Xiaomi એ સ્માર્ટફોન X AIoT અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે Redmi Note 14 5G સિરીઝ અને સ્માર્ટ ઑડિયો પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું

0
18
O17 PRODUCT SHOOT | Mad3

~ Redmi Note 14 Pro Series 5G: AI-પાવર્ડ પર્ફોમન્સ, ફ્લેગશિપ કૅમેરા, સ્લીક કર્વ્ડ ડિઝાઇન અને Gorilla® Glass Victus® 2 અને IP68 ની સાથે બેજોડ ટકાઉપણાનું એક શ્રેષ્ઠ મિશ્રણ, જે આ સેગમેન્ટની સૌથી શક્તિશાળી બેટરી દ્વારા સમર્થિત છે.

~ Redmi Note 14 5G: એક નવી ડિઝાઇન, શક્તિશાળી કેમેરા સેટઅપ અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે, Redmi Note 14 તમારા મોબાઇલ અનુભવને પર્ફોમન્સ અને સૌંદર્ય શાસ્ત્ર બંનેમાં વધારે છે.

~ સ્માર્ટ સ્પીકર અને રેડમી બડ્સ 6: સ્પષ્ટ અવાજ, લાંબી બેટરી લાઇફ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવો ઑડિયો પહોંચાડતા સ્માર્ટફોન x AIoT ઇકોસિસ્ટમને વધારે છે.

નવી દિલ્હી 09 ડિસેમ્બર 2024: વૈશ્વિક ટેક્નોલોજી અગ્રણી Xiaomi એ આજે Redmi Note 14 5G સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં શ્રેષ્ઠતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. આ સિરીઝ એક ફ્લેગશિપ કેમેરા, તેના સેગમેન્ટમાં સૌથી મોટી બેટરી અને અસાધારણ ટકાઉપણું પ્રદાન કરે છે, જે એક સહજ, બુદ્ધિશાળી અનુભવ માટે AI દ્વારા સંચાલિત છે. આ મોબાઇલ અનુભવોને નવી ઊંચાઈઓ સુધી લઇ જવા માટે અદ્યતન પ્રદર્શન, નવીન ડિઝાઇન અને અદ્યતન કેમેરા સિસ્ટમને જોડે છે.

Redmi Note 14 સિરીઝની સાથે Xiaomi પોતાની ઑડિયો શ્રેણીનો વિસ્તાર કરતાં Xiaomi સાઉન્ડ આઉટડોર સ્પીકર અને Redmi Buds 6 પણ રજૂ કરી રહી છે. આ નવા ડિવાઈઝ સહજ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જે સ્માર્ટફોન અને ઓડિયો ઉત્પાદનોમાં વપરાશકર્તા અનુભવને વધારે છે. પોતાની સ્માર્ટફોન x AIoT સ્ટ્રેટજી દ્વારા Xiaomi વધુ સ્માર્ટ, વધુ સંકલિત ઇકોસિસ્ટમ માટે નવીન, સુલભ ટેકનોલોજી પહોંચાડવાનું ચાલુ રાખે છે.

Redmi Note 14 Pro Series: પાવર, ટકાઉપણું અને નવીનતાનું પરફેક્ટ મિશ્રણ
Redmi Note 14 Pro+ 5G અને Redmi Note 14 Pro 5G સ્માર્ટફોનના અનુભવને તેમની નવીન સુવિધાઓ, પ્રીમિયમ ડિઝાઇન અને બુદ્ધિશાળી કાર્યક્ષમતા સાથે ફરીથી વ્યાખ્યાયિત કરે છે. બંને મૉડલો આગળની બાજુએ કૉર્નિંગ® ગોરિલ્લા® ગ્લાસ વિક્ટસ® 2 અને પાછળની તરફ ગોરિલ્લા® ગ્લાસ 7i સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જે વધુ મજબૂતી પ્રદાન કરે છે. સાથો સાથ ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP68 રેટિંગ પણ ધરાવે છે. Xiaomi HyperOS દ્વારા સંચાલિત આ સિરીઝ લાઇવ વિડિયો સબટાઈટલ, ભાષા અનુવા અને સીમલેસ મલ્ટીટાસ્કિંગ, અને સહજ કનેક્ટિવિટી માટે જેમિની AI જેવી સંચાલિત સુવિધાઓ રજૂ કરે છે. 1.5K રિઝોલ્યુશન, 3000 nits પીક બ્રાઇટનેસ, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસની સાથે એક શાનદાર 6.67 ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે ઇમર્સિવ વિઝ્યુઅલ્સ અને એકોસ્ટિક્સ ઓફર કરે છે. Redmi Note 14 Pro 5G એ શ્રેષ્ઠ અર્ગોનોમિક્સ અને સૌંદર્ય શાસ્ત્ર માટે ભવ્ય, કર્વ્ડ ડિસ્પ્લે સાથે અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવે છે.

