દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

0
2
  • ટેલિરોબોટિક-અસિસ્ટેડ ઇંટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સર્જરી 35-40 મિલિસેકન્ડ (સેકન્ડનાો વીસમો ભાગ) કરતા ઓછા વિલંબમાં ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
  • દુનિયાની પહેલી રોબોટિક બીટિંગ હાર્ટ ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ, ને માત્ર 40 મિલિસેકન્ડની લેટન્સી સાથે ટેલીસર્જરીના માધ્યમથી પૂરી કરવામાં આવી.
  • ગુરુગ્રામમાં એસએસ ઇનોવેશન્સના હેડક્વાર્ટર સાથે જોડાયેલ SSI મંત્રા 3 સર્જિકલ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને 286 કિમી દૂર રાજસ્થાનના જયપુરમાં આવેલ મણિપાલ હોસ્પિટલ્સમાં સર્જરી થઇ.
  • SSI મંત્રા ટેલિસર્જરી માટે ભારતની પ્રથમ CDSCO-માન્યતા પ્રાપ્ત સર્જિકલ રોબોટિક સિસ્ટમ છે, જે જટિલ સર્જરીઓને ચોક્કસ અને સુલભ બનાવે છે.

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2025: દેશમાં સૌપ્રથમ સ્વદેશી સર્જીકલ રોબોટિક ટેકનોલોજીના ડેવલપર અને ભારતમાં નિર્મિત SSI મંત્રા સર્જીકલ રોબોટિક સિસ્ટમ બનાવનાર કંપની એસએસ ઇનોવેશન્સે માત્ર બે દિવસમાં દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરીને સફળતાપૂર્વક પાર પાડીને વિશ્વસ્તરીય મેડિકલ જગતમાં ઇતિહાસ રચી દીધો છે. કંપનીએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જે અત્યાર સુધી કોઇએ મેળવી નથી. એસએસઆઈ મંત્રા 3 સર્જીકલ રોબોટિક સિસ્ટમની મદદથી આ શકય થયું, જેમાં 286 કિલોમીટરના અંતરે આવેલા ગુરૂગ્રામમાં એસએસ ઇનોવેશન્સનું હેડક્વાર્ટર અને જયપુરમાં મણિપાલ હોસ્પિટલ જોડાયેલ રહ્યા. આ ઐતિહાસિક સિદ્ધિ એ એવા ભવિષ્યનો માર્ગ મોકળો કર્યો છે જ્યાં અદ્યતન સર્જીકલ ટેકનોલોજી સુલભ અને અસરકારક વૈશ્વિક હેલ્થકેરનું અભિન્ન ભાગ બની જશે.

રિમોટ દ્વારા ટેલિરોબોટિક-અસસિસ્ટેડ ઇન્ટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગની પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ સર્જરી ગુરુગ્રામમાં SSI મુખ્યાલયના SS ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇંક ના સંસ્થાપક, ચેરમેન અને CEO ડૉ. સુધીર શ્રીવાસ્તવના નેતૃત્વમાં અને મણિપાલ હોસ્પિટલ, જયપુરમાં ચીફ ઓફ કાર્ડિયક સર્જરી ડૉ.લલિત મલિકે જયપુરની રિમોટ લોકેશનમાં નિષ્ણાતોની ટીમની સાથે આ સર્જરીને પૂરી કરી. આ સર્જરી માત્ર 35-40 મિલિસેકન્ડની લો લેટન્સી સાથે ઉત્તમ ચોકસાઈનું પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક પ્રક્રિયા પછી બીજી એક પ્રક્રિયા શરૂઆત થઈ – વિશ્વની પ્રથમ રોબોટિક બીટીંગ હાર્ટ ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી. વિશ્વની સૌથી જટિલ કાર્ડિયાક સર્જરી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે; આ ભાગીદારીમાં માત્ર 40 મિલિસેકન્ડની ઓછી લેટન્સીમાં કરવામાં આવી હતી.

SSI મંત્રા 3 સર્જિકલ રોબોટિક સિસ્ટમ, એ વિશ્વની એકમાત્ર રોબોટિક સિસ્ટમ છે જેને ટેલિસર્જરી અને ટેલી-પ્રોક્ટરિંગ માટે નિયમનકારી મંજૂરી મળી છે.

