ટ્રાઇડેન્ટ ગ્રુપના‘’તક્ષશિલા પ્રોગ્રામ’’નો ઉદ્દેશ્ય વાર્ષિક ૧૨ લાખની સેલેરી રેન્જમાં ૨૦૦૦ યુવાનોની ભરતી અને તાલીમ પ્રદાન કરવાનો છે

0
17
Web

કૌશલ્ય વિકાસ, રોજગાર અને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક વ્યાપક ભરતી અને તાલીમ પહેલ

મહિલા, ગ્રામીણ પરિવારો, સંરક્ષણ સેવા નિવૃત્ત સૈનિકો, રાષ્ટ્રીય રમતગમત ખેલાડીઓને વિશેષ પસંદગી

ઓલ ઈન્ડિયા 20 ઓગસ્ટ 2024: વૈશ્વિક૨બિલિયન અમેરિકી ડોલરથી વધુ એન્ટરપ્રાઇઝ સમૂહ ટ્રાઈડેન્ટ ગ્રુપે પોતાની ફ્લેગશિપ ભરતી અને તાલીમ પ્રોગ્રામ ‘તક્ષશિલા’ના પ્રારંભની જાહેરાત કરી છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલનો ઉદ્દેશ રોજગાર અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી ભારતમાંથી 2000 એન્ટ્રી લેવલ કર્મચારીઓની ભરતી અને તાલીમ આપવાનો છે.

તક્ષશિલા કાર્યક્રમ આઇટીઆઇ, ડિપ્લોમા અને 10+2 શિક્ષણ સહિત વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિના યુવાનો માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. શૈક્ષણિક અવરોધોને તોડીને, તક્ષશિલા યુવાન વ્યક્તિઓ માટે અર્ન, લર્ન અને ગ્રોથ માટેના દ્વાર ખોલે છે, સતત સુધારણા અને વ્યક્તિગત વિકાસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તાલિમ બાદ સામાન્ય સેલેરી રેન્જ વાર્ષિક 12 લાખ થી શરૂ થાય છે, જે મૂળભૂત શિક્ષણ પૃષ્ઠભૂમિ સાથે જીવંત અને આજીવિકાનો અવસર પ્રદાન કરે છે, જે અદ્રિતિય છે અને કોર્પોરેટ ભારતમાં પોતાની રીતની એક પહેલ છે.

આ કાર્યક્રમ અંગે વાત કરતા ટ્રાઇડેન્ટ ગ્રુપના એમેરિટસ ચેરમેનશ્રી રાજિન્દર ગુપ્તાએ કહ્યું કે, “આજે આવા મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરે છે કારણ કે અમે અમારા ફ્લેગશિપ પ્રોગ્રામ તક્ષશિલાના લોન્ચ સાથે ગ્રોથ અને સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ ખાસ કરીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સામાજિક વિકાસ, આર્થિક ઉત્થાન, વિવિધતા, સમાવેશ અને રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આ વિશેષ પસંદગી મહિલા (50% અનામત સાથે), ગ્રામીણ અને આર્થિક રીતે નબળા પરિવારો, સંરક્ષણ સેવાના નિવૃત્ત સૈનિકો અને રાષ્ટ્રીય સ્તરના રમત ખેલાડીઓને આપવામાં આવશે.

તેમણે કહ્યું કે,“તક્ષશિલા‘અનલિમિટેડ ઓપોચ્યુનિટી’ના અમારા દર્શનને મૂર્ત રૂપ આપે છે,  જે તમામને પોતાની ક્ષિતિજોને  વિસ્તૃત કરવા અને સમૃદ્ધિમાં સાચા ભાગીદાર બનવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ એક એવો માહોલને પ્રોત્સાહન આપે છે કેઅમારી અટૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, જ્યાં દરેક વ્યક્તિ શીખે છે,સાથે મળીને આગળ વધવા માટે પ્રેમથી પ્રેરિત કરે છે. અમને ખૂબ જ આનંદ છે કે, અમે તક્ષશિલા 2024 લોન્ચ કરી રહ્યા છીએ.

પોતાની શરૂઆતથી જ તક્ષશિલા પહેલને 20,000 થી વધુ લોકોને સફળતાપૂર્વક તાલીમ અને રોજગારી આપી છે. સહભાગીઓ સ્ટ્રક્ચર્ડ ક્લાસરૂમ ટ્રેનિંગ, હેન્ડ ઓન એક્સપીરિયન્સ, મેન્ટરશિપ અને નિરંતર કૌશલ વિકાસમાંથી પસાર થવું પડે છે, જેથી પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે સારી રીતે તૈયાર છે. આમાંના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી લિડર્સ,  આંત્રપ્રિન્યોર, સિવિલ સર્વન્ટ, એકેડમિક અને બિઝનેસ પ્રોફેશનલ્સ બન્યા છે.

‘’તક્ષશિલા 2024’’હાયરિંગ ડ્રાઇવ એક વ્યાપક ડિજિટલ મીડિયા કેમ્પેઇન,  કેમ્પસમાં પ્રોગ્રામ અને ગ્રામીણ આઉટરીચ કાર્યક્રમોના માધ્યમથી 50,000 થી વધુ અરજદારો સુધી પહોંચવા માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here