જ્યારે બંને મોડલ એક મજબૂત પાયો ધરાવે છે, ત્યારે Redmi Note 14 Pro+ 5G સ્માર્ટફોન પર Xiaomiની અત્યાર સુધીની સૌથી મોટી બેટરી સાથે અલગ છે, જેમાં 90W હાઇપરચાર્જ ટેક્નોલોજી સાથે લાંબા સમય સુધી ચાલતા પાવર માટે 6200mAh ની બેટરી છે. ડિવાઇસ એક ફ્લેગશિપ 50MP લાઇટ ફ્યુઝન 800 કેમેરાથી સજ્જ છે જે સુપર OIS ને આભારી છે કે તે શ્રેષ્ઠ લૉ-લાઇટ પર્ફોમન્સ અને શાર્પ, ડિટેલ્સ શૉટ્સ ઓફર કરે છે. કેમેરા સેટઅપને નાટકીય દ્રશ્યો માટે 8MP સોની અલ્ટ્રા-વાઇડ કેમેરા અને અકલ્પનીય પોટ્રેટ માટે સક્ષમ 50MP 2.5X ટેલિફોટો કેમેરા દ્વારા કેમેરા સેટઅપને વધારેલ છે.

Redmi Note 14 Pro 5G એ શક્તિશાળી 50MP Sony LYT-600 સેન્સર છે, જે AI બોકેહ અને ડાયનેમિક શૉટ્સ સાથે શાનદાર ક્રિસ્પ ઇમેજ માટે પ્રો-લેવલ ફોટોગ્રાફી પ્રદાન કરે છે. 5500mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi Note 14 Pro 5G સમગ્ર દિવસ દરમિયાન લાંબા સમય સુધી ચાલતી કામગીરીની ખાતરી આપે છે. બંને મૉડલ 4 વર્ષના સૉફ્ટવેર અપડેટ્સ સાથે આવે છે, જે ભવિષ્ય માટે સુરક્ષિત અને સતત શ્રેષ્ઠ થતા વપરાશકર્તા અનુભવને સુનિશ્ચિત કરે છે.

બંનેને સ્ટાઇલ અને ટકાઉપણા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં Redmi Note 14 Pro+ 5G સ્પેક્ટર બ્લુ, ટાઇટન બ્લેક અને ખાસ ફેન્ટમ પર્પલ વેગન લેધર એડિશનમાં ઉપલબ્ધ છે, જ્યારે Redmi Note 14 Pro 5G એ આઇવી ગ્રીન, ટાઇટન બ્લેક અને પ્રથમવાર પ્રો પર એક ડ્યુઅલ-ટોન વેગન લેધર ફેન્ટમ પર્પલ એડિશનમાં ઉપલબ્ધ છે.

Redmi Note 14 5G: દરરોજની ઉત્કૃષ્ટતાને વધારતા
Redmi Note 14 5G શાનદાર ડિઝાઇન અને શક્તિશાળી પ્રદર્શનની સાથે એક શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. તેના સ્ટાઇલિશ કેમેરા ડેકો, કર્વ્ડ બોડી અને મિસ્ટિક વ્હાઇટ, ફેન્ટમ પર્પલ અને ટાઇટન બ્લેક જેવા આકર્ષક કલર વિકલ્પો સાથે તે એક એવો ફોન છે જે સૌથી અલગ છે. 6.67-ઇંચનું AMOLED ડિસ્પ્લેની સાથે 120Hz રિફ્રેશ રેટ અને 2100 nits પીક બ્રાઇટનેસ સાથે અદભૂત વિઝ્યુઅલ આપે છે, જે કોઈપણ પ્રકાશમાં વાઇબ્રન્ટ સ્પષ્ટતાની ખાતરી આપે છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ડિવાઇસને ઝડપી અનલૉક કરવાનું અને વધુ સુવિધાજનક બનાવે છે.

