કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે.
વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે.
શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ છે.
તુલસીને રામપ્રેમ દ્વારા વૈરાગ્ય ખપે છે.
કથા બીજ પંક્તિ:
બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા;
તીરથરાજ સમાજ સુકરમા.
-બાલકાંડ-દોહો-૨
બર તર કહ હરિ કથા પ્રસંગા;
આવહિં સુનહિં અનેક બિહંગા.
-ઉત્તરકાંડ-દોહો-૫૭
આરંભે મનોરથી નરેશભાઈ તેમજ ઉમાકાંતભાઈ પરિવાર હરિઓમ,સાક્ષી ગોપાલે પોતાનો આભાર ભાવ ચોપાઈઓ દ્વારા વ્યક્ત કર્યો.સિસોદરા(નર્મદાનાં ના સામાકાંઠાથી) કબીરવડ(નર્મદાના આ કાંઠા સુધી) સુધી-૧૧ કથા દ્વારા પરિક્રમાનો આનંદ ભાવ વ્યક્ત થયો.
મોરબી કબીર મંદિર મહામંડલેશ્વર શિવરામ સાહેબે આશીર્વાદ ભાવ રાખ્યો.
કબીરને આપણે વિશ્વાસનો વડ કહ્યા.વિચાર વૈરાગ્ય, વિદ્રોહનાં વડ પણ કહ્યા.આમ તો રામચરિત માનસમાં ૧૧ વડનો ઉલ્લેખ થયો છે,અહીં આપણે પાંચ વડની વિશેષ વાતો લીધેલી.
તુલસીદાસજીની સમગ્ર રામકથાનો સાર રામનામ તો છે જ.એ ઉપરાંત એક સાર છે:વૈરાગ્ય.સમગ્ર વક્તવ્યોનો સાર રામનામને કારણે વૈરાગ્ય છે.પ્રત્યેક કાંડની ફળશ્રુતિ જુદી-જુદી છે.જેમ બાલકાંડનું ફળ ઉત્સાહ બતાવ્યું.અરણકાંડનું ફળ પણ બતાવ્યું. દરેક કાંડના ફળાદેશમાં તુલસીદાસે પોતાનું નામ નથી લખ્યું.પણ અયોધ્યા કાંડના ફળનું વર્ણન કરે છે ત્યારે સ્પષ્ટ પોતાનું નામ લખે છે.તુલસીને રામપ્રેમ દ્વારા વૈરાગ્ય ખપે છે.તુલસીનો આ અનુરાગ જન્ય વૈરાગ છે.અમારી આખી પરંપરા વૈરાગ્યપ્રધાન પરંપરા રહી છે.પરંપરાનો આનંદ છે.અમને કોઈ આલોચનાનાં રૂપમાં પણ વૈરાગી બાવા કહે છે.છતાં પણ,એ આનંદ કરે છે એનો આનંદ છે!તુલસીનો વૈરાગ્ય શુષ્ક નથી.
ગઈકાલે કલ્યાણનાં સેતુબંધની સ્થાપના થઈ.હવે રામરાજ રૂપી પરમકલ્યાણની સ્થાપના માટે આગળ વધતા રામસેના લંકામાં પ્રવેશ કરે છે.રામ રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.રાવણનું તેજ રામમાં વિલિન થાય છે.પુષ્પક આરૂઢ થઈ અયોધ્યામાં આવીને રામ કૌતુક કરે છે.અનેક રૂપ ધરીને દરેકને વ્યક્તિગત દર્શન આપે છે.
રાજગાદી પર બેઠેલા સીતારામની આરતી શંકરે કરી. દિવ્ય રામરાજનું વર્ણન એ પછી કાગભુશુંડીનું જીવન ચરિત્ર,ઉત્તરકાંડમાં સાત પ્રશ્નો અને માનસિક રોગોની ચર્ચા બાદ ચારેય વક્તાઓ કથાને વિરામ આપે છે. કબીર કહે છે કે તીર્થોની યાત્રા કરો પણ ભટકો નહીં કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે. વિશ્રામ રુપી કબીરવડનું મૂળ ક્યું?વિશ્રામ ક્યાંથી ઉગે?દરેકના અનુભવો અલગ હોઈ શકે મારા માનસનો પણ એક વડ છે અને એના આધારે કહું તો વિશ્રામ રૂપી વડલાનું મૂળ રામ છે.રામમાંથી વિશ્વાસ પ્રગટે છે.વિશ્રામ નબળો ન હોવો જોઈએ.વિશ્રામ કોનાથી મજબૂત બને?થાક ન આપે એવું થડ-એ થડ આપણા બુદ્ધપુરુષના વચનો છે.ગુરુના વચન ખૂબ મજબૂતાઈ આપે છે.ત્રણ પ્રકારનો વિશ્રામ જરૂરી છે: શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ.આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ છે.વિશ્રામ વડનાં ૩૦ પાંદડાઓ છે.માસ પારાયણ કરતા હોઈએ તો રોજ એક-દૈનિક વિશ્રામ અને નવ દિવસનું પારાયણ કરતા હોઈએ તો નવ પાંદડાઓ છે.સાધકને સદગ્રંથની ખુશ્બુ આવે એ ફૂલની ફોરમ છે.પછી પાયો પરમ વિશ્રામ-એ ફળ છે.પરમ વિશ્રામનું કથામૃત બધાને પીવડાવીએ એ એનો રસ છે.
