કાશ્મીરના ભાઈઓ-બહેનો માટે મોહબ્બતનો પયગામ લઈને આવ્યો છું.
ભારત ભૂમિ સત્યથી અભય બને,પ્રેમથી ત્યાગ ઊતરે અને કરૂણાથી અહિંસા ઉજાગર થાય એ માટે આવ્યો છું.
કથાપૂર્વ:
શનિવાર બપોરના ત્રણ વાગ્યાથી ચશ્મે-શાહી ગણાતા કશ્મીરનાં શ્રીનગરની ખુશનુમા વાદીઓ વચ્ચે દાલ ઝીલનાં કિનારે, હોલ ખીચોખીચ ભરાઈ ગયો,બરાબર ત્રણ ચાલીસે બાપુનો પ્રવેશ થયો,સેંકડો ચાતક નજરોને ટાઢક થઈ.૯૫૫મી રામકથાનું ગાન કરવા ભવ્ય વ્યાસપીઠ દિવ્ય દિશવા માંડી.રામચરિત માનસ સદગ્રંથના સુતરાઉ વાઘા બદલાયા,ગ્રંથ પૂજન-સૌની સાથે કથા મનોરથી અરૂણભાઇ પરિવારે પણ પુષ્પ અર્પણ કરીને કર્યું,બેકગ્રાઉન્ડમાં બરફાચ્છાદિત પહાડીઓ વચ્ચે હનુમાનજીની મૂર્તિનાં ચિત્રથી શોભતી વ્યાસપીઠ પર હળવા સંગીતમાં-બેરખામાં અઢાર પુરાણ હરતાં ફરતાં,બેરખો જપે સદગુરુ હરિનો જાપ,ધ્યાન ગુરુજીનો બેરખો…ભજન વાગ્યું ને માનનીય મહામહિમ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાની સાથે આસિસ્ટન્ટ ડિવિઝનલ કમિશનર બીકે ભદ્રા,ડીસી શ્રીનગર અને ટુરીઝમ ડાયરેક્ટર યાકુબ રઝા તથા મુખ્ય આયોજક શાહનવાઝ શાહએ પ્રવેશ કર્યો.
મહામહિમ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ પોતાનો સુંદર ભાવ રાખતા કહ્યું કે માનસ અમરનાથ(૨૦૦૭), માનસ માતૃદેવો ભવ-કટરા(૨૦૧૬)પછી શ્રીનગરમાં બાપુની આ પહેલી કથા છે.
“જિંદગી કી આપાધાપી મેં ન રામ કો સુન પાતે હૈ,ના દેખ પાતે હૈ,ન મહેસૂસ કર પાતે હૈ,બાપુ ને હમારે લિયે બારી ખોલી હે.મૈં મોરારીબાપુ કો પ્રભુ શ્રીરામ કા હનુમાન માનતા હું”-કહેતા મનોજ સિંહાએ દેશ-વિદેશની અનેક રામાયણો અને કશ્મીરનો મહાન ઇતિહાસ પણ વર્ણવ્યો.
કથા વિષય પ્રવેશ:
કથાબીજ રૂપ પંક્તિઓ જેમાં એક લંકાકાંડ અને બીજી સુંદરકાંડમાંથી લીધેલી છે:
સિંહાસન અતિ ઉચ્ચ મનોહર;
શ્રી સમેત પ્રભુ બૈઠે તા પર.
પ્રબિસી નગર કિજૈ સબ કાજા;
હ્રદય રાખિ કૌસલપુર રાજા
તેનું ગાન કરીને ચિર પરિચિત હિન્દીમાં મોરારિબાપુએ કહ્યું:કેવલ કેવલ ઔર કેવલ હનુમાનજીકી કૃપાસે આજ હમ યહાં હૈ.બહોત સમયસે એક ત્રિભુવનીય મનોરથ થા કી મેરે અખંડ ભારતવર્ષકી ભૂમિકા એક મનોહારી પ્રદેશ,અનેક સાધનાઓં સે ભરી ભૂમિ પર રામકથાકા અનુષ્ઠાન હો.
ઉત્સાહ વર્ધન માટે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ આવ્યા.કર્તવ્યની સાથે મહોબ્બત પણ જતાવી.આ ભૂમિ ઉપર અધ્યાત્મની દરેક ધારાએ કાર્ય કર્યું છે. એટલે આ ભૂમિ ઓલરેડી ચાર્જ્ડ છે.કાશ્મીરના ભાઈઓ-બહેનો માટે મોહબ્બતનો પયગામ લઈને આવ્યો છું.કોઈ મહત્વનું કામ હોય તો રામ હનુમાનને સોંપતા,આપણે પણ હનુમાનજીને આ સોંપી દઈએ પછી એ જાણે અને એની પ્રતિષ્ઠા જાણે!
શૈવ તંત્ર,શાક્ત તંત્ર,સાધનાની ભૂમિ,શંકરાચાર્યનું સ્થાન,અમરનાથની સાથે-સાથે પુરાણ પ્રસિદ્ધ રઘુનાથજી મંદિર,વૈષ્ણોદેવી તેમજ હઝરત બાલ મસ્જિદ-બધુ જ અહીં છે.
હર ધર્મ મેં ધંધે હોતે હૈ,લેકિન કુછ લોગ હી ગંદે હોતે હૈ!
અહીં પંડિતોનો ઇતિહાસ,સંગીત વિદ્યા,કલા અને ભારત ભૂમિ સત્યથી અભય બને,પ્રેમથી ત્યાગ ઊતરે અને કરૂણાથી અહિંસા ઉજાગર થાય એ માટે આવ્યો છું.રામચરિત માનસમાં ૧૮ વખત શ્રી શબ્દ સ્વતંત્ર રૂપમાં આવ્યો છે.નગર શબ્દ પણ ઘણી વખત આવ્યો છે.
કથા પ્રવેશ:
કથાની પાવન પરંપરા નિભાવતા ગ્રંથનું મહત્વ સમજાવતા કહ્યું કે સાત કાંડનો ગ્રંથ.ઋષિઓએ સત્યને ત્રણ રીતે જોયું છે:એક-વ્યવહારિક સત્ય, એક આભાસી સત્ય અને ત્રીજું પારમાર્થિક સત્ય જેને પરમ સત્ય કહી શકાય.કોલસો અને હીરો કાર્બન જ છે પણ વ્યવહાર અલગ-અલગ છે.
પ્રથમ કાંડમાં સંસ્કૃત શ્લોકથી વાણી અને વિનાયક ગણેશજીની વંદના,શ્રધ્ધા-વિશ્વાસ રૂપી પાર્વતી અને શિવની વંદના,સિતારામજીની વંદના,બોધમય ગુરુની વંદના વગેરે વિવિધ વંદનાઓનો આરંભ થાય છે.જે લોકબોલીમાં દોહા,ચોપાઇ,સોરઠાઓમાં ઊતરીને ગુરૂવંદના,પંચદેવોની સનાતની પરંપરાનું વંદના પ્રકરણ અને અંતે હનુમંત વંદના-મંગલ મુરતિ મારુત નંદનનાં ગાન સાથે આજે વિરામ અપાયો.