આ ઐતિહાસિક સિદ્ધિ પર ખુશી વ્યકત કરતાં એસએસ ઇનોવેશન્સના સંસ્થાપક, ચેરમેન અને સીઇઓ ડૉ.સુધીર શ્રીવાસ્તવે કહ્યું કે, “અમને ગર્વ છે કે અમે માનવતાને લાભ પહોંચાડવા માટે સર્જરીની ક્ષમતાને આધુનિક બનાવીએ છીએ. આનાથી ખાસ કરીને દૂરના વિસ્તારોના દર્દીઓને ફાયદો થશે, જે આધુનિક તબીબી સેવાઓથી વંચિત છે. ટેલિસર્જરી દ્વારા અમારું લક્ષ્ય કોઈપણ વિસ્તારમાં આવેલ દર્દીઓને ઉચ્ચતમ ગુણવત્તાવાળી સંભાળ પૂરી પાડવાનું છે. અમે આધુનિક સર્જિકલ સંભાળને વધુ સસ્તું અને સુલભ બનાવવા માંગીએ છીએ. ટેલિસર્જરી દ્વારા, અમે કુશળ સર્જનોની સેવાઓ દેશના દરેક ખૂણા સુધી સુલભ બનાવી શકીશું અને તબીબી સેવાઓનો ઉપયોગ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી શકીશું.”

જયપુરની મણિપાલ હોસ્પિટલ્સના કાર્ડિયાક સર્જરીના ચીફ ડૉ. લલિત મલિકે જણાવ્યું હતું કે, “આ અદ્યતન આંતર-રાજ્ય રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરી દર્દીની સંભાળમાં એક મોટું ઇનોવેશન છે. જયપુરના એક વૃદ્ધ દર્દીમાં રિમોટ રોબોટિક આસિસ્ટેડ CABG એ વાતની પુષ્ટિ કરે છે કે કેવી રીતે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અંતરના અવરોધને દૂર કરીને દર્દીઓને સમયસર અને સચોટ તબીબી સંભાળ પૂરી પાડવા માટે કરી શકાય છે. આ સિદ્ધિ વિશ્વસ્તરીય તબીબી સંભાળના દર્દીઓ માટે સુલભ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ સિદ્ધિ પર બોલતા, સર્જિકલ રોબોટિક્સના પિતામહ અને ઇન્ટ્યુટિવ સર્જિકલ અને એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇંકના સ્થાપક, વાઇસ ચેરમેન, ડૉ. ફ્રેડરિક મોલે કહ્યું, “હું ડૉ. શ્રીવાસ્તવ અને SSI ખાતેની સમગ્ર ટીમને આ સિદ્ધિ માટે અભિનંદન આપવા માંગુ છું. વિશ્વના પ્રથમ સર્જિકલ રોબોટમાં આ સીમાચિહ્નરૂપ. પ્રથમ રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. મૂળ રોબોટિક સિસ્ટમ બે કાર્યો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી – રિમોટ સર્જરી અને બંધ છાતીમાં કોરોનરી બાયપાસ સર્જરી કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે. મારું માનવું હતું કે જો તમે રોબોટ વડે ધબકતા હૃદય પર બાયપાસ સર્જરી કરી શકો છો, તો કોઈપણ સર્જરી શક્ય છે. તે સમયે બેન્ડવિડ્થ મર્યાદિત હતી, તેથી ટેલિસર્જરીનું લક્ષ્ય હજુ દૂર હતું, જોકે રોબોટિક સિસ્ટમ્સનો ઉપયોગ અમારી બધી વિશેષતાઓમાં થવા લાગ્યો હતો. મારું માનવું છે કે એસએસ ઇનોવેશન્સે આ તકનો લાભ લઈને માત્ર આગામી પેઢીની સર્જિકલ રોબોટિક સિસ્ટમ વિકસાવવાની સાથે 20 વર્ષ પહેલાં જોયેલા સ્વપ્નને સાકાર કરવાની પણ તક લીધી છે. જેના કારણે આજે આપણે ખૂબ જ જટિલ કાર્ડિયાક ટેલિસર્જરી સફળતાપૂર્વક કરી શક્યા છીએ. આ સિદ્ધિ સાથે, મને વિશ્વાસ છે કે અમે આવનારા સમયમાં સર્જરીના ક્ષેત્રમાં નવા ફેરફારો લાવીશું.

આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના હેલ્થકેર ક્ષેત્રમાં એક નોંધપાત્ર પગલું છે, SSI તેમાં અગ્રણી છે. SSI મંત્રાલય સર્જિકલ રોબોટિક સિસ્ટમ માટે ટેલિસર્જરી અને ટેલિપ્રોક્ટરિંગ ક્ષમતાને અનુમોજન મળવું ઇનોવેશન માટે કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, સાથો સાથ દેશ-વિદેશમાં ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો માર્ગ પણ મોકળો કરે છે. એસએસ ઇનોવેશન્સ મેડિકલ ટેકનોલોજીની બધી જ સમીઓને પાર કરીને સ્વાસ્થય સર્વિસીસની ડિલિવરીમાં પરિવર્તન લાવવા, અદ્યતન સારવારોને સુલભ બનાવવા અને વિશ્વભરના દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે તત્પર છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here