ટ્રાઇડેન્ટ ટકાઉપણું અને આધુનિકી કરણ માટે 1000 કરોડ રૂપિયાની મૂડી ખર્ચ યોજના સાથે 2027 સુધીમાં તેના ભારતીય વ્યવસાયમાં ત્રણ ગણી વૃદ્ધિનું લક્ષ્ય રાખે છે; ભારત ટેક્ષ 2025માં મહત્વાકાંક્ષી યોજનાઓનું અનાવરણ કર્યું

0
9
  • ટ્રાઇડેન્ટની સ્થાનિક હોમ ફર્નિશિંગ બ્રાન્ડ માયટ્રાઇડેન્ટ, લક્સહોમના લોન્ચ સાથે લક્ઝરી હોમ ફર્નિશિંગ માર્કેટમાં પ્રવેશ કરી રહી છે
  • માયટ્રાઇડેન્ટની નજર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વિકાસ પર છે, 2025 સુધીમાં 500 પ્રીમિયમ રિટેલ પોઇન્ટ ઉમેરવાની યોજના

ઓલ ઈન્ડિયા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ટ્રાઇડેન્ટ ગ્રુપ, એક વૈશ્વિક સમૂહ અને હોમ ટેક્સટાઇલ ઉદ્યોગમાં અગ્રણી નામ, આજે ભારત ટેક્સ 2025 ખાતે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી, જેમાં 2027 સુધીમાં તેના ભારતીય વ્યવસાયમાં ત્રણ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ આક્રમક વૃદ્ધિને નાણાંકીય વર્ષ 2025-2026 માટે 1000 કરોડ રૂપિયાની મૂડી ખર્ચ યોજનાથી પ્રેરિત છે, જે તેના હોમ ટેક્ષટાઇલ, યાર્ન અને એનર્જી બિઝનેસમાં ટકાઉપણું, આધુનિકીકરણ અને સંપત્તિ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ વિકાસનો મુખ્ય આધાર તેના સ્થાનિક હોમ ટેક્ષટાઇલ બ્રાન્ડ, માયટ્રાઇડેન્ટના લક્સહોમ બાય માયટ્રાઇડેન્ટના લોન્ચની સાથે લક્ઝરી સેગમેન્ટમાં વિસ્તરણ કરવાનો છે. આ વિશિષ્ટ નવી લાઇન એવા સમજદાર ગ્રાહકોને સેવા આપે છે જેઓ હોમ ટેક્ષટાઇલમાં શ્રેષ્ઠ કારીગરી અને બેજોડ ગુણવત્તાની પ્રશંસા કરે છે. આ કલેકશનમાં પ્રીમિયમ બેડિંગ અને શ્રેષ્ઠ રીતે બનાવેલા ટુવાલનો સમાવેશ થાય છે જે તેમની શ્રેષ્ઠ કોમળતા, શોષકતા અને ટકાઉપણા માટે પ્રખ્યાત છે. જેની કિંમત 4,000 થી લઇ 40,000 ની રેન્જ સાથે માયટ્રાઇડેન્ટ દ્વારા લક્સહોમ સૌથી અલગ ઘરો માટે શુદ્ધ લાવણ્યનો એક સ્પર્શ પ્રદાન કરે છે. આ વ્યૂહાત્મક પગલું માયટ્રાઇડેન્ટ ને ભારતમાં વધતા જતા લક્ઝરી હોમ ફર્નિશિંગ માર્કેટનો નોંધપાત્ર હિસ્સો કબજો કરવા માટે સ્થાન આપે છે.

ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન પદ્મશ્રી ડૉ. રાજિંદર ગુપ્તાએ તેમનું વિઝન શેર કરતા જણાવ્યું હતું કે, ‘ટ્રાઇડેન્ટમાં અમે નવીનતા અને ટકાઉપણાને એકીકૃત કરીને કાપડ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો વિકાસ આધુનિકીકરણ, મૂલ્ય નિર્માણ અને વૈશ્વિક વિસ્તરણ પર અમારા અતૂટ ધ્યાનથી પ્રેરિત છે. ભારત ટેક્ષ 2025 એ એક ઐતિહાસિક આયોજન છે જે એક કાપડ પાવરહાઉસ તરીકે ભારતની અપાર ક્ષમતાોને ઉજાગર કરે છે અને ટ્રાઇડેન્ટને આ યાત્રામાં યોગદાન આપવાનો ગર્વ છે.અદ્યતન ટેકનોલોજી, ટકાઉ પ્રેક્ટિસ અને બજાર-આધારિત ઉકેલોમાં રોકાણ કરીને અમે ફક્ત અમારી નેતૃત્વ સ્થિતિને મજબૂત જ બનાવી રહ્યા નથી પરંતુ હોમ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાના ધોરણોને પણ ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.’

માયટ્રાઇડેન્ટના ચેરપર્સન નેહા ગુપ્તા બેક્ટરે બ્રાન્ડના વિસ્તરણ અને લક્ઝરી માર્કેટ પ્રવેશ પર પ્રકાશ પાડતા કહ્યું કે, ‘લક્ઝરી હોમ ફર્નિશિંગ સેગમેન્ટમાં અમારી હાજરીને વધારીને, લક્સહોમ માયટ્રાઇડેન્ટ માટે એક પરિવર્તનશીલ પગલું છે. કારીગરી અને ઉત્પાદન શ્રેષ્ઠતાના અમારા વારસાનો લાભ લઈને અમે સમજદાર ભારતીય ગ્રાહકો માટે વિશ્વ-સ્તરીય લક્ઝરી લાવી રહ્યા છીએ. અમારું ધ્યાન આધુનિક ભારતીય ઘરોની આકાંક્ષાઓને પૂર્ણ કરતી કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો સાથે ઘરની સુંદરતાને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર છે. અમે આ કલેકશનને પ્રદર્શિત કરવા માટે ખૂબ જ રોમાંચિત છીએ જે ભવિષ્યવાદી અને જવાબદાર કાપડ ઉદ્યોગ પર ભારત ટેક્ષના ફોકસની અનુરૂપ છે.

માયટ્રાઇડેન્ટની વિકાસ યોજનાઓ પર ટિપ્પણી કરતા, માયટ્રાઇડેન્ટના સીઈઓ રજનીશ ભાટિયાએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા રિટેલ ટચ પોઇન્ટ્સને વર્તમાન 7,000 થી વધારીને 10,000 કરી રહ્યા છીએ. આ વિસ્તરણ ભારતમાં અગ્રણી હોમ ફર્નિશિંગ બ્રાન્ડ તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવશે અને સ્થાનિક બજારમાં અમારી હાજરીને વ્યાપક કરશે. વધુ વૃદ્ધિને આગળ વધારવા માટે અમે HORECA અને સંસ્થાઓમાં મુખ્ય તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેનો હેતુ આ ક્ષેત્રોમાં અમારો બજાર હિસ્સો વધારવાનો છે. વધુમાં અમે કોર્પોરેટ ગિફ્ટિંગમાં તકો શોધી રહ્યા છીએ, આ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓને ઓળખીએ છીએ. ગ્રાહકને સેવા આપવામાં ઝડપ અને ચપળતા બ્રાન્ડ માટે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે અને આમ અમે તમામ મુખ્ય ઇ-કોમર્સ અને ક્વિક કોમર્સ પોર્ટલ સાથે સહયોગ કરી રહ્યા છીએ.’

ભારત ટેક્ષ 2025 માં માયટ્રાઇડેન્ટના સ્પ્રિંગ સમર ’25 કલેક્શનનો પ્રારંભ થયો, જેની પ્રેરણા ભારતના સમૃદ્ધ કાપડ વારસામાંથી લેવામાં આવ્યો છે. આ કલેક્શને ચાર યુગો – પુરાતન યુગ, વીર યુગ, પૂર્વ આધુનિક યુગ અને ઉન્નતિ યુગની સફર કરી, જેમાં પરંપરાગત કારીગરીને આધુનિક તકનીકો અને નવીન સામગ્રી સાથે મિશ્રિત કાપડના ભવિષ્ય માટે એક દૂરદર્શી દ્રષ્ટિકોણ તૈયાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here