જ્યારે ક્ષણોને કેપ્ચર કરવાની વાત આવે છે, ત્યારે 50MP Sony LYT-600 સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને મેક્રો લેન્સ સાથે જોડાયેલું છે, તે સુનિશ્ચિત કરે છે કે તમે દર વખતે તીક્ષ્ણ, વિગતવાર શોટ્સ મેળવો. 5110mAh ની બેટરી હવે 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે વધુ ઝડપથી ચાર્જ થાય છે, જે તેના પુરોગામી મૉડલથી નોંધપાત્ર અપગ્રેડ છે, જે તમને ઓછી રાહ સાથે પાવરફુલ બનાવી રાખે છે. ઇમર્સિવ સાઉન્ડ માટે, ડૉલ્બી અટમૉસ સાથેના ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ તમારા મલ્ટીમીડિયા અનુભવને આગલા સ્તર પર લઈ જાય છે.

સ્થાનિક ઉત્પાદન માટે Xiaomi ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા ત્રણેય ડિવાઇસ-Redmi Note 14 Pro+ 5G, Redmi Note 14 Pro 5G, અને Redmi Note 14 5G—અમારી મેક ઇન ઇન્ડિયા પહેલનો એક ભાગ છે.

Xiaomi સાઉન્ડ આઉટડોર સ્પીકર: કોઈપણ એડવેન્ચર માટે શ્રેષ્ઠ સાઉન્ડ
Xiaomi સાઉન્ડ આઉટડોર સ્માર્ટ સ્પીકર, 2024 રેડ ડોટ એવોર્ડ વિજેતા આકર્ષક અને પોર્ટેબલ ડિઝાઇનને શક્તિશાળી પ્રદર્શનની સાથે જોડે છે. ભલે તમે બેકયાર્ડ ગેધરીંગ હોસ્ટ કરી રહ્યાં હોવ, કઠોર રસ્તાઓ પર હાઇકિંગ કરી રહ્યાં હોવ અથવા પુલના કિનારે આરામ કરી રહ્યાં હોવ, તેની બહુમુખી ડિઝાઇન અવાજની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના સરળ ગતિશીલતાને સુનિશ્ચિત કરે છે. ડ્યુઅલ સબવૂફર સાથે તેનો શક્તિશાળી 30W ડ્રાઇવર ગમે ત્યારે, ગમે ત્યાં ઇમર્સિવ ઑડિયો પહોંચાડે છે. ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP67 રેટિંગ સાથે માત્ર 597g વજનવાળું આ સ્પીકર કોઇપણ એડવેન્ચર કે હવામાન માટે તૈયાર છે. દિવસની સફર અથવા લાંબી સહેલગાહ માટે બિલકુલ પરફેક્ટ, 2600mAh બેટરી 12 કલાક સુધી પ્લેબેક પ્રદાન કરે છે, જ્યારે ઝડપી ચાર્જિંગ તમને માત્ર 2.5 કલાકમાં સંપૂર્ણ પાવર પૂરો પાડે છે. મોટી સભાઓ માટે, બ્લૂટૂથ 5.4 100 સ્પીકર્સની સાથે પેયરિંગને સક્ષમ બનાવે છે, જે એક સરાઉન્ડ સાઉન્ડનો અનુભવ બનાવે છે.

Redmi Buds 6: દરેક જીવનશૈલી માટે પ્રીમિયમ સાઉન્ડ અને સ્માર્ટ ફીચર્સ
Redmi Buds 6 એ સેગમેન્ટ-ફર્સ્ટ ડ્યુઅલ-ડ્રાઈવર સિસ્ટમ ધરાવે છે, જેમાં 12.4mm ડાયનેમિક ટાઇટેનિયમ ડ્રાઇવર અને 5.5mm માઇક્રો પીઝોઇલેક્ટ્રિક ડ્રાઇવરને જોડી રિચ બાસ અને ક્રિસ્પ હાઇઝ આપવામાં આવ્યા છે. 49dB હાઇબ્રિડ એક્ટિવ નોઇઝ કેન્સલેશન સાથે, તેઓ 99.6% થી વધુ બાહ્ય અવાજને અવરોધે છે, જે કોઈપણ વાતાવરણમાં ઇમર્સિવ સાંભળવાનો અનુભવ પ્રદાન કરે છે, પછી ભલે તે મુસાફરી, કામ કરતા હોય અથવા આરામ કરતા હોય. ડ્યુઅલ ડિવાઇસ પેયરિંગ ડિવાઇસ વચ્ચે સહજ સ્વિચિંગની મંજૂરી આપે છે, જ્યારે AI ENC અને ક્વાડ-માઇક સિસ્ટમ પવનની સ્થિતિમાં અથવા ચાલતી વખતે પણ ક્રિસ્ટલ-ક્લિયર કૉલ્સની ખાતરી આપે છે, – આઉટડોર મીટિંગ્સ, વર્કઆઉટ કૉલ્સ અથવા જોગિંગ માટે આદર્શ. કેસનો ઉપયોગ કરીને 42 કલાક સુધી અને એક જ ચાર્જ પર 10 કલાક સુધીના પ્લેબેક સાથે, Redmi Buds 6 લાંબી સફર, મુસાફરી અથવા આખા દિવસના ઉપયોગ માટે એકદમ યોગ્ય છે, જે તેને કોઈપણ જીવનશૈલી માટે શ્રેષ્ઠ ઓડિયો સાથી બનાવે છે.

