યામાહા દ્વારા ગુજરાતમાં A સિરીઝ, ફેસિનો અને RayZR મોડેલો પર ફેસ્ટિવ ઓફર જાહેર

0
30
Untitled (1024 x 720 px) - Yamaha RayZR Festive offers

યામાહાની 150cc FZ મોડેલ રેન્જ અને 125cc Fi હાઈબ્રિડ સ્કૂટરો પર ખાસ કેશબેક, હાઈબ્રિડ સ્કૂટર્સ પર રૂ. 2999થી શરૂ થતું અને FZ પર રૂ. 7999થી શરૂ થતું નીચું ડાઉન પેમેન્ટ

ભારત તહેવારોની સ્વર્ણિમ મોસમની ઉજવણી માટે સુસજ્જ બની રહ્યો છે ત્યારે ઈન્ડિયા યામાહા મોટર દ્વારા ગુજરાતમાં તેના ગ્રાહકો માટે વિશેષ ઓફરોની ઘોષણા કરવામાં ખુશી અનુભવે છે. તહેવારના જોશની રેખામાં યામાહાની ખાસ ડીલ્સ તેની લોકપ્રિય 150cc FZ મોડેલ રેન્જ અને 125cc Fi હાઈબ્રિડ સ્કૂટર્સ પર ઉત્તમ લાભો ઓફર કરે છે, જે ગ્રાહકોને તેમના સપનાની યામાહા ટુ-વ્હીલર ઘરે લાવવાનો આ ઉત્તમ સમય બનાવે છે.

ઓફરો અને યોજનાઓઃ

  • FZ-S Fi Ver 4.0, FZ-S Fi Ver 3.0, FZ Fi પર રૂ. 7000 સુધી કેશબેક અને રૂ. 7999નું નીચું ડાઉન પેમેન્ટ.
  • ફેસિનો 124 Fi હાઈબ્રિડ અને RayZR 125 Fi હાઈબ્રિડ પર રૂ. 4000 સુધી કેશબેક અને રૂ. 2999નું નીચું ડાઉન પેમેન્ટ.

યામાહાના વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રીમિયમ મોટરસાઈકલો, જેમ કે, YZF-R3 (321cc), MT-03 (321cc), YZF-R15M (155cc), YZF-R15 V4 (155cc), YZF-R15S V3 (155cc), MT-15 V2 (155cc), અને FZ સિરીઝ બાઈક્સ, જેમ કે, FZ-S Fi Ver 4.0 (149cc), FZ-S Fi Ver 3.0 (149cc), FZ Fi (149cc), and FZ-X (149cc)નો સમાવેશ થાય છે. ઉપરાંત યામાહા સ્કૂટરોની રેન્જ ઓફર કરે છે, જેમાં એરોક્સ 155 વર્ઝન S (155cc), એરોક્સ 155 (155cc), ફેસિનો S 125 Fi હાઈબ્રિડ (125cc), ફેસિનો 125 Fi હાઈબ્રિડ(125cc), RayZR 125 Fi હાઈબ્રિડ (125cc), અને RayZR સ્ટ્રીટ રેલી 125 Fi હાઈબ્રિડ (125cc)નો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here