ગુરુગ્રામ 25 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી ઇન્ટીગ્રેટેડ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCI) એ આજે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા.
નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિકગાળાની ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ:
– આવક: TCI એ રૂ.11,539 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 10,115 મિલિયનની સરખામણીમાં 14.1% ની વૃદ્ધિ દર્શાવે છે.
– EBITDA: કંપનીની વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી (EBITDA) રૂ. 1,478 મિલિયન રહી, જે નાણાંકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1,276 મિલિયનથી 15.8% વધુ છે.
– કર પછીનો નફો (PAT): PAT 27.3% વધીને રૂ. 1,021 મિલિયન થયો, જયારે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 802 મિલિયન હતો.
કોન્સોલિડેટેડ
પર્ફોમન્સ હાઇલાઇટસ: Q3/FY2025 vs.
Q3/FY2024 Consolidated (In ₹ Mn.) |
પર્ફોમન્સહાઇલાઇટસ: 9M FY2025 vs.
9M FY2024 Consolidated (In ₹ Mn.) |
||||||
વિગતો | 31.12.2024 | 31.12.2023 | વૃદ્ધિ % | વિગતો | 31.12.2024 | 31.12.2023 | વૃદ્ધિ % |
રેવન્યુ | 11,539 | 10,115 | 14.1% | રેવન્યુ | 33,413 | 29,746 | 12.3% |
EBIDTA | 1,478 | 1,276 | 15.8% | EBIDTA | 4,355 | 3,862 | 12.8% |
PAT | 1,021 | 802 | 27.3% | PAT | 3,010 | 2,512 | 19.8% |
સ્ટેન્ડઅલોન
પર્ફોમન્સ હાઇલાઇટસ : Q3/FY2025 vs. Q3/FY2024 Standalone (In ₹ Mn.) | પર્ફોમન્સ હાઇલાઇટસ : 9M FY2025 vs.
9M FY2024 Standalone (In ₹ Mn.) |
||||||
વિગતો | 31.12.2024 | 31.12.2023 | વૃદ્ધિ % | વિગતો | 31.12.2024 | 31.12.2023 | વૃદ્ધિ % |
રેવન્યુ | 10,422 | 9,440 | 10.4% | રેવન્યુ | 30,381 | 27,424 | 10.8% |
EBIDTA | 1,585 | 1,382 | 14.7% | EBIDTA | 4,260 | 3,701 | 15.1% |
PAT | 1,182 | 951 | 24.3% | PAT | 3,054 | 2,443 | 25.0% |
મેનેજમેન્ટ કોમેન્ટરી:
આ ત્રિમાસિકના નાણાકીય પરિણામો પર ટિપ્પણી કરતાં TCI ના એમ.ડી. શ્રી વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ મજબૂત પ્રદર્શન અમારી બધી પ્રોડક્ટ લાઇનમાં સંતુલિત વૃદ્ધિ દ્વારા પ્રાપ્ત થયું છે. અમારા નવીન ઉકેલો અને ગ્રાહક-કેન્દ્રિત દ્રષ્ટિકોણે અમારી બજાર સ્થિતિને મજબૂત બનાવી છે અને અમારા હિતધારકોને મૂલ્ય પ્રદાન કર્યું છે.
અમે FMCG અને રિટેલ, એગ્રી++, ઓટોમોટિવ, એન્જિનિયરિંગ સાધનો અને EPR જેવા ક્ષેત્રોમાંથી વેરહાઉસિંગ અને તાપમાન-નિયંત્રિત, 3PL ગ્રીન મલ્ટિમોડલ સોલ્યુશન્સની માંગમાં વધારો જોયો છે. વધુમાં નવીનીકરણીય ઉર્જા, કેમિકલ્સ, ઝડપી-વાણિજ્ય અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રો માટે અમારી વૈવિધ્યસભર ઓફરો વધતા બજારની તકોના જવાબમાં વિસ્તારિત થયા છે.
જ્યારે TCI ને ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ (D&B) તરફથી ‘ESG રજિસ્ટર્ડ’ બેજ મળ્યો છે, અમે IIM બેંગ્લોર ખાતે TCI-IIMB સપ્લાય ચેઇન સસ્ટેનેબિલિટી લેબ દ્વારા વિકસિત ટ્રાન્સપોર્ટ એમિશન મેઝરમેન્ટ ટૂલ (TEMT) ને ભારતનું પહેલું ISO 14083:2023 પ્રમાણપત્ર એનાયત કરતા પણ અમે સમાન રીતે સન્માનિત છીએ. અમે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ટકાઉપણાના ધોરણોને ઉન્નત કરતાં ઓન-ગ્રાઉન્ડ કાર્યો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીએ છીએ.
ગ્રામીણ અર્થતંત્રમાં ખાનગી વપરાશ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ અને આર્થિક પ્રવૃત્તિને ફરી શરૂ કરવાની સાથે અમે આગામી ત્રિમાસિકમાં એક મજબૂત ઓર્ડર પાઇપલાઇનની અપેક્ષા રાખીએ છીએ. અમારી ગતિને જાળવી રાખવા અને ભવિષ્યના વિકાસને આગળ વધારવા માટે, અમે વેરહાઉસિંગ, ઓટોમેશન, રેલ, કન્ટેનર અને જહાજો સહિત ટેકનોલોજી, પ્રતિભા અને વિશિષ્ટ લોજિસ્ટિક્સ સંપત્તિઓમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરી રહ્યા છીએ. અમે અમારા નેટવર્કને વિસ્તૃત કરવા અને એક મહત્વાકાંક્ષી ભારતની વિકસતી જરૂરિયાતો માટે અત્યાધુનિક, અનુકૂળ ઉકેલો પ્રદાન કરવા માટે અમારી ક્ષમતાઓને વધારવા માટે સમર્પિત છીએ.”