ટ્રાન્ઝિશન્સ® એ અલ્ટ્રા ડાયનેમિક લેન્સ જેન એસ™ નું અનાવરણ કર્યું

0
3
2460-24 Gen S Images without text or Branding A4 Size
  • જેન સ્પીડ™: પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ
  • જેન સ્ટાઇલ™: અદભુત કલર પેલેટ
  • જેન સ્માર્ટ™: તમારા જીવનની ગતિ પર HD વિઝન

ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એસ્સિલોરલક્સોટિકા ઇન્ડિયા એ સત્તાવાર રીતે ટ્રાન્ઝિશન® જેન S™ લોન્ચ કર્યું છે, જે ઓપ્ટિકલ ટેકનોલોજીમાં એક અદભુત પ્રગતિ છે જે પહેરનારાઓની એક વિશાળ રેન્જ માટે દ્રષ્ટિને વધારવા તરફની દિશામાં એક મોટી છલાંગ છે. ગતિ, સ્ટાઇલ અને સ્માર્ટ વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રાન્ઝિશન જેન ને આધુનિક પહેરનારાઓના ઝડપી ગતિવાળા જીવનને અનુરૂપ બનાવાયું છે, જે એક ડાયનેમિક દ્રશ્ય અનુભવ પૂરો પાડે છે જે બદલાતા વાતાવરણને સરળતાથી અનુકૂળ થઇ જાય છે.

ક્લિયર-ટુ-ડાર્ક ફોટોક્રોમિક કેટેગરીમાં સૌથી ઝડપી ડાર્કિંગ લેન્સ તરીકે, ટ્રાન્ઝિશન® જેન એસ™ જે પરંપરાગત પ્રિસ્ક્રિપ્શન લેન્સથી આગળ વધીને વ્યાપક સંશોધન અને પહેરનારાઓ સાથે સહયોગના માધ્યમથી સાવધાનીપૂર્વક વિકસાવવામાં આવ્યું છે. આધુનિક પહેરનારાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ ઇનોવેટિવ લેન્સ બેજોડ આરામ, સુવિધા અને અનુકૂલનક્ષમતા પૂરી પાડે છે.

લોન્ચ પ્રસંગે એસ્સિલોરલક્સોટિકાના દક્ષિણ એશિયાના પ્રમુખ નરસિંહા નારાયણને કહ્યું કે, “ગ્રાહકો શ્રેષ્ઠ વિઝનની સંભાળના હકદાર છે અને પ્રકાશ વ્યવસ્થાપન તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટ્રાન્ઝિશન્સ જેન એસની સાથે, અમે અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંયોજન કરીને એક ક્રાંતિકારી પ્રોડક્ટ બનાવી છે જે પ્રકાશને સાહજિક રીતે અનુકૂળ હોય છે, પહેરનારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઝડપથી પ્રતિક્રિયા આપે છે. વધુમાં આ લેન્સ એક વિશાળ રંગ પેલેટ સાથે એક શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે, જેનાથી પહેરનારને કોઈપણ ફ્રેમ સાથે મેળ ખાતા તેમના આઇવિયરને વ્યક્તિગત કરવાની મંજૂરી આપે છે. આ પ્રોડક્ટ “વધુ જુઓ, વધુ બનો”ના અમારા વિઝન સાથે સુસંગત રીતે દ્રષ્ટિ સંભાળને શ્રેષ્ઠ બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે અને અમારું માનવું છે કે ટ્રાન્ઝિશન્સ GEN S આંખની સંભાળ કરનારા પ્રોફેશનલ્સ માટે એક મુખ્ય ભલામણ બની જશે.”

