ઉજ્જીવનએ પોતાની ફિક્સ્ડ ડીપોઝીટ પર 7.5% ROI સાથે 9 મહિનાનો નવો સમયગાળો રજૂ કર્યો

0
37

મુખ્ય અંશોઃ

  • સુધારેલા સમયગાળા સાથે 9 મહિનાના વ્યાજ દરો વધારીને 7.50% કરવામાં આવ્યા છે, જે અગાઉ 7.00% હતા.
  • 12 મહિનાના સમયગાળા માટે સૌથી વધુ વ્યાજ દર 8.25% અને 8.85% અનુક્રમે રેગ્યુલર અને વરિષ્ઠ નાગરિકો માટે ઓફર કરવાનું ચાલુ રાખે છે
  • પ્લેટીના FD પર વધારાનું 0.20%* વ્યાજ મળશે

બેંગાલુરુ 30 સપ્ટેમ્બર 2024: અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેન્ક ઉજ્જીવ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઉજ્જીવન)એ પોતાની ફિક્સ્ડ ડીપોઝીટ પર 9 મહિનાના સમયગાળા માટે વ્યાજનો દર વધારીને 7.5%નો કર્યો છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને રેગ્યુલર ફિક્સ્ડ ડીપોઝીટ દરો પર વધારાના 0.50% દર મળવાનું ચાલુ રહેશે.

ઉજ્જીવનએ 12 મહિનાના સમયગાળા માટે સામાન્ય ગ્રાહકોને 8.25%નો વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખ્યુ છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને સમાન ગાળા માટે 8.75%ના આકર્ષક વ્યાજ દરમાંથી ફાયદો મળવાનું ચાલુ રહેશે. તેમજ પ્લેટીના ડીપોઝીટસ વ્યક્તિગત અને વ્યક્તિગત સિવાયના એમ બન્ને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, જેઓ 0.20%*નો વધારાના વ્યાજ દરની કમાણી કરવાનું ચાલુ રાખશે.

ઉજ્જીવન SFBના મેનેજિંગ ડિરેક્ટર અને ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી સંજીવ નૌટીયાલએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “જે લોકો ટૂંકા ગાળા માટે ઊંચા વ્યાજ દરની ઇચ્છા રાખે તેવા અમારા ગ્રાહકો માટે ફિક્સ્ડ ડીપોઝીટના દરમાં સુધારો કરતા ખુશી અનુબવીએ છીએ. FDs પર તાજેતરમાં કરવામાં આવેલો વધારો ઉજ્જીવન SFBને ટર્મ ડીપોઝીટ (મુદતી થાપણો) પર ઊંચા વ્યાજ દરો ઓફર કરતી બેન્કોની સાથે રાખવાનું ચાલુ રાખે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here