્યના પણ ત્રણ પ્રકાર છે:શરીરનો,મનનો અને ધનનો વૈરાગ ચોથું ધર્મ,પાંચમું લક્ષણ કીર્તિ છે-જે દુનિયાભરમાં ફેલાયછે.યશ એ છઠ્ઠું લક્ષણ છે.છ પ્રકારના ઐશ્વર્ય હોય એ ઈશ્વર છે.સાતમું મુખ એ સ્વિકાર અને આઠમું મુખ એ સંવાદ છે.

હનુમાન ઈશ્વર છે.વાલ્મિકીરામાયણનોસુંદરકાંડ વાંચી લો.

અરણ્યાકાંડમાં લક્ષ્મણ રામને પૂછે છે ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ સમજાવો.રામે કહ્યું કે જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવાત્મા છે:માયા,ઇશ એટલે ઈશ્વર અને હું કોણ એ ખબર ના પડે એ જીવ છે. જેવા કર્મ કરે એવું બંધન કે મુક્તિ આપે એ ઈશ્વર. બધાથી પર જે સાક્ષી બનીને માયાને પ્રેરણા આપે એ તત્વ ઈશ્વર છે.

ગીતામાં ૧૬ વખત ઈશ્વર શબ્દ આવ્યો છે,જેમાં યોગેશ્વર,મહેશ્વર પણ આવે છે.કૃષ્ણને સોળ કળા છે આપણા દ્વાદશ જ્યોતિર્લિંગમાં મૂળ તો ઈશ્વર શબ્દ લાગુ કર્યો છે.ઈશ્વર શબ્દ આવે એટલે આંખમાં મહાદેવ હોવો જોઈએ.

ફૂલછાબનાં તંત્રી શ્રી જવલંતભાઈછાયાની ખૂબ જ સરસ અને ગૂઢ રચના:

ભીંત,બારણા ગુચ્છ અને બીજું કાવ્ય..

ભીંત પણ રાખી જ નહોતી,બારીની ક્યાં વાત છે!… આ આખી રચનાનું પઠન કરીને બાપુએ જણાવ્યું કે ગહન પણ છે અને સરસ છે એના પર લાંબુ બોલી શકાય એમ છે,તેમના સર્જનને નમન.

કથા ધારામાંપાર્વતીનોહિમાચલને ત્યાં જન્મ થયો. નારદજી દ્વારા એના જોષ જોવાયા અને શિવના ઉપરથી અમંગલ દેખાતા લક્ષણોની વાત કરીને પછી શિવ વિવાહ વખતે શિવનેશણગારવાનો પ્રસંગ સંક્ષિપ્ત રીતે કહીને કામ પ્રભાવ,કામદેવને બાળીનાંખ્યા પછીની પરિસ્થિતિ કેવી હતી એનું વર્ણન કરવામાં આવ્યું.શિવવિવાહ પાર્વતી રામ જન્મનાં કારણો પૂછે છે.શિવપાંચેય કારણો બતાવે છે અને પછી અયોધ્યામાંકૌશલ્યાને ત્યાં ખીરનીપ્રસાદીનાં વિતરણ દ્વારા પ્રભુ ઉદરમાં અવતરણ કરે છે અને દશરથને ત્યાં રામનો અને ચારેયભાઈઓનો જન્મ થાય છે.

કોટેશ્વરની ભૂમિથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ આપી આજની કથાને વિરામ અપાયો.

કથા-વિશેષ:

ગુણાતિત ભરોસો હશે તો અસ્તિત્વ પણ હલાવી નહીં શકે.

એક દેવીપુજક માતાએ દાતણ ઉંચી કરીને બાપુને રોકીને પ્રશ્ન કર્યો.બાપુએ કહ્યું કે મારું મૌન હતું.પણ અહીં એનો ઉત્તર આપું.એનો પ્રશ્ન એવો હતો કે:કર્મ મોટું કે ભરોસો?

આ માટે દિલ્હીના’દિલ’ સાહેબની એક ગઝલ રચના કે જેને બાઢડા આશ્રમ સનાતન આશ્રમનાબ્રહ્મલીન સ્વામી દયાનંદજીએકમ્પોઝ કરી:

યે દુઃખ જો તુજકોમિલતા હૈ,નીજ કરમ કા લેખા ચૂકતા હૈ;

જો પહેલે દિયા સો મિલતા હૈ,ફરિયાદ ન કર ફરિયાદ ન કર.

યે જનમ તુજેઅનમોલમિલા,બરબાદ ન કર બરબાદ ન કર.

કર નેક અમલ ઓર હર કો સીમર,ઉત્પાત ન કર ઉત્તપાત ન કર;

મા ને જવાબ આપતા એટલું જ કહ્યું કે કર્મ તો પ્રધાન છે જ.પણ જીવનમાં સંકટો આવતા હોય તો એના ફળ ભોગવવા ન ગમે એવા આવ્યા હોય તો એને પચાવવા માટે ભરોસો જ જરૂરી છે.

મારે ઠેઠ સુધી પહોંચવું છે,ઉપદેશો નથી આપવા. ગુણાતિત ભરોસો હશે તો અસ્તિત્વ પણ હલાવી નહીં શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here