સેમસંગ E.D.G.E. સીઝન 9ના વિજેતાઓ જિયો ટાર્ગેટિંગ અને GenZ હોટસ્પોટ ટેગિંગમાં ઈનોવેશન્સ સાથે ટેક સોલ્યુશન્સમાં નવો દાખલો બેસાડે છે

0
7

સેમસંગ E.D.G.E. (એમ્પાવરિંગ ડ્રીમ્સ ગેનિંગ એક્સલન્સ)ની નવમી આવૃત્તિમાં 40 ટોચની શૈક્ષણિક સંસ્થાઓના 15,000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી અદભુત સહભાગ જોવા મળ્યો.

વિજેતાઓને સેમસંગ પાસેથી પ્રી-પ્લેસમેન્ટ ઓફરો, રૂ. 9 લાખ સુધી રોકડ ઈનામો અને ફ્લેગશિપ ગેલેક્સી સ્માર્ટફોન્સ પ્રાપ્ત થયા.

ફાઈનલિસ્ટોને તેમના પ્રસ્તાવિત ઈનોવેટિવ સોલ્યુસન્સને સુધારવા માટે સેમસંગના લીડર્સ પાસેથી પર્સનલાઈઝ્ડ મેન્ટરિંગ અને ગાઈડન્સ પ્રાપ્ત થયાં.

ગુરુગ્રામ, ભારત 5 ડિસેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા વેપારી કોઠાસૂઝ, વ્યૂહાત્મક વિચારધારા અને આગેવાની કૌશલ્ય પ્રદર્શિત કરવા હજારો ઉત્કૃષ્ટ યુવા પ્રતિભાઓને ઓફર કરાતા તેના વાર્ષિક ફ્લેગશિપ કેમ્પસ પ્રોગ્રામ સેમસંગ E.D.G.E. (એમ્પાવરિંગ ડ્રીમ્સ ગેઈનિંગ એક્સલન્સ)ની નવમી આવૃત્તિના વિજેતાઓ ઘોષિત કર્યા હતા.

આ વર્ષે ટોપ- ટિયર બી-સ્કૂલો, એન્જિનિયરિંગ કોલેજો અને ડિઝાઈન સ્કૂલો સહિત 40 પ્રીમિયર કેમ્પસોના 15,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશના અમુક સૌથી હોશિયાર વિદ્યાર્થીઓએ તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું અને સઘન આદાનપ્રદાનમાં સહભાગી થયા હતા, જે ઈનોવેશન અને જોડાણનો ઉત્સાહ દર્શાવે છે. ગુરુગ્રામમાં યોજાયેલી ફિનાલેમાં સેમસંગ ઈન્ડિયાના સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જે બી પાર્ક તેમ જ અન્ય વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા.

“સેમસંગમાં ઈનોવેશન અમે જે પણ કરીએ તેના પાયાનો પથ્થર છે. આ વર્ષોમાં સેમસંગ E.D.G.E.એ વિદ્યાર્થીઓને બહેતર ગ્રાહક અનુભવ માટે તેમનાં ક્રિયાત્મક સમાધાનો પ્રદર્શિત કરવા માટે મંચ પ્રદાન કરીને તેમને સતત સશક્ત બનાવવાનું કામ કર્યું છે. આ વર્ષે અમને વધુ વિદ્યાર્થીઓ અને કેમ્પસો પાસેથી અદભુત પ્રતિસાદ અને સહભાગ મળ્યો તેથી અમે રોમાંચિત છીએ, જે ખરેખર પ્રેરણાદાયી છે. આ યુવા મનમાં ફૂલતાફાલતા ઈનોવેશન અને સમસ્યા ઉકેલવાનો ઉત્સાહ જોવાનું રોમાંચક રહ્યં હતું,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જે બી પાર્કે જણાવ્યું હતું.

એક્સએલઆરઆઈ જમશેદપુરની ટીમ આરએસપી રાષ્ટ્રીય વિજેતા તરીકે ઊભરી આવી હતી. ગ્રાહકોનો સહભાગ વધારવા માટે તેમની ઈનોવેટિવ વ્યૂહરચનાથી જ્યુરી પણ મોહિત થઈ ગઈ હતી. આરએસપીનો વિચારોમાં બ્રાન્ડ મેસ્કોટ્સનો ઉપયોગ, જિયો- ટાર્ગેટિંગ, Gen MZ હોટસ્પોટ ટેગિંગ અને મોલ એક્ટિવેશન્સનો સમાવેશ થતો હતો, જે સર્વ ઊંડાણથી ગ્રાહકોનાં જોડાણ નિર્માણ કરવા અને ઈનોવેટિવ, લોકલાઈઝ્ડ અને પર્સનલાઈઝ્ડ અનુભવો થકી સહભાગ પ્રેરિત કરવા માટે તૈયાર કરાયાં હતાં. ટીમ- પ્રાંજલી ભાટિયા, સિદ્ધાર્થ દ્વિવેદી, રોહન ભારદ્વાજે રૂ. 4,50,000નું રોકડ ઈનામ, સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન અને સેમસંગ પાસેથી પ્રી-પ્લેસમેન્ટ ઓફરો પ્રાપ્ત કર્યાં હતાં.

