વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો

0
33

અમદાવાદ 08મી મે 2024: આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા-પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદોત્સવ યોજાયો. સવારે 10:00 કલાકે બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા તથા શ્રી યોગેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ માતા-પિતા બાળકો અને અન્ય સભ્યોના પ્રાસંગિક ઉદબોધનો પ્રાપ્ત થયા. આ તબક્કે ક્લબ બેબીલોનના ચેરમેન શ્રી રઘુરામભાઈ ઠક્કરનું પણ સમગ્ર ટીમ વતી સન્માન કરવામાં આવ્યું. ક્લબ બેબીલોનમાં તમામ પ્રકારની સુવિધાઓ શ્રી અશોકભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ક્લબ બેબીલોન દ્વારા આ તમામ વ્યવસ્થાઓ વિના મૂલ્ય ઉપલબ્ધ કરાવી સમગ્ર આયોજનને સ્પોન્સર કરવામાં આવેલ હતું.

આ તબક્કે વડીલ અને ચેરમેન શ્રી રઘુરામ બાપા એ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને વર્ષમાં બે વખત આ જ રીતે બાળકોને આનંદ પ્રમોદ માટે ક્લબ બેબી લોનમાં આવી અને તેની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવ્યું હતું જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. આ તબક્કે શ્રી કિરીટભાઈ ઠક્કર, શ્રી પ્રવીણભાઈ ઠક્કર, શશીકુંજ અકાદમીના ડાયરેક્ટર સુશ્રી ભૈરવીબેન યોગેશભાઈ લાખાણી, સુશ્રી વિરાલી જય લાખાણી તથા ટીમના અન્ય  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સ્વિમિંગ પૂલ ખાતે બાળકો એ પાણીની રમતોની મજા લીધી હતી, સાથે સાથે માતા-પિતાઓએ પણ ગરબાનો આનંદ લીધો હતો. ભોજન બાદ એસી બેન્કવેટ હોલમાં ઇન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું તથા સ્વાસ્થ્ય અંગે તમામ જરૂરી માહિતીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા. સાંજે પણ સુંદર મજાનું ભોજન લઈ અને સૌએ એક યાદગાર દિવસ માણી અને ક્લબ બેબીલોનથી વિદાય લીધી. આ આયોજનને સફળ બનાવવા તથા તમામ જરૂરી વ્યવસ્થાનું સંકલન કરવામાં શ્રી જીતેન્દ્રભાઈ કારીઆ, શ્રી હિમાંશુભાઈ ઠક્કર, શ્રી અલ્પેશભાઈ જોબનપુત્રા, શ્રી દિવ્યેશભાઈ તન્ના, શ્રી ચિરાગભાઈ રોશનીયા, શ્રી જનકભાઈ કાનાબાર તથા અન્ય સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here