મુખ્ય ડિઝાઇનર તરીકે ગૌરવ ગુપ્તા પોતાની પરંપરાગત ભારતીય ડિઝાઇન અને ડેકોર ટેકનિકને ભવિષ્યલક્ષી વિચારસરણી સાથે જોડવા માટે જાણીતા છે. તેવી જ રીતે, તે દુબઈની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવતા ભવિષ્યવાદી ગંતવ્ય તરીકે ઉભરી આવે છે.
મુંબઇ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: વિઝિટ દુબઈ એ ભારત અને દુબઈ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરતા અનોખા કેપ્સ્યુલ કલેક્શનને પ્રસ્તુત કરવા માટે જાણીતા ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે ભાગીદારી કરી છે. આ સ્પેશિયલ કલેક્શન 15 ફેબ્રુઆરીએ મુંબઈના કાલા ઘોડામાં ગૌરવ ગુપ્તાના ફ્લેગશિપ સ્ટોર પર એક ભવ્ય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ ભાગીદારી ભારત અને દુબઈ વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સેતુનું કામ કરે છે, જે ફેશન મારફતે સહિયારા વારસા અને સર્જનાત્મકતાને ઉજાગર કરે છે. આ કલેક્શન પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ છે, જે દુબઈની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ, ભવ્ય સ્થાપત્ય, આધુનિક ડિઝાઇન અને ગતિશીલતામાંથી પ્રેરણા લે છે.
ભારતીય ડિઝાઇનરો અને ફેશન પ્રેમીઓ માટે દુબઇ હંમેશાં બીજું ઘર રહ્યું છે. આ ભાગીદારી દ્વારા દુબઈ માત્ર વૈશ્વિક ફેશન નકશા પર જ પોતાનું સ્થાન મજબૂત નથી કરી રહ્યું, પરંતુ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને સરહદ પારના સહયોગને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને પણ પ્રદર્શિત કરી રહ્યું છે. ગૌરવ ગુપ્તા જેવા સ્વપ્નદ્રષ્ટા ડિઝાઇનરો સાથે કામ કરીને, દુબઈ સર્જનાત્મકતા, વિવિધતા અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહન આપતા શહેર તરીકેની તેની ઓળખને વધુ મજબૂત કરી રહ્યું છે.
ગૌરવ ગુપ્તા, જે ભારતના સૌથી પ્રભાવશાળી ડિઝાઇનરોમાંના એક છે, તેઓ તેમની ડિઝાઇનમાં પરંપરાગત ભારતીય કારીગરી અને આધુનિક અભિગમના સુંદર મિશ્રણ માટે જાણીતા છે. તેમની શૈલી દુબઈના આત્માને પ્રતિબિંબિત કરે છે, જે ભૂતકાળ અને ભવિષ્યકાળનો અદ્ભુત સંગમ છે.
આ અંગે ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ કલેક્શન બનાવવું એ એક ધ્યાનમગ્ન પ્રક્રિયા હતી, જે દુબઈની ઓળખ, તેના સ્વરૂપ અને ગતિશીલતાને શોધવાની એક રીત હતી. દરેક સિલાઈ, દરેક ડિઝાઇન શહેરની ઊર્જા વહન કરે છે જે પરિવર્તન અને ભવ્યતા પર આધારિત છે. દુબઇ હંમેશાં અશક્યને શક્ય બનાવવા માટેનું એક સ્થળ રહ્યું છે, અને અમે આ કલેક્શનમાં તે ભાવનાને સમેટવાનો પ્રયાસ કર્યો છે – ઇતિહાસ અને ભવિષ્ય, કારીગરી અને નવીનતાનું મિશ્રણ.”
આ કેપ્સ્યુલ કલેક્શનમાં 5 એક્સક્લુઝિવ ડિઝાઇન આપવામાં આવી છે, જે શહેરના હેરિટેજ અને આધુનિકતાના આઇકોનિક સંગમની નવી કલ્પના પૂરી પાડે છે, જ્યારે દુબઇની અનોખી ભાવનાને સન્માન આપે છે. સિલ્વર પર્લ ગાઉન, તેની મેટાલિક સિલ્વર બ્રેસ્ટપ્લેટ અને એબ્સ્ટ્રેક્ટ એમ્બ્રોઇડરી દુબઇની ઐતિહાસિક ઇમારતો અને દુબઇ ક્રીકના પાણીના પ્રતિબિંબથી પ્રેરિત છે. સ્કલ્પચરલ પર્લ ગાઉન, આ ગાઉનની વહેતી ડિઝાઇન દુબઇના રણના સોનેરી ટેકરાનું પ્રતીક છે. સેલેસ્ટિયલ સ્કલ્પટેડ કાસ્કેડ ગાઉન, 2,000 થી વધુ ક્રિસ્ટલથી શણગારેલું, આ ડ્રેસ હટ્ટા અને અલ-સેઇફના કઠોર પર્વતોની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે. વેવ-સ્કલ્પ્ટેડ સેન્ડ ગાઉન, આ ગાઉનમાં મૂનડસ્ટ એમ્બ્રોઇડરી અને તરંગ જેવી ડિઝાઇન આપવામાં આવી છે, જે હટ્ટાના રહસ્યમય શેડને પ્રકાશિત કરે છે. આ સમગ્ર કલેક્શન દુબઈના વારસા અને આધુનિકતાના સુમેળનું પ્રતીક છે.
દુબઈ તેની સર્જનાત્મકતા, કારીગરી અને લક્ઝરી ફેશન પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ ભાગીદારીએ વૈશ્વિક ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સ માટે પ્રીમિયર સ્થાન તરીકે દુબઇને સ્થાપિત કર્યું છે.
બાદર અલી હબીબ, ડિરેક્ટર, પ્રોક્સિમિટી માર્કેટ્સ, દુબઈ ટૂરિઝમ (વિઝિટ દુબઈ) જણાવ્યું હતું કે, “ગૌરવ ગુપ્તા સાથેની આ ભાગીદારી ફેશન દ્વારા દુબઈ અને ભારતના સાંસ્કૃતિક સંબંધોને ઉજવવાનો એક માર્ગ છે. ભારત દુબઈ માટે મુખ્ય પ્રાથમિકતાનું બજાર છે અને આ ભાગીદારી સર્જનાત્મક સંબંધોને મજબૂત બનાવે છે અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ ગંતવ્ય તરીકે આગળ વધવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.”
મુંબઇમાં ગૌરવ ગુપ્તાના સ્ટોર પર ભવ્ય લોન્ચિંગ બાદ હવે આ કલેક્શન ઓર્ડર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તે ટૂંક સમયમાં જ ભારતના અન્ય પસંદગીના ગૌરવ ગુપ્તા સ્ટોર્સ અને ઓનલાઇન પર ઉપલબ્ધ થશે.
વધુ માહિતી માટે મુલાકાત લો: hatpas://vv.gauravguptastudio.com/pages/mumbai-kala-ghoda?sarasaltid=fmbupins3ksk6pbvgwok25tatmanav8-jdktlghavg_w5tnr