ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કએ પોતાની સોનિક ઓળખ લોન્ચ કરીઃ સાઉન્ડ ઓફ ઉજ્જીવન

0
45

ભારતની સૌપ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક સોનિક બ્રાન્ડીંગ રજૂ કરશે 

બેંગાલુરુ, ભારત, 12 ઓગસ્ટ, 2024: અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક (Ujjivan SFB) પોતાની સોનિક બ્રાન્ડ ઓળખ ‘સાઉન્ડ ઓફ ઉજ્જીવન’ લોન્ચ કરતા ગર્વ અનુભવે છે. સોનિક ઓળખનો હેતુ સાઉન્ડના ઉપયોગ થકી ગ્રાહકો સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો છે.

સોનિક ઓળખના કેન્દ્ર સ્થાને બેન્કનો સોનિક લોગો છે, જેની રચના તક અને સ્વતંત્રતા જેવા મૂળભૂત મૂલ્યોને ઝડપી લેવા માટે કરવામાં આવી છે, જે સરળતાથી ઉજ્જીવન વિશ્વાસ અને પ્રગતિ જે ઉજ્જીવન ધરાવે છે તેનો પડઘો પાડે છે.

અગ્રણી સ્કેન્ડીનાવિયન સોનિક બ્રાન્ડીંગ એજન્સી અનમ્યુટ દ્વારા રચના અને સર્જન કરાયેલ, નવી સોનિક ઓળખ ગ્રાહકોને બેન્ક સાથે લાગણીથી જોડાવા માટે મદદ કરે છે. અનમ્યુટએ ‘જિનીવા ઇમોશનલ મ્યુઝિક સ્કેલ’નો ઉપયોગ કર્યો છે એક એવુ મોડેલ છે જેની ડિઝાઇન માનવીઓ સંગીત સામે લાગણીથી કેવી રીતે પડઘો પાડે છે તેનું વર્ણન કરવા માટે રચવામાં આવ્યુ છે. ઉજ્જીવન બ્રાન્ડમાં આ પદ્ધતિનો સ્વીકાર કરતી વખતે વર્ણનકર્તાઓની યાદીને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી અને તેમાં સમગ્ર સર્જન પ્રક્રિયા દરમિયાન સામાન્ય “ભાષા”નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંગીત એક વિષય હોવાથી બ્રાન્ડની દ્રષ્ટિકોણથી સાઉન્ડનું મૂલ્યાંકન કરવા માટેના માર્ગો શોધવા માટે અગત્યનું છે. 

નવી સોનિક ઓળખને વિવિધ ગ્રાહક ટચપોઇન્ટસ સાથે સંકલિત કરવામાં આવશે, જેમાં ફોન બેન્કિગ, મોબાઇલ બેન્કિગ એપ્લીકેશન્સ, એટીએમ અને વેબસાઇટનો પણ સમાવેશ થાય છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રીમતી કારોલ ફુર્ટાડોએ જણાવ્યુ હતુ કે “તેના પ્રારંભથી જ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક કરોડ ગ્રાહોકની પ્રગિતમાં ભાગીદાર રહી છે. આ સંબંધને વધુ ઊંડો બૂનાવવા માટે સાઉન્ડ ઓફ ઉજ્જીવન મજબૂત બ્રાન્ડ રિકોલનુ સર્જન કરવા માટે એક હૃદયસ્પર્શી પ્રયત્ન છે. નવી સોનિક ઓળખ ફિઝીકલ અને ડિજીટલ એમ બન્ને રીતે દરેક ટચપોઇન્ટ્સમાં ગ્રાહકોના અનુભવમાં વધારો કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.” 

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના ચિફ માર્કેટિંગ ઓફિસર શ્રી લક્ષ્મણ વેલાયુથમએ જણાવ્યુ હતુ કે “સંગીતમાં ગ્રાહકો સાથે લાગણીયુક્ત જોડાણ બનાવવાની અને બ્રાન્ડના સાચા અર્થને ઝડપવાની શક્તિ છે. સાઉન્ડ ઓફ ઉજ્જીવન એ માત્ર એક બ્રાન્ડિંગ પહેલ નથી, પરંતુ એક સાર્વત્રિક સંગીતની અભિવ્યક્તિ બનાવવાની જરૂરિયાતનું પ્રતિબિંબ છે જે ઉજ્જીવનની ભાવનાને ઝડપે છે, જે તેને અમારા વૈવિધ્યસભર પ્રેક્ષકો માટે સંબંધિત અને આકર્ષક બંને બનાવે છે.”

આ જોડાણ પર ટિપ્પણી કરતા, અનમ્યુટના શ્રી સિમોન ક્રિંગેલએ જણાવ્યું હતું કે “ઉજ્જીવને ખરેખર તેમના સોનિક બ્રાન્ડિંગને સ્વીકાર્યું છે અને અમારા માટે તે એક આકર્ષક સહયોગ રહ્યો છે. વિશ્વના બીજા ભાગમાંથી આવીને આપણે ભારતીય સંગીત અને સંસ્કૃતિ વિશે ઘણું બધું શીખવું પડ્યું છે; અને અમારો પોતાનો મ્યુઝિકલ ટચ ઉમેરીને મને લાગે છે કે અમે એક એવો અવાજ પ્રાપ્ત કર્યો છે જે અનન્ય, વિશિષ્ટ અને ખરેખર અરસપરસની સંસ્કૃતિવાળો છે.”

સોનિક ઓળખ સાંભળવા માટે અહીં ક્લિક કરો: 

કેસ ફિલ્મ: LINK

સોનિક લોગો: LINK

બ્રાન્ડ એન્થમ: LINK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here