અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

0
14

રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી.

સમુદ્રમંથન વખતે નિકળેલાં રત્નોમાંથી એક-એક સારી વાત ગ્રહણ કરવી એ મન-હ્રદયરૂપી સમુદ્રનો અભિષેક છે.

“સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક દર્પણની જેમ.”

ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તા શહેરમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે ‘ ચિત્ત ચાઉ’ શબ્દ વિશે પૂછાયેલું એનાં પ્રત્યુત્તરમાં બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં આ શબ્દ ઘણી વખત આવ્યો છે.એનો મતલબ સ્પષ્ટ છે.ચાઉ એટલે ઉત્સાહ.હર્ષ નહીં.રામના જન્મ ઉપર દેવતાઓ હર્ષિત થાય છે અને સંતોને ઉત્સાહ થયો છે.અન્ય એક શબ્દ અખંડ અને આકંઠ વિશે બાપુએ કહ્યું કે દાદાએ ગળા પર હાથ રાખીને આકંઠ રામકથા માટે કહેલું.અખંડનો મતલબ ચોવીસ કલાક નિરંતર,વચ્ચે કંઈ ખંડિત ના થાય એ રીતનો પાઠ.પરંતુ આકંઠ એટલે કંઠમાં ઘટે નહીં,ભરપૂર રહે;કંઠ ભરપૂર રહે એ પ્રકારનો પાઠ આકંઠ કહેવાય છે.અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે.રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી.

બુદ્ધની ગુફાઓને યાદ કરતા બાપુએ હવે પછીની કથા અજંતા-ઇલોરામાં થશે એ તરફ પણ ઈશારો કર્યો.

માધુર્યનાં દસ લક્ષણો જેમાં:રૂપ,લાવણ્ય,સૌંદર્ય, માધુર્ય,સુકોમળતા,માસુમિયત,યૌવન,સુગંધ,સુવેશ, કૌમાર્ય,સ્વચ્છતા,ધવલતા વગેરે છે.આ બધા જ લક્ષણો રામમાં દેખાય છે.

બાપુએ કહ્યું કે બુદ્ધપુરુષના આચરણને ટચ કરવો એ પણ એનો અભિષેક છે.

દરસ પરસ મજ્જન અરૂ પાના…એટલે કે બુદ્ધપુરુષનું દરસ-દર્શન કરવું,તેમના આચરણને સ્પર્શ કરવો,તેની વાણીનું મજ્જન કરવું એ એનો અભિષેક છે.

સમુદ્રના અભિષેક બાબત બાપુએ કહ્યું કે દેવતાઓ અને અસુરોએ મળીને સાગરનું મંથન કર્યું.પુરાણોમાં થોડા-થોડા ભેદ સાથે ઘણી કથાઓ મળે છે.મંથન પછી ૧૪ રત્ન નીકળે છે.રત્ન એટલે ઘન ચીજ જ નહીં.પ્રવાહી પણ છે,વૃક્ષ પણ છે,પશુના રૂપમાં પણ છે,દેવતા અને દેવી પણ એમાંથી નીકળ્યા છે.

આ ૧૪ રત્નમાં હળાહળ-વિષ,ચંદ્રમા,ભગવતી લક્ષ્મી,કલ્પતરુ,કામદુર્ગા ગાય,ઐરાવત હાથી,ઉચ્ચ શ્રવા ઘોડો,ધનવંતરી,કૌસ્તુભ મણી,પંચજન્ય શંખ, અપ્સરા રંભા,વારુણિ-મદિરા અને અમૃત.

જેમાં ત્રણ પશુ છે-ઐરાવત હાથી,ઉચ્ચશ્રવા ઘોડો અને કામદુર્ગા ગાય.ત્રણ પેય છે-અમૃત,ઝેર અને વારુણિ-મદિરા.બે માતૃશરીર-રંભા અને લક્ષ્મી છે.

બે દેવતાઓ-ચંદ્રમાં અને ધનવંતરી છે.એક વાદ્ય-શંખ એક મણી અને કલ્પવૃક્ષ અને પારિજાત એ બે વૃક્ષ પણ છે.

બાપુએ કહ્યું કે આપણા મન,આપણા હૃદયરૂપી સમુદ્રમાં મંથન કરવાથી આ બધું જ નીકળે છે.એમાં દ્વૈષનું ઝેર છે,કોઈક રંભા પણ એમાં છે,શ્રીરૂપી લક્ષ્મી છે,હૃદયમાં મદિરા પણ ઉછળે છે.કોઈક ધ્વનિ-પાંચ જન્ય શંખ છે અને કાન ઉપર કરી અને સારું સાંભળવા માટે ઉત્સુક ઉચ્ચશ્રવા ઘોડો છે.વિવેકના પ્રતીક જેવો ઐરાવત હાથી પણ છે.હૃદયનું દોહન કરવાથી આપણી ઓકાત પ્રમાણે મનોકામના પૂરી કરતી કામદુર્ગા ગાય છે અને કલ્પતરુની છાયામાં મનોરથ પણ પૂરા થાય છે.એક ખાસ પ્રકારની ખુશ્બુ એ પારિજાત છે.હૃદયમાં ચંદ્ર પણ છે.

આમાંથી જે સારું હોય એને ખેંચીએ,એનો સ્વિકાર કરીએ એ હૃદયનો કે સમુદ્રનો અભિષેક કહી શકાય બાપુએ કહ્યું કે અન્ય બે રત્ન જે પરમાત્માનાં અવતાર સમુદ્રમાંથી નીકળ્યા છે:એક મત્સ્ય અવતાર અને બીજો કૂર્મ-કાચબાનો અવતાર.એક-એક રત્નમાંથી એક-એક વસ્તુ ગ્રહણ કરીએ એ હૃદય સમુદ્રનો અભિષેક છે.

મનની ચંચળતા,અનિર્ણાયકતા,બુદ્ધિ ની અસ્થિરતા અને ચિત્તની અશુદ્ધિ તેમજ અહંકારનાં નાશ માટે શું કરવું જોઈએ?

બાપુએ કહ્યું કે આ બધામાં અહંકાર ખતરનાક છે. એટલે મનમાં પણ અહંકાર ન રહે,બુદ્ધિમાં પણ ન રહે અને ચિત્ત પણ અહંકાર મુક્ત બને એ માટે યોગ કરો.યોગનું પ્રથમ દ્વાર છે:વાક્ નિરોધ-વાણી ઉપર કંટ્રોલ કરો.મીઠું બોલો,સત્ય બોલો અને સીમિત બોલો.તેમજ અપરિગ્રહ કરો એટલે કે સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક દર્પણની જેમ. તેમજ આશા અને ઈચ્છા ઓછી કરો,એકાંતશીલ રહો.

એ પણ ઉમેર્યું કે પૂર્ણાહૂતિનાં દિવસ રવિવારે કથા સવારે સાત વાગે એટલે કે ભારતીય સમય અનુસાર સવારે સાડા ચાર વાગે કથાનો આરંભ કરવામાં આવશે.

Box

કથા વિશેષ:

રોજ મળતી વિવિધ સામગ્રીઓમાંથી મળેલી શેર-શાયરીઓ:

દુશ્મન ઐસે આસાનીસે કહાં મિલતા;

પહલે બહોત લોગોંકા ભલા કરના પડતા હૈ.

સચકા પતા હો તો

જૂઠ સુનનેમેં મજા આતા હૈ.

ગજબકી ધૂપ હૈ,મેરે શહરમેં;

ફીર ભી,લોગ ધૂપસે નહીં,મુજસે જલતે હૈ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here