કિંમત અને ઉપલબ્ધતા:
Redmi Note 14 Pro+ 5G 8GB+256GB માટે 29,999 રૂપિયા, 12GB+256GB માટે 31,999 રૂપિયા અને 12GB+512GB માટે 34,999 રૂપિયા જે નેટ અસરકારક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં ઓફર સામેલ છે. Redmi Note 14 5G સિરીઝ Mi.com, Flipkart.in અને Xiaomi રિટેલ સ્ટોર્સ અને અધિકૃત રિટેલ પાર્ટનર્સ પર 13 ડિસેમ્બર 2024થી ઉપલબ્ધ થશે.

Redmi Note 14 Pro 5G એ 8GB+128GB માટે 23,999 રૂપિયા અને 8GB+256GB માટે 25,999 રૂપિયાની નેટ અસરકારક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં ઓફર સામેલ છે. Redmi Note 14 5G સિરીઝ Mi.com, Flipkart.in અને Xiaomi રિટેલ સ્ટોર્સ અને અધિકૃત રિટેલ પાર્ટનર્સ પર 13 ડિસેમ્બર 2024થી ઉપલબ્ધ થશે.
સૌપ્રથમ વખત Redmi Note Pro સિરીઝ Flipkart Minutes પર ગ્રાહકો માટે ખરીદી માટે ઉપલબ્ધ થશે.
Redmi Note 14 5G એ 6GB+128GB માટે 17,999 રૂપિયાની, 8GB+256GB માટે 18,999 રૂપિયા અને 12GB+256GB માટે 20,999 રૂપિયાની ઑફર્સ સહિતની નેટ અસરકારક કિંમતે ઉપલબ્ધ થશે. Redmi Note 14 5G સિરીઝ Mi.com, Amazon.in અને Xiaomi રિટેલ સ્ટોર્સ અને અધિકૃત રિટેલ પાર્ટનર્સ પર 13 ડિસેમ્બર 2024થી ઉપલબ્ધ થશે.

ઓફરની વિગતો:
વપરાશકર્તાઓ ICICI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે 1000 રૂપિયાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ અથવા1000 રૂપિયા એક્સચેન્જ બોનસ અથવા એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસ નો કોસ્ટ ઇએમઆઈ લોન પર 1000 રૂપિયાના કેશબેકનો લાભ મેળવી શકે છે.

Redmi Buds 6 ની કિંમત 2999 રૂપિયા છે, જે 13 થી 19 ડિસેમ્બર, 2024ની વચ્ચે 2799 રૂપિયા પર સ્પેશ્યલ લોન્ચ થશે. શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી અને સીમલેસ કનેક્ટિવિટી ઓફર કરતી Redmi Buds 6 mi.com, Amazon.in અને Xiaomi રિટેલ પર ઉપલબ્ધ થશે.

Xiaomi સાઉન્ડ આઉટડોર સ્પીકરની કિંમત 3999 રૂપિયા હશે, જે 13 થી 19 ડિસેમ્બર, 2024ની વચ્ચે 3499 રૂપિયા પર ઉપલબ્ધ થશે,તમારા સ્માર્ટ હોમ અનુભવને વધારવા માટે બનાવવામાં આવેલ Xiaomi સાઉન્ડ આઉટડોર સ્પીકર mi.com, Flipkart અને Xiaomi Retail પર ઉપલબ્ધ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here