કબીર સાહેબ વિજ્ઞાનનો પણ વડ છે.કબીરનાં વડલે પાણી પાવા નહીં,મારી વાણી પાવા આવ્યો.
સમગ્ર કથાનું ફળ કબીરવડને અર્પણ કરીને કથાને વિરામ આપવામાં આવ્યો.
આગામી-૯૫૦મી રામકથા મહાકુંભમેળા-તિર્થરાજ પ્રયાગમાં પરમાર્થ નિકેતન આશ્રમનાં સાંન્નિધ્યમાં સતુઆબાબાની પ્રેરણાથી રમાબેન જસાણી પરિવારનાં મનોરથ સાથે ૧૮ જાન્યુઆરી શનિવારથી ગવાશે.
જેનું જીવંત પ્રસારણ નિયમિત રીતે નિયત સમય મુજબ સવારનાં ૧૦થી આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ-તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તથા સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.
શેષ-વિશેષ:
સત્ય ખોવાયું છે જ ક્યાં?
દ્વારકા અને માધવપુરની વાત કરતા બાપુએ કહ્યું કે દ્વારકામાં ઓશોએ-મેં મૃત્યુ શિખાતા હું એવી-એક શિબિર વર્ષો પહેલા કરેલી.એ શિબિરને અંતે પોતાની નોંધ લખી.એમાં લખ્યું:સત્ય અંદર છે,અંદર શોધો. એ વખતે રામ દુલારી બાપુ કે જે ઓશોની બાજુના જબલપુર બાજુના-હતા.અને ઓશોની સાથે જ એક જ નદીમાં સ્નાન કરતા.તેમણે પોતાની વાત લખી કે: સત્ય અંદર ભી હૈ,બહાર ભી હૈ-એમ કરીને હસ્તાક્ષર કર્યા.અને માધવપુર,કે જ્યાં સ્વામી બ્રહ્મ વેદાંતજી રહેતા તેમની પાસે વાત આવી.તેમને પૂછાયું તેઓએ લખ્યું કે:જ્યાં સુધી શોધનાર છે ત્યાં સુધી સત્ય ક્યાં છે?એ પછી બ્રહ્મવેદાંતજી મને (મોરારીબાપુને)પૂછ્યું: તમે શું કહો છો?બાપુએ કહ્યું કે મેં એવું કહ્યું કે:સત્ય ખોવાયું છે જ ક્યાં તે ગોતવાની જરૂર પડે!
કથા વિશેષ:
ધન્ય છે એ બહેનને જે અવિરત ડીશો સાફ કરતા રહ્યાં..
આજે વિરામના દિવસે બાપુએ આશીર્વાદ વાતો કરતા તમામ આયોજકો,ગ્રામજનો,યુવાનો, સ્વયંસેવકો,દાનાભાઈ ફાફડાવાળાનો દીકરો પરેશને ખાસ યાદ કરીને રાજીપો વ્યક્ત કર્યો
કહ્યું કે મહુવા પાસેના નેસવડનાં ૩૦૦-૪૦૦ સ્વયંસેવકો સતત સેવા આપી રહ્યા છે.એક બહેન સવારના ૬ થી રાત્રિના ૧૦ સુધી માત્ર ડિશો જ સાફ કરે છે!ન ક્યારેય મળવાની વાત કરે છે!આવા જાહેરમાં ન દેખાતા સેવકો,નરેશભાઈ પરિવાર-જે શ્રવણ ઉપરાંત નિરંતર સ્વાધ્યાય પણ કરે છે-આ બધાનો આ ક્રમ જળવાઈ રહે એવી પ્રાર્થના-પ્રસન્નતા અને રાજીપાનો ભાવ વ્યક્ત કર્યો.
એ પણ ઉમેર્યું કે ઘણાને ધનની ખેંચ હોય છે,ક્રિકેટમાં ક્યારેક રનની ખેંચ હોય,રાજકીય ક્ષેત્રે મતની ખેંચ હોય એમ મારે સતત સમયની ખેંચ રહે છે!
અયોધ્યાના રામલલાની પ્રતિષ્ઠાની મહાઆરતીથી મંડપ ઝળહળી ઊઠ્યો
બાળકોના દફતરમાં રામાયણ અને ગીતા રાખવાની વાત કરું છું.અનેક શાળાઓ અને અનેક મા-બાપ આવું શરૂ કરી રહ્યા છે.આજે વિવેકાનંદ પ્રાગટ્ય દિવસનું પણ સ્મરણ કરીને એ પણ કહ્યું કે અયોધ્યામાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આ દિવસોમાં થઈ.ત્યારે વચ્ચે એક મહાઆરતી-જ્યાં બધાના મોબાઇલની સ્વીચ ચાલુ કરીને આખો કથા મંડપ અને દુનિયાના તમામ દેશોમાં કથા સાંભળતા લોકોને પણ વિનય સાથે આરતી કરી કરવાનું કહ્યું ત્યારે સમગ્ર મંડપ તેજથી ઝળહળી ઉઠ્યો હતો.