વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું— PM પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને CNG વાહનની ભેટ

0
6

ગુજરાત, અમદાવાદ ૦૭ મે ૨૦૨૫: બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડPM પોષણ અભિયાન (મધ્યાહ્ન ભોજન યોજના)ના અમલકર્તાઅક્ષય પાત્ર ફાઉન્ડેશનને એકCNG સંચાલિત ડિલિવરી વાહનભેટમાં આપ્યું છે.
વિશ્વના સૌથી મોટા NGO દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરુ પાડે છે. અને હવે તે સસ્ટેનેબલલોજિસ્ટિક્સમોડલ તરફ આગળ વધી રહ્યું છે.

આ નવી CNG વ્હીકલ દ્વારાદરરોજ આશરે 2,000ફ્રેશમિડ-ડે મિલ (તાજું બનાવેલું મધ્યાહ્ન ભોજન)ગાંધીનગર જિલ્લાના 8 થી 10 સરકારી શાળાઓ સુધીપહોંચાડવામાં આવશે.જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મજબુત મોડલ સ્થાપિત કરશે.

વીર પ્લાસ્ટિક્સનાCEO શ્રી હરજીવ સિંહે જણાવ્યું હતું કે,વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી એ ઉદ્યોગક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે. આ CNG વાહન સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે.”

વીર ગ્રુપની સ્થાપના 1985માં શ્રી કે. એસ. અરોરાએ કરી હતી. આજે કંપનીએ ભારત, યુએસએ અને કેનેડામાં વિવિધસુવિધાઓ સાથે પોતાનું વૈશ્વિક એન્ટરપ્રાઈઝવિકસાવ્યું છે. વીર ગ્રુપ સતત પર્યાવરણપ્રેમી મેન્યુફેક્ચરિંગ અને સમાજના કલ્યાણના પ્રયાસોને પોતાના કામગીરીના મુળભુત હિસ્સા તરીકે માનતું આવ્યું છે.

અક્ષય પાત્ર ફાઉન્ડેશનના ચીફ રિસોર્સ અને મોબિલાઈઝેશન ઓફિસર (CMO) શ્રી ધનંજય ગંજૂએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,અમે વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના આ ઉદાર યોગદાન માટે હૃદયપૂર્વક આભારી છીએ. આ વાહન અમને ભોજન ઝડપથી પહોંચાડવામાં તો મદદરૂપ થાય છે અને સાથે સાથે પર્યાવરણ જાળવણી અને બાળ કલ્યાણ માટેની અમારી સંયુક્ત પહેલમાં પણ ઉપયોગી થાય છે.”

આ પહેલ વીર પ્લાસ્ટિક્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન વચ્ચે વધતી ભાગીદારીનો એક મજબુત પાયો છે. અગાઉ કંપનીએ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 100 સરકારી શાળાના બાળકો માટે ડિજિટલ શિક્ષણમાં યોગદાન આપ્યું હતું. હવે કંપની જ્યાં પોતાનો બીઝનેસ ચલાવી રહી છે ત્યાં આસપાસ લાંબા ગાળાનાવિકાસનાદ્રષ્ટિકોણ સાથેની લાંબા ગાળાની CSR ભાગીદારીઓની શોધખોળ કરી રહી છે .

આ ઉદ્ઘાટન સમારોહમાં વીર પ્લાસ્ટિક્સના શ્રી અમિતોજ સિંહ (બિઝનેસ હેડ સેલ્ફ એડહેસિવ પ્રોડક્ટ્સ), શ્રી ધીરજ જી (હેડ, સસ્ટેનેબિલિટી&કમ્પ્લાઈન્સ),શ્રી ગિરિશ પટેલ (ચીફ ઓપરેટીંગ ઓફિસર – VEarthડિવિઝન),શ્રી ગિરિશમિશ્રા (ચીફ ઓપરેટીંગ ઓફિસરનોન-વૂવન ડિવિઝન),શ્રી તરલ બદાની (હેડ બેન્કિંગ અને ફાઇનાન્સ),શ્રી હિરેન મહેતા (હેડ એકાઉન્ટિંગ),શ્રી વિજય પાંડે (હેડ પ્રોક્યોરમેન્ટ),શ્રી વાસુદેવ મિશ્રા (હેડ કોમર્શિયલ્સ),જેવા સીનિયરપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત ક્લસ્ટર અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાવાઇસપ્રેસિડેન્ટ શ્રી રાયરામદાસા અનેમાર્કેટિંગ, ઓપરેશન્સ અને કિચન મેનેજમેન્ટ ટીમના (નામ અને હોદ્દાઓ સાથે) પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા.

આ યોગદાનથી સ્પષ્ટ થાય છે કે જવાબદાર ઉદ્યોગો અને મિશન-આધારિત સંસ્થાઓ એકબીજા સાથે સહયોગ સાધે તો પોષિત, સુશિક્ષિત અને ટકાઉ ભારત તરફ ઝડપથી પ્રગતિ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here