પેટા – હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુકેલા સ્પર્ધકો માટે ફેશન કાર્યક્રમ યોજાયો
ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: ગુજરાતમાં અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજીક્લિનિકમાં જાણીતુ નામ ધરાવતી ક્લિઓન કેર દ્વારા ફેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હેર લોસ થવાને લીધે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવનાર લોકોની ફેશન એબિલિટીને એક પ્લેટફોર્મ આપવા માટે આ ફેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના25 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. જેમણે એક વાર ટાલ પડવાનો સામનો કર્યો હતો પણ પછી સફળ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને તેમણે પોતાનું ટ્રાન્સફોર્મેશન લોકોને દર્શાવવા માટે રેમ્પવૉક કર્યું હતું.
શહેરના બોડકદેવ સ્થિત હોટેલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ અંગે વાત કરતા ક્લિઓનકેરના ડિરેક્ટર નિશા શર્માએ જણાવ્યું કે, હેર ટ્રાન્સપ્લાન્ટ કોઈ તરત રિઝલ્ટ આપતી સર્જરી નથી પણ 4થી 6 મહિનામાં તેનું રિઝલ્ટ થોડા અંશે જોવા મળી જતું હોય છે. જે હેર લોસમાં જે કોન્ફિડન્સગુમાવ્યો હોય તેને પાછો લાવવા માટે અગત્યનો ભાગ ભજવી જાય છે. આ ફેશન કાર્યક્રમ થકી અમે કોઈ કારણસર હેર લોસથી પડેલી ટાલથી જો તમે શરમ અનુભવતાહોવ તો હેર ટ્રાન્સપ્લાન્ટથી તમે તે શરમને દૂર કરી શકો છો તેનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ક્લિઓન કેર તેની 6 વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરુપે પણ આ ફેશન ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રણી 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.