વેદાંત, વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

0
4

અસ્તિ,ભાંતી અને પ્રિયં-બ્રહ્મના ત્રણ સ્વરૂપો છે.
કેવળ વૈદિક,ભારતીય,હિન્દુધર્મને સનાતન શાશ્વત શબ્દો લાગ્યા છે.
“તમને પ્રેમ કરવાનું મારું માધ્યમ રામકથા છે.”
“સગા વહાલાઓને કહેજો ‘બહારગામ’ ગયા હો તો ‘વતનમાં’ પાછા આવતા રહે!”
આપણે પ્રકૃતિ,સંસ્કૃતિ અને સંસૃતિની સેવા કરવાની છે.
જપનિશ્ઠ,તપનિષ્ઠ અને ખપનિષ્ઠ એ બ્રહ્મનિષ્ઠ છે.

આદિતીર્થવાસીઓની ભૂમિ ગણાય એવા તાપી વ્યારા પાસેનાં સોનગઢ ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે સર્વભૂત હિતાય,સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રીતાય અહીંના તમામ લોકોને પ્રણામ કરીને સૌ પ્રથમ ગઈકાલે આપણી ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની એનાં હોદ્દેદારો કેપ્ટન સહિત બધાને અભિનંદન આપતા ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારું રમવા બદલ બાપુએ અભિનંદન આપ્યા.
અહીંની પંક્તિમાં ગોસ્વામીજીનું મંતવ્ય છે કે અનંત રામકથા જેમાં પ્રતીતિ,વિશ્વાસ,ભરોસો,શ્રદ્ધા એના ગાયકોને દ્રઢ હોય છે.બાપુએ કહ્યું કે મારા દાદા-ગુરુ પાસે રામચરિત માનસનો અભ્યાસ કરતો ત્યારે આ કથાપ્રસાદી રૂપી વાતો મને મળી છે.
અહીં રામકથાની પ્રસાદી રૂપે રામાયણ અને ગીતા ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે.
ગુરુજીએ કહેલું કે રામચરિત માનસનો પૂર્વ ભાગ વેદાંત છે.રામકથાનું પ્રતિપાદ્ય તત્વ ભગવાન રામ છે. કોઈપણ ગ્રંથને આદિ,મધ્ય અને અંત હોય છે. રામચરિતમાનસનો આદિ વેદાંત છે.રામાયણની આરતીમાં ગાવત બેદ પુરાન અષ્ટદશ કહ્યું છે. રામકથા સાધુઓનું સર્વસ્વ છે.વેદાંત એટલે વેદોનો સાર ભાગ,આખીરી ભાગ.વિષ્ણુદેવાનંદગિરિ અને વિદ્યાનંદગિરીજી મહારાજે ૧૦૮ ઉપનિષદમાંથી સારરૂપ ૧૨ ઉપનિષદો કહ્યા,એમાંથી પણ મારે ગ્રહણ કરવો હોય તો સર્વસાર ઉપનિષદને હું ગ્રહણ કરું.
શુદ્ધ વેદાંત રામાયણના અગ્રભાગે શાસ્ત્રોના ન્યાય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે.વેદાંત બ્રહ્મ અને જગતને પાંચ ભાગમાં વહેંચે છે.જેમાં ત્રણ ભાગ અસ્તિ,ભાંતી અને પ્રિયં-બ્રહ્મના ત્રણ સ્વરૂપો છે.અસ્તિ એટલે કંઈ નહીં હોય તો પણ જે છે એ. કેવળ વૈદિક ભારતીય હિન્દુ ધર્મને સનાતન શાશ્વત શબ્દો લાગ્યા છે.ભાંતિ એટલે પ્રકાશિત.જેના દ્વારા આ જગત પ્રકાશિત થાય છે.આપણે જગતના મિથ્યાપણામાં નહીં જઈએ,આપણું ગજુ પણ નથી. બ્રહ્મ સત્ય,જગત સ્ફુર્તી-એવું વિનોબાજી કહે છે. અને પ્રિયં એટલે જગત સારું લાગે છે.
