વરિવો મોટર એ હાઇ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

0
15

ન્યૂ ઇ -સ્કૂટર સીઆરએક્સ (CRX) એડવાન્સ સેફ્ટી ફિચર્સ, ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી અને અભૂતપૂર્વ કિમત સાથે ઈ-મોબિલિટીનો નવો આયામ આપશે

‘એવરીવનઝ રાઈડ’ તરીકે ડિઝાઈન કરેલ, સીઆરએક્સ તમામ ઉંમરના લોકો માટે છે, જે સ્ટાઇલ, પર્ફોમન્સ અને કન્વિનિયન્સ પ્રદાન કરે છે

રૂ.79,999 થી શરૂ કરીને સીઆરએક્સ પાંચ વાઇબ્રન્ટ રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં સેફ્ટી, પર્ફોર્મન્સ અને અર્ફોડેબિલિટીનું સંયોજન છે

નવી દિલ્હી 13 સપ્ટેમ્બર 2024: ભારતની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત અને ઝડપથી વિકસતી કંપની વરિવો મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ પોતાનું પ્રથમ હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર સીઆરએક્સ (CRX) લોન્ચ કરીને હાઈ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કરીને એક મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ભારતીય ઉપભોક્તાઓની રોજિંદી મુસાફરીની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરાયેલું આ અદ્યતન ઈ-સ્કૂટર આકર્ષક ભાવે ક્લાસ ફીચર્સ સાથે જોડાયેલું છે અને તેને રાઈડર્સની વ્યાપક રેન્જ માટે આદર્શ બનાવે છે.

તમામ લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયું  : કોલેજના યુવાન વિદ્યાર્થીઓથી માંડીને આરામ ઇચ્છા વૃદ્ધો માટે  સીઆરએક્સ  તમામ લોકો માટેની એક રાઈડ છે. કોઈપણ ઈલેક્ટ્રિક ટુ વ્હીલરમાં સૌથી મોટા 42-લિટર બૂટ સાથે, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ્સ (ટાઈપ-સી અને યુએસબી) અને 150 કિલોની ઊંચી લોડિંગ ક્ષમતા સાથે આ ઈલેક્ટ્રિક સ્કૂટર માત્ર બિંદુ A થી બિંદુ B સુધી જવાનું નથી, આ  કન્ફર્ટ, સ્ટાઇલ અને પ્રેક્ટિકલીની સાથે ઉપલ્બધ છે.

પાવર અને પરફોર્મન્સનો સંગમ  : 55 કિમી/કલાકની ટોપની સ્પીડ સાથે સીઆરએક્સ વિવિધ રાઇડિંગ સ્ટાઇલ અને પસંદગીઓને પૂરી કરવા માટે બે રાઇડિંગ મોડ્સ, ઇકો અને પાવર ઓફર કરે છે. સીઆરએક્સ બેટરી લાઇફ વધુ કાર્યક્ષમતા માટે લંબાવવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે રાઇડર દરેક ચાર્જમાંથી મહત્તમ લાભ મેળવે. ડેટા લોગીંગ ક્ષમતાઓ કામગીરીની સમજ આપે છે, જે રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓનું નિરીક્ષણ અને જાળવણી કરવાનું સરળ બનાવે છે.

સેફ્ટી ફર્સ્ટ  : સીઆરએક્સ માર્કેટમાં અદ્યતન વોટરપ્રૂફ, ફાયરપ્રૂફ અને બ્લાસ્ટ પ્રૂફ બેટરી સહિત બેજોડ સલામતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ચાર ટેમ્પરેચર સેન્સર અને મજબૂત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સાથે સ્કૂટર ઓવરહિટીંગ અટકાવવા અને સંભવિત સમસ્યાઓ ઊભી થાય તે પહેલાં તેને શોધી કાઢવા માટે સજ્જ છે. વધુમાં ક્લાઇમાકૂલ ટેક્નોલોજી વિસ્તૃત રાઇડ દરમિયાન પણ લાંબા સમય સુધી ચાલતી બેટરી કામગીરીને સુનિશ્ચિત કરશે. સ્કૂટરની ટકાઉપણું યુએલ 2271 સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, જે તેની  સલામતી અને ટકાઉપણું પરીક્ષણોનું પ્રમાણપત્ર છે.

આ લૉન્ચના અવસર પર વરિવો મોટરના ડિરેક્ટર રાજીવ ગોયલે કહ્યું કે, “સીઆરએક્સ એ માત્ર એક સ્કૂટર કરતાં વધુ છે, આ વર્તમાન સમયની આબોહવાની જરૂરિયાતો અને ગતિશીલતાના પડકારોનો ઉકેલ છે. અમારું મિશન હંમેશા દરેક માટે સલામત, ટકાઉ અને સસ્તું પરિવહન પૂરું પાડવાનું રહ્યું છે અને સીઆરએક્સ આ દ્રષ્ટિને સંપૂર્ણ રીતે સમાવે છે. તે સર્વતોમુખી રાઈડ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જે ખરેખર કોઈપણ અને દરેક માટે યોગ્ય છે.”

એક અર્ફોટેબલ ગેમ-ચેન્જર

રૂ. 79,999 (દિલ્હી)ના એક્સ શોરૂમ કિંમતે સીઆરએક્સ એ અદ્યતન ટેક્નોલોજી સાથે ઉચ્ચ પ્રદર્શનને જોડીને પૈસા માટે અસાધારણ મૂલ્ય પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પાંચ વાઇબ્રન્ટ રંગો અને આકર્ષક ડિઝાઇનની રેન્જ તેની આકર્ષણમાં વધારો કરે છે, જ્યારે સ્પર્ધાત્મક કિંમતો તેને ગ્રાહકોના વ્યાપક સ્પેક્ટ્રમ માટે સુલભ બનાવે છે.

આ પ્રસંગે વરિવો મોટરના સીઇઓ શમ્મી શર્માએ ઉમેર્યું હતું કે, “અમે એક એવી પ્રોડક્ટ બનાવી છે, જે સમકાલીન ભારતીય પ્રવાસીઓ સાથે વાત કરે છે. તમે ભરોસાપાત્ર રાઈડ શોધી રહેલા પ્રોફેશનલ હો કે સસ્તું અને સ્ટાઈલિશ કંઈક શોધતા વિદ્યાર્થી હોવ અથવા માતા પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે સલામત રાઈડ ઈચ્છતી હોય તો સીઆરએક્સ એ તમારો ઉકેલ છે. આ ‘દરેકની સવારી’ હોવાના વચનને સાચી રીતે જીવતા તમામ ગ્રાહકો સાથે પડઘો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહત્વૂપર્ણ વાત એ છે કે સીઆરએક્સ એક ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર છે એટલે આ કોઇપણ અવાજ અને પ્રદૂષણ કરતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here