ટીમ ચેવી67 અને એક્સએલઆરઆઈ, જમશેદપુરે સ્માર્ટ હોમ માર્કેટ માટે વ્યૂહરચના સાથે પ્રથમ રનર્સ-અપ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રસ્તાવિત વિચાર ઈન્ટરકનેક્ટેડ, ભાવિ- તૈયાર ઈકોસિસ્ટમ અપનાવવા પ્રેરિત કરવાનું અને નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો, જે વૈશ્વિક સ્તરે ઉપભોક્તાઓનો અનુભવ પ્રવાહરેખામાં લાવીને તેમના ખરીદી પ્રવાસમાં તેમને માર્ગદર્શન આપવાનો હતો. ટીમ- અપૂર્વ મિત્તલ, છાયન બેનરજી, શુભમ ત્રિપાઠીને રૂ. 3,00,000નું રોકડ ઈનામ અપાયું હતું.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, કલકત્તાની ટીમ ફિનિક્સ દ્વિતીય રનર-અપ રહી હતી. તેમના ભાવિ વિચાર કરતા વિચારોમાં સ્પિન ટુ વિન સ્માર્ટ ક્યુઆર કોડ્સ, સસ્ટેનેબલ ડિઝાઈન સાથે ઈન્ફિનિટ એક્સપીરિયન્સીસનો સમાવેશ થતો હતો, જેનું લક્ષ્ય પ્રયોગાત્મક રિટેઈલ અને સસ્ટેનેબિલિટી થકી બ્રાન્ડનો સહભાગ વધારવાનું હતું. મુખ્ય વિચાર ગ્રાહકો સાથે મજબૂત જોડાણ બનાવવા સાથે વૈશ્વિક દર્શકો માટે ભાવિ તૈયાર અનુભવની ખાતરી રાખવા માટે ઈનોવેટિંગ માર્કેટિંગ અને પ્રોડક્ટ વ્યૂહરચનાઓનો લાભ લેવાનો હતો. ટીમ- વરુણ ગોયલ, ઉમંગ જૈન અને સક્ષમ જૈનને રૂ. 1,50,000નું રોકડ ઈનામ અપાયું હતું.

આ વર્ષે E.D.G.E. માટે 5713 ટીમોએ નોંધણી કરાવી હતી,સ જેમાંથી કેમ્પસ રાઉન્ડ માટે 1432ની પસંદગી કરાઈ હતી, જ્યાં તેમણે રિસર્ચ અને આઈડિયેશન થકી એક્ઝિક્યુટિવ કેસ સમરીઝ નિર્માણ કરી હતી. ત્યાર બાદ 59 ટીમોએ વિગતવાર સોલ્યુશન્સ સુપરત અને પ્રસ્તુત કરીને પ્રાદેશિક રાઉન્ડમાં પહોંચી હતી. આ સમૂહમાંથી ફક્ત ટોચની 8 ટીમો રાષ્ટ્રીય રાઉન્ડમાં પહોંચી હતી, જેમને તેમના આખરી વિચારો પ્રસ્તુત કરવા પૂર્વે સેમસંગના લીડર્સ પાસેથી વન-ઓન-વન મેન્ટરશિપ પ્રાપ્ત થઈ હતી.

2016માં આરંભથી સેમસંગ E.D.G.E. ભારતમાં અનોખા કેમ્પસ પ્રોગ્રામમાં વૃદ્ધિ પામી છે, જેણે દેશની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને આગળ આવવા અને તેમની કારકિર્દીની મજબૂત શરૂઆત કરવા માટે અર્થપૂર્ણ ઈનસાઈટ્સ આદાનપ્રદાન કરવાની તક આપી છે.

સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયા
Winners of Samsung E.D.G.E Season 9 Redefine Tech Solutions with Innovations in Geo Targeting and GenZ Hotspot Tagging

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here