હું આપને ઉપદેશ દેવા નહીં પ્રેમ કરવા આવ્યો છું. આટલા બધા પ્રલોભનો,ચમત્કારો અને વટલાવવાની પ્રવૃત્તિ છતાં તમે સનાતન ધર્મને પકડીને અડગ બેઠા છો.
અહીં સવજીભાઈ ધોળકિયાએ ૧૧ હનુમાનજીના મંદિરો માટે અને પરેશ ફાફડાવાળાએ અમેરિકાથી ૨૧ હનુમાનજીના મંદિરો આ વિસ્તારમાં બનાવવાની વાત કરી છે.મંદિરો તો બનાવશે જ પણ ફરી આવતા વર્ષે જ આ જ મનોરથીને ત્રીજી કથા- જગુમામા પરિવારને આપવાની બાપુએ જાહેરાત કરી.
તમને પ્રેમ કરવાનું મારું માધ્યમ રામકથા છે.સગા વહાલાઓને કહેજો ‘બહારગામ’ ગયા હો તો ‘વતનમાં’ પાછા આવતા રહે.વટાળ પ્રવૃત્તિની એક આગ૦હોળી સળગી રહી છે એમાંથી બચી શકે એટલા પૂળાં બચાવી લેજો.મારે કોઈ જાત-પાત નથી રામ ઉપાસક જાત પાતમાં ન પડે,પ્રેમનો નાતો હોય. તુલસીજીએ પણ કહ્યું છે કે મારે કોઈ કામનું નથી હું કોઈના કામનો નથી,હું બધી જાતિઓથી પર છું.આ ગંજીમાં આગ લાગી છે જેટલા પૂળા બચાવી શકાય એટલા બચાવજો.બ્રહ્મ એ જીવ પણ,જગત પણ અને જગદીશ પણ-આવું પાંડુરંગ દાદા કહે છે.જગત જગદીશ છે એટલે ખોટું હશે તો પણ સાચું લાગશે. માનસનો મધ્યભાગ એ વિશ્વાસ છે. રામચરિતમાનસનો ઉત્તર ભાગ એ વિજ્ઞાન છે.આપણે પ્રકૃતિ સંસ્કૃતિ અને સંસૃતિની સેવા કરવાની છે.જપનિષ્ઠ હોય એ બ્રહ્મનિષ્ઠ હોય છે. જેના આચાર,વિચાર ઉચ્ચારમાં સત્ય હોય એ બ્રહ્મનિષ્ઠ છે.તપનિષ્ઠ હોય એ બ્રહ્મનિષ્ઠ છે.જે સહન કરે,જપ કરનારે સહન કરવાનું આવશે જ. ખપનિષ્ઠ હોય એ બ્રહ્મનિષ્ઠ છે.જપનિશ્ઠ,તપનિષ્ઠ અને ખપનિષ્ઠ એ બ્રહ્મનિષ્ઠ છે.
લિવિંગ વિથ લેસ-આપણી અલમારીમાં એટલા બધા કપડા છે કે આપણે કેટલા બધાને નગ્ન કર્યા છે!એક બે કે ચાર પેઢીનું ભેગું કરો પણ પછી ક્યાં સુધી! થોડામાં જીવો! સંગ્રહ સંરક્ષણ નથી,ઉપાધિ છે. રામકથાનો મધ્યભાગ અયોધ્યાકાંડથી સુંદરકાંડ સુધી વિશ્વાસ છે.
અહીંના સ્થાનિક ગાયક દ્વારા ગીત ગવડાવીને બાપુ વ્યાસપીઠ પરથી ઉતર્યા અને બધાને ખુશ રાખતા ગીતોના તાલે નૃત્ય કરતા કથા મંડપને પણ નચાવ્યો.
જપના પાંચ અંગ છે:શ્વાસે-શ્વાસે,ધડકન-ધડકન, ડગલે-પગલે,આંખની પલકે-પલકે અને મણકે-મણકે. દેશ,કાળ અને પાત્ર જોઈને સહન કરતા શીખો એ તપ છે.માનસનો ઉત્તરકાંડ એ વિજ્ઞાન છે.
વેદાંત,વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here