ગ્રોસ લોન બુક QoQ 5% વધીને ₹32,122 કરોડ;
સિક્યોર્ડ બુક ડિસેમ્બર ’24 સુધીમાં 39%ની સામે માર્ચ ’25 સુધીમાં 44%,
ક્વાર્ટર માટે GNPA / NNPA 2.2% / 0.5% છે; PCR 78%એ સ્થિર
થાપણો YoY 20% વધીને ₹37,630 કરોડ; CASA YoY 15% વધ્યો; CASA રેશિયો 25.5%એ
બેંગલુરુ 30 એપ્રિલ 2025: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. [BSE: 542904; NSE: UJJIVANSFB], એ માર્ચ, 2025માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે પોતાના નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી છે
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના બિઝનેસ પરફોર્મન્સનો સારાંશ- FY25 / Q4FY25
- અસ્ક્યામતો
- કુલલોનબુક₹ 32,122* કરોડYoY 8%વૃદ્ધિ/ QoQ 5%
- માર્ચ’25નારોજસિક્યોર્ડબુક5%ની સપાટીએ વિ.માર્ચ’24નારોજ30.2% / ડિસેમ્બર’24નારોજ39.3%
- માઇક્રોબેન્કિંગવિતરણમાંQoQ38% વૃદ્ધિ
- કલેક્શન અને એસેટ ગુણવત્તા
- માર્ચ’25 માટેગ્રુપઅનેવ્યક્તિગતલોનબુકમાટેબકેટ-X કલેક્શન કાર્યક્ષમતા સુધરીને5%પર
- માર્ચ’25નારોજજોખમ પરનો પોર્ટફોલિયો*/GNPA*/NNPA* અનુક્રમે5%/2.2%/0.5%પર; ડિસેમ્બર’24માટેઅનુક્રમે5.4%/ 2.7%/ 0.6%નાદરે;
- માર્ચ’25 સુધીમાંજોગવાઈ વધીને ₹46 કરોડપર; માર્ચ’25ના રોજ પ્રોવિઝન કવરેજરેશિયો78%# છે
- ડિપોઝીટ
- માર્ચ’25સુધીમાંડિપોઝીટ YoY 20% વધીને₹37,630કરોડ / QoQ9%વધારો
- CASA YoY 15%વૃદ્ધિ પામીને ₹9,612કરોડપર; CASA રેશિયોમાર્ચ’25ના રોજ43 bps વધીને 5%વિ. ડિસેમ્બર’24
- રિટેલTD^ + CASAની વૃદ્ધિ યથાવત રહી અને માર્ચ’25 સુધીમાં₹26,676 કરોડ થઈ, YoY 21% વૃદ્ધિ
- નાણાકીય બાબતો
- FY25માં₹726કરોડનોPAT; Q4FY25 PAT ₹83કરોડપર
- FY25માંકુલઆવકYoY 11% વૃદ્ધિ પામીને ₹7,201 કરોડપર પહોંચી;
- FY25 NIM 8.8% પરછેજેFY24 માટે1%થી25 bps ઘટ્યોછે
- FY25 માટેક્રેડિટખર્ચએવરેજ ગ્રોસ લોનબુકના45%પર, જેમાં ₹ 46કરોડનીએક્સલરેટેડ પ્રોવિઝન સામેલ
- FY25માંRoA / RoE 1.6% / 12.4% પર
- મૂડી અને તરલતા
- કેપિટલ એડિક્વેસી રેશિયો 1% પર
- Mar’25માટેસરેરાશદૈનિકLCR 120%
* માર્ચ2025/ ડિસેમ્બર2024/ માર્ચ2024નારોજ₹ 189 કરોડ / ₹ 199 કરોડ / ₹ 2,360 કરોડનાIBPC અનેસિક્યોરિટાઇઝેશનનુંસમાયોજન કર્યાવિના
^ રિટેલTD એ₹ ૩કરોડકરતાઓછીછે # RBI માર્ગદર્શિકામુજબ, ₹ 181 કરોડનીફ્લોટિંગજોગવાઈહજુપણબુકપરછેઅનેભવિષ્યમાંઅસાધારણજોગવાઈઓ કરવામાટેતેનોઉપયોગકરીશકાયછે. આમાંથી₹ 30 કરોડટાયરII મૂડી, ₹ 130 કરોડPCR ગણતરીમાટેઅને₹ 21 કરોડઅન્યજોગવાઈઓનોભાગછે. |
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના MD અને CEO શ્રી સંજીવ નૌટિયાલે જણાવ્યું હતું કે, “FY25માં ઉપરાછાપરી ઘટનાઓ બનતી રહી જેમાં બેંકે માઇક્રો બેંકિંગ સેગમેન્ટમાં પડકારજનક બિઝનેસ વાતાવરણમાંથી રસ્તો કાઢ્યો છે આ અને ઉદ્યોગમાં શ્રેષ્ઠ પોર્ટફોલિયો ગુણવત્તા જાળવી રાખી છે. સિક્યોર્ડ લોન બુકનું વૈવિધ્યીકરણ કરીને અને તેના ઊંચા હિસ્સાનું નિર્માણ કરવાની વ્યૂહાત્મક પહેલમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે, જેનો હાલ લોન પોર્ટફોલિયોમાં 44% ફાળો છે, જે આંક ગત વર્ષના 30%થી વધ્યો છે. બેંકિંગ સિસ્ટમ તરલતામાં પડકારો જારી રહ્યા છે ત્યારે ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો સુધરીને લગભગ 85%ની આસપાસના સર્વોત્તમ સ્તરે રહ્યો અને LCR લગભગ 120%ની આરામદાયક સપાટીએ જોવા મળ્યો. તદુપરાંત, ફેબ્રુઆરી ’25માં બેંકે યુનિવર્સલ બેંકમાં તબદિલી માટે RBI ને અરજી પાઠવીને હરણફાળ ભરી હતી.
Q4 માટે વિતરણ ઉજ્જીવનના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ ₹7,440 કરોડના આંકે રહ્યું હતું, જે QoQ ધોરણે 39% અને YoY 11% વૃદ્ધિ દર્શાવે છે. કુલ લોન બુક ₹32,122 કરોડ પર પહોંચી ગઈ, જે QoQ 5% અને 8% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. સુરક્ષિત બુક ₹13,988 કરોડને વટાવી ગઈ, જે 17% ત્રિમાસિક અને YoY 56% વૃદ્ધિ દર્શાવે છે. નવી પ્રોડક્ટ લાઇન માટેના વિતરણે Q4માં બેંકના વિતરણમાં 11% યોગદાન આપ્યું હતું. માઇક્રો-બેન્કિંગ સેગમેન્ટમાં Q4 દરમિયાન વિતરણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જે Q4 ધોરણે 38% વધી છે. માઇક્રો બેન્કિંગમાં, વ્યક્તિગત લોન બુક QoQ 5% વૃદ્ધિ પામીને રૂ. 5,182 કરોડ સુધી પહોંચી છે, જે હવે માર્ચ ’25 સુધીમાં એકંદર માઇક્રો બેન્કિંગ બુકનો 28% હિસ્સો
ધરાવે છે.
કર્ણાટક સિવાયના તમામ રાજ્યોમાં માઇક્રો બેન્કિંગ બકેટ- X કલેક્શન કાર્યક્ષમતામાં સાતત્યપૂર્ણ સુધારો જોવા મળ્યો, જે આંક માર્ચ’25માં 99.6% સુધી પહોંચ્યો છે. કર્ણાટકમાં બકેટ- X કલેક્શન કાર્યક્ષમતા 98.7% જ નોંધાઈ હોવા છતાં માર્ચ ’25માં બકેટ- X કલેક્શન કાર્યક્ષમતા 99.5% સુધી પહોંચી હતી. પોર્ટફોલિયોના સંચાલનમાં બ્રાન્ચ અને કસ્ટમર આધારિત હસ્તક્ષેપોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. MFIN ગાર્ડરેલ 2.0નું સંપૂર્ણ અમલીકરણ 1 એપ્રિલથી અમલી બને તે રીતે પૂર્ણ થયું છે. સિક્યોર્ડ પોર્ટફોલિયો ગુણવત્તા માટે, હાઉસિંગ GNPA માર્ચ’25 સુધીમાં YoY ધોરણે ઘટીને 1.1% થયો છે, જે આંક માર્ચ ’25માં 1.5% હતો. MSME માં તીવ્ર સુધારો જોવા મળ્યો જેમાં GNPA માર્ચ ’24 ના 8.4% થી ઘટીને 5.5% થયું. બેંક લેવલનો GNPA 2.2% અને NNPA 0.5% રહ્યો.
કુલ ડિપોઝિટ બુક ₹37,630 કરોડ પર બંધ થયું, જે QoQ 9% અને YoY 20% વધ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં CASAમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી, જે QoQ 11% વધીને ₹9,612 કરોડ પર પહોંચ્યો હતો અને અત્યારે તે કુલ થાપણનો 25.5% હિસ્સો ધરાવે છે, જે ડિસેમ્બર ’24ના 25.1%ના આંકની સરખામણીમાં 43 bps વધ્યો છે. CA દ્વારા પહેલીવાર ₹1,000 કરોડનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવામાં આવ્યો છે, અને માર્ચ ’25 સુધીમાં ₹1,118 કરોડે પહોંચ્યો છે, જે QoQ 35% અને YoY 46%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ TD + CASA YoY 21% વૃદ્ધિ સાથે ₹26,676 કરોડ પર પહોંચ્યો છે.