ટ્રાન્ઝિશન્સ® જેન એસ™ પ્રોડક્ટમાં ત્રણ અલગ-અલગ લાભ સ્તંભો સાથે આ ટેકનોલોજી એવા ઉકેલો પ્રદાન કરે છે જે વિવિધ પ્રકાશના વાતાવરણમાં પહેરનારાઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે. આ ત્રણ સ્તંભો નીચેનાને અનુરૂપ છે:

  1. જેન સ્પીડ™: તે અલ્ટ્રા-રિસ્પોન્સિવ લાઇટ અનુકૂલન પ્રદાન કરે છે, સેકન્ડમાં અંધારું થઈ જાય છે અને બે મિનિટથી ઓછા સમયમાં પાછું ઝાંખું થઈ જાય છે. તે 25 સેકન્ડમાં શ્રેણી ત્રણના અંધારામાં પહોંચી જાય છે, 88% પહેરનારાઓએ જણાવ્યું હતું કે તેના ઝડપી પ્રકાશ ગોઠવણને કારણે તેઓ બદલાવને ભાગ્યે જ નોટિસ કરે છે.
  2. જેન સ્ટાઇલ™: નવા ટ્રાન્ઝિશન GEN S રૂબી રેડ કલર સહિત આઠ વિશિષ્ટ કલર શેડ્સમાં ઉપલબ્ધ, આ લેન્સ વાઇબ્રન્ટ કલર પ્રદાન કરે છે જે બધા પ્રકાશની પરિસ્થિતિઓમાં સુસંગત રહે છે. પછી તે ઘરની અંદર સંપૂર્ણપણે સ્વચ્છ હોય કે બહાર સુંદર રંગીન, આ લેન્સ પહેરનારાઓને તેમની વ્યક્તિગત સ્ટાઇલને જોડવાનું અને પૂરક બનાવવા માટે અનંત શક્યતાઓ પ્રદાન કરે છે.
  3. જેન સ્માર્ટ™: તેજસ્વી પ્રકાશમાંથી 39% ઝડપી રિકવરીની સાથે HD વિધનને વધારે છે અને કોન્ટ્રાસ્ટ સંવેદનશીલતામાં 39.5% સુધારો કરે છે. આ લેન્સ પાછલી પેઢીની તુલનામાં 40% ઝડપી વિઝન રિકવરી પણ પૂરી કરે છે, જેનાથી બદલાતી પ્રકાશની પરિસ્થિતિઓમાં સ્પષ્ટ, અવિરત દ્રષ્ટિ સુનિશ્ચિત થાય છે.

વધુમાં ટ્રાન્ઝિશન્સ® જેન એસ™ 100% UVA અને UVB કિરણોને ફિલ્ટર કરીને અને સ્પષ્ટ સ્થિતિમાં 32% સુધી વાદળી-વાયોલેટ પ્રકાશને ફિલ્ટર કરીને અંતિમ પ્રકાશ સુરક્ષા પ્રદાન કરે છે, જે બહાર સક્રિય થાય ત્યારે 85% સુધી વધે છે.

ટ્રાન્ઝિશન્સ® જેન એસ™ સાથે, ચશ્મા ફક્ત એક જરૂરિયાત કરતાં વધુ બની જાય છે; આ ‘મારે પહેરવા પડશે’ થી ‘મને પહેરવાનું ગમે છે’ અનુભવમાં પરિવર્તિત થાય છે. લેન્સનું ઝડપી પ્રકાશ અનુકૂલન, શ્રેષ્ઠ કોન્ટ્રાસ્ટ સંવેદનશીલતા અને શ્રેષ્ઠ સ્ટાઇલ વિકલ્પો રોજિંદા ચશ્મા પહેરવાના અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે. લોન્ચ સાથે એસ્સિલોરલક્સોટિકા ઇન્ડિયાને વિશ્વાસ છે કે ટ્રાન્ઝિશન્સ® જેન એસ™દરેક ચશ્માના કલેકશન માટે એક આવશ્યક વસ્તુ બનશે.

કિંમત: INR 8900/- onwards

ઉપલબ્ધતા: Available across all leading opticians

—————